Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
ગાથાર્થ :- જ્યાં ઋષભસેન વગેરે અસંખ્ય તીર્થંકરો સમોસર્યા છે. અને સિધ્ધોલપર મોક્ષ પામ્યા છે. તે વિમલગિરિ તીર્થ જ્યવંતુ વર્તો. ટીકાર્થ : – - જ્યાં ઋષભસેન વગેરે અસંખ્યાતા તીર્થંકરો સમવસર્યા છે સિધ્ધ થયા છે સિધ્ધિ પામ્યા છે. તે વિમલગિરિ તીર્થ ય પામો. તેની આ કથા છે.
.
શ્રી શત્રુંજયમાં ઋષભસેન જિનેશ્વરનો આવવાનો સંબંધ
અયોધ્યા નગરીમાં જનાનંદ નામે નીતિવાલો રાજા હતો. તે રાજાને શીલગુણથી શોભતી શીલવતી નામે પત્ની હતી. હાથીથી માંડીને અગ્નિસુધીના ચૌદસ્વપ્નોવડે સૂચિત એવા પુત્રને સુખપૂર્વક રાત્રિમાં શીલવતીએ . જન્મ આપ્યો.
હાથી—વૃષભસિંહ–લક્ષ્મી-માલા—ચંદ્ર—સૂર્ય-ધ્વજ-કુંભ-પદ્મસરોવર–સમુદ્ર વિમાન કે ભવન– રત્નનો ઢગલો ને અગ્નિ. તે પુત્રનો અનુક્રમે ઇન્દ્ર મહારાજાએ અને પિતાએ જન્મોત્સવ કર્યો, અને પિતાએ સારા ઉત્સવપૂર્વક ઋષભસેન એ પ્રમાણે નામ આપ્યું. અનુક્રમે મોટા થતાં પુત્રે પિતા સંબંધી અદ્ભુત રાજ્ય મેળવી અને તૃણની માફ્ક રાજ્યને ત્યજી સંયમ ગ્રહણ ર્યો. શ્રીમાન ઋષભસેનપભુ છદ્મસ્થપણું ઓળંગી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સુર અને અસુરવડે નમસ્કાર કરાયા. મણિ – રુપું. અને સુવર્ણમય શ્રેષ્ઠ ત્રણ ગઢમાં સિંહાસન પર બેસીને (તે) તીર્થંકરે ધર્મને યો.
अपि लभ्यते सुराज्यं - लभ्यन्ते पुरवराणि रम्याणि । नहि लभ्यते विशुद्ध: - सर्वज्ञोक्तो महाधर्मः ॥ ८ ॥
ક્દાચ સારું રાજ્ય મેળવાય. સુંદર નગરો મેળવાય, પરંતુ સર્વજ્ઞે હેલો વિશુધ્ધએવો મહાધર્મ મેળવાતો
નથી.
चत्वारः प्रहरा यान्ति, देहिनां गृहचेष्टितैः । તેષાં વાળ્યે તથૈવા, વર્તો ધર્મસંપ્રદ: શા