________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
ઔષધના વિષયમાં પવસેન રાજાની કથા
ઓસહત્તિ ઔષધ એટલે કે જે રોગ વગેરેને દૂર કરનાર હોય છે. તે આ પ્રમાણે :
ક્ષિતિભૂષા નામના નગરમાં ન્યાયવડે શોભતા વરરાજાને પદ્માવતી નામે પત્ની ને પદ્મસેન નામનો પુત્ર હતાં. અનુક્રમે મોટા થતાં પુત્રને પિતાએ પતિની પાસે ભણાવ્યો. જેથી તે ધર્મ અને કર્મના શાસ્ત્રમાં પંડિત થયો હયું છે કે :- જીવલોકમાં જન્મેલા મનુષ્ય નિચે બે વસ્તુ શીખવી જોઈએ. જે કર્મવડે જિવાય અને મરેલો સદ્ગતિમાં જાય. પિતાએ પુત્રને રાજાઓની પ૦૦ પુત્રીઓ પરણાવી. અને તે પુત્ર દગંદુક દેવની જેમ સુખી થયો. હંમેશાં રાજપુત્ર ગીત – નૃત્યાદિ કરાવતો, સૂર્યના ઉદયને અને અસ્તને જરાપણ જાણતો નથી. આ પ્રમાણે નિરંતર સુખમાં અત્યંત આસક્ત એવા કુમારને તીવપીડાને આપનારો ક્ષય નામે રોગ થયો. રાજાએ પુત્રના રોગને દૂર કરવા માટે ચિકિત્સકોને (વૈદ્યને) બોલાવ્યા. તેને જે જે ઔષધો અપાયાં તે તે નકામાં થયાં. પિતાએ પુત્રના રોગના નાશ માટે જાણકાર જ્યોતિષીઓને બોલાવીને કહયું. ત્યારે તેઓએ કહ્યું તમારા પુત્રનો ક્ષયરોગ આઠ દિવસ વડે દૂર થશે. તેઓએ કહેલું પણ જયારે ન થયું ત્યારે રાજાએ શાંતિક અને પૌષ્ટિક કર્મો કરાવ્યાં. તે પછી તે કાયો ફોગટ થયા ત્યારે પુત્રના દુ:ખથી રાજા નારકીનાજીવની પેઠે અત્યંત દુ:ખી થયો. તે પછી સંઘને ભેગો કરીને પુત્ર સહિત રાજા શ્રી શત્રુંજય તીર્થઉપર જિનેશ્વરોને નમસ્કાર કરવા માટે ગયો. ગોમુખયક્ષના મંદિરમાં સાતઉપવાસ કરીને રાજપુત્ર તેની આગળ બેસીને બોલ્યો.
હે યક્ષ ! મારોગના નાશ માટે તું ઔષધ હે. જેથી મારા શરીરમાંથી ક્ષયરોગ ક્ષણવારમાં વિનાશ પામે. ગોમુખયક્ષે કહયું કે હે રાજપુત્ર ! તું હમણાં આ વૃક્ષનું ફલ ખા. જેથી તારો રોગ તરતજ વિનાશ પામશે. યક્ષેહેલા વૃક્ષઉપરથી ફ્લોને લઈને ખાઈને રાજપુત્ર તે વખતે દેવકુમારની જેમ તરત જ નીરોગી થયો. તે પછી પદ્મસેનકુમારે શ્રી યુગાદિદેવ જિનેશ્વરના મંદિરમાં જઈને જિનેશ્વરની પૂજા કરી. સંસારથી તારનારું પારણું ક્યું તે પછી વીરરાજા તે વખતે પુત્રને રોગરહિત જાણી હિમાલય સરખો પ્રાસાદ કરાવ્યો. તે પછી તેમાં શ્રી શાંતિનાથ ભગવાનની સુવર્ણમય ઉત્તમપ્રતિમા સ્થાપન કરીને રાજા પોતાના નગરમાં આવ્યો.
ઔષધના - વિષયમાં-પવન-રાજાની-કથા-સંપૂર્ણ.
–
–
–