________________
શ્રી કદંબકનામઉપર ઈન્દ્રશ્રેષ્ઠિની કથા
પોત પોતાના કર્મના ફલના ઉદયરૂપ સુખ અને દુઃખને ભોગવનાર જીવોનો કોઈ ર્તા કે હર્તા નથી.
मृतप्रायं यदा वित्तं, मृतप्रायं यदा वपुः; मृतप्रायं यदाक्षाणा, मृद्ध पक्वं तदा सुखम्॥९१॥
આ ઘન છે તે મરેલા જેવું છે. આ શરીર છે એ પણ મરેલા જેવું છે. જ્યારે ઈન્દ્રિયોનું વૃધ્ધિ પામેલું સુખ તે પણ મરેલા સરખું છે.
कायेन मनसा वाचा, यत् कर्म कुरुते यदा। सावधानस्तदा तत्र, धर्मान्वेषी भवी भवेत्॥१२॥
મન – વચન – અને કાયાવડે જે વખતે જે કર્મ (કાર્યો કરે છે, તે વખતે ધર્મને શોધનાર (રનાર) પ્રાણી સાવધાન થાય .
इष्टानिष्टेषु भावेषु - सदाऽव्यग्रमना मुनिः। सम्यग्निश्चयतत्त्वज्ञः स्थिरीकुर्वीत सात्त्विकः ॥९३।।
ઇષ્ટ અને અનિષ્ટના ભાવોમાં હંમેશાં વ્યગ્રતારહિત મનવાલા સારી રીતે તત્વના નિશ્ચયને જાણનારા સાત્વિક મુનિ સ્થિરતાને કરે છે.
એ પ્રમાણે દેશના સાંભળીને ભીમે એકદમ શ્રી ગુરુપાસે સંસારસમુદ્રને તારનાર સંયમ ગ્રહણ ક્યોં. ભીમ મુનિ વિધિપૂર્વક ગુરુએ કહ્યા પ્રમાણે સર્વજીવોને વિષે જયાણાકરતાં ભાવથી તપને તપે છે. લાંબા કાળસુધી ચારિત્રનું પાલન કરી પાપની પરંપરાનો ક્ષય કરતાં ભીમમુનિ – મરીને (કાલ કરીને ) પહેલાં દેવલોકમાં ઈદ થયા. તે ઈદ એક વખત શત્રુંજયગિરિઉપર પ્રથમ જિનેશ્વરને નમન કરી જ્ઞાની પાસે ધર્મદેશના સાંભળી. તે વખતે લાખ મુનિ સહિત કદંબ આચાર્ય શત્રુંજયગિરિ ઉપર જિનેશ્વરોને નમસ્કાર કરવા માટે આવ્યા. તે જ્વલીની પાસે શ્રી સિદ્ધગિરિનો મહિમા સાંભળવા માટે સાધુઓ સહિત કદંબકસૂરિ બેઠા. તે કદંબ વગેરે સાધુઓને ધર્મસાંભળતા શુક્લધ્યાનથી સર્વલોકને જાણી શકે એવું કેવલજ્ઞાન થયું. તે ઈદ મહારાજે તે કેવલજ્ઞાની અને મોક્ષપામેલા તે મુનિઓનો ઉત્સવ કરીને હર્ષવડે શ્રી સિદ્ધગિરિનું કદંબક એ પ્રમાણે નામ આપ્યું.
શ્રી કદંબક નામઉપર જશેષ્ઠિ કથા સંપૂર્ણ
– – –