Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજ્ય-લ્યવૃત્તિ-ભાષાંતર
શતાવર્ત નામઉપર સોમદેવ રાજાની ક્યા
છે?
શ્રી શત્રુંજયગિરિ ઉપર સોમદેવ રાજાએ યાત્રાદ્દીને સારા ઉત્સવપૂર્વક તેનું શતાવર્ત નામ આપ્યું.
કુંડલિ નગરમાં ન્યાયવડે પૃથ્વીનું પાલન કરતો સોમદેવ રાજા હંમેશાં હર્ષવડે ધર્મકાર્યો કરે છે. અનુક્રમે દેશોને સાધતાં એવા રાજાએ દક્ષિણ દિશાના ક્લિારે અરિમર્દન રાજા પાસે બળાત્કારે પોતાની આજ્ઞા ગ્રહણ કરવી. સોમદેવ રાજા નીતિપૂર્વક પૃથ્વીનું રક્ષણ કરતો હતો ત્યારે જેમ ચંદ્ર હોતે ને નક્ષત્રની પંક્તિ શોભે છે તેમ પ્રજા હર્ષિત થઈ. જેમ આહલાદ પમાડનારો હોવાથી ચંદ્ર, જેમ તેજથી સૂર્ય તેમ પ્રજાને આનંદ પમાડવાથી તે રાજા યથાર્થ નામવાલો થયો. એક વખત ધન આપવાવડે શત્રુ અરિમર્દનરાજા સર્વ પરિવારનો ભેદ કરીને કુંકેલ નગરમાં આવ્યો. સોમદેવ રાજા નગરની બહાર નીકળીને શત્રુસાથે યુધ્ધરતાં એવા તેણે પોતાનું સર્વ સૈન્યભેદ કરાયેલું જાણ્યું (ત્યારે) સોમદેવ રાજા વિચારવા લાગ્યો કે હમણાં મારે શત્રુસાથે યુધ્ધ કરવું ઉચિત્ત નથી. કારણકે દુષ્કર્મના યોગથી મારું સર્વ સૈન્યભેદ પામ્યું છે. આ પ્રમાણે વિચાર કરી તે વખતે સર્વ સૈન્યને છોડી દઈને પત્ની સહિત વેગથી રાત્રિમાં ગુપ્તપણે નગરની બહાર નીકળી ગયો. રસ્તામાં તે રાજાએ એક શ્રેષ્ઠપુત્રને જન્મ આપ્યો. તે વખતે પિતાએ તેનું નામ દેવકુમાર એ પ્રમાણે આપ્યું.
સ્ત્રી સહિત તે રાજા ચંદ્રપુરીની નજીક ચંદ્રાચાર્યપાસે પ્રણામ કરીને ધર્મ સાંભળવા માટે બેઠો. '
पूआ जिणिंदेसु रुई वएसु, जत्तोअ सामाइअ पोसहेस। दाणं सुपत्ते सवणं च सुत्ते, सुसाहूसेवा सिवलोअमग्गो॥
જિનેશ્વરોને વિષે પૂજા, વ્રતોને વિષે ચિ, સામાયિક અને પૌષધમાં યત્ન, સુપાત્રમાં દાન, સૂત્રનું સાંભળવું સુસાધુની સેવા એ શિવલોક્ન – મોક્ષનો માર્ગ છે.
नाणं नियमग्गहणं, नवकारो नयरुई य निट्ठा य। पंच नयविभूसिआणं, न पयारो तस्स संसारे॥१३॥
જ્ઞાન – નિયમગ્રહણ – નવકાર – ન્યાયનીચિ – અને નિષ્ઠા – એ પાંચ નકારથી – વિભૂષિતનો સંસારમાં પ્રચાર હોતો નથી. ( તેને સંસારમાં રખડવું પડતું નથી. ) જેમ સૂર્યની આગળ અંધકાર તેમ –