Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજ્યના નામો અને ચાર ઉપમાઓ
વ્યાખ્યા : - જ્યાં રત્નોની ખાણ છે. જ્યાં ઔષધિ આદિથી અધિક્તિ ગુફારૂપ વિવો છે. – છિદ્રો છે. ઔષધિઓ જુદા જુદા પ્રકારની છે. જેનાવડે અનેક રોગ જાય છે. વશીકરણઆદિ થાય છે. રસકૂપિકા એટલે સુવર્ણરસકૂપિકા. એક ગયિાણા પ્રમાણ રસ તેની અંદર–૬૪–ગદિયાણા પ્રમાણ લોઢું અથવા તાંબુ નાંખવામાં આવે તો તે અગ્નિના સંયોગથી સોનું થાય છે. જ્યાં ઢંકઆદિ પાંચ કૂટો છે. તે વિમલગિરિ શત્રુંજયગિરિ તીર્થ જ્ય પામો, હવે પ્રથમ રત્નાકરનો સંબંધ હેવાય છે. :
રત્નાકરના વિષયમાં સોમ અને ભીમની કથા
શ્રીપુરનામના નગરમાં સોમ અને ભીમનામના બે ભાઇઓ હતા. તે બન્નેને સુંદર એવી રમા ને રામા નામની પત્નીઓ હતી. તે બન્ને ભાઇઓ જુદા જુદા હોવા છતાં પણ હંમેશાં એક ઠેકાણે ફરતા હતા ને પરસ્પર સ્નેહવાલા હતા. એક વખત સોમ અને ભીમ ગુરુપાસે વંદન કરવા માટે ગયા. તે વખતે ગુરુએ આદરપૂર્વક આ પ્રમાણે દેશના આપી.
हस्तो दानविधौ मनो जिनमते वाचः सदा सूनृते, प्राणा: सर्वजनोपकारकरणे वित्तानि चैत्योत्सवे । येनैवं विनियोजितानि शतशो विश्वत्रयीमण्डनं,
धन्यः कोऽपि स विष्टपैकतिलकं काले कलौ श्रावकः ॥४॥
૫૯
=
જેમણે હાથ દાન આપવામાં મન જિનમતમાં, હંમેશાં વાણી સત્યમાં પ્રાણો સર્વજનોના ઉપકાર કરવામાં – ધન જિનમંદિરનાં ઉત્સવમાં આ પ્રમાણે જેણે સેંકડો વખત જોયાં છે તે ત્રણ જગતના આભૂષણરૂપ ધન્ય એવો કોઇક શ્રાવક કલિયુગમાં જગતમાં એક તિલક જેવો છે.
दौर्भाग्य प्रेष्यतां दास्य- मङ्गच्छेदं दरिद्रताम् । अदत्तात्तफलंज्ञात्वा - स्थूलस्तेयं विवर्जयेत् ॥५॥
દુર્ભાગીપણું – ચાકરપણું– દાસપણું– અંગનોચ્છેદ અને દ્ધિપણું એ અદત્તાદાનના ફલને જાણીને મોટી ચોરી ત્યાગ કરવી જોઇએ.