Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
ચી કોટિનિવાસ નામ પર ધર્મનેદને રાજાની ક્યા
૪૯
ધર્મનંદનરાજા શ્રી શત્રુંજ્યનું માહાત્મ સાંભળી ઘણા સંઘ સહિત જિનેશ્વરને વંદન કરવામાટે ચાલ્યો. શ્રી શત્રુંજયગિરિ ઉપર જઈને મૂલનાયકની પ્રતિમાની પૂજા કરી રાજાએ બીજા જિનેશ્વરોની પૂજા કરી. તે વખતે વિસ્તારથી શ્રી આદિનાથ ભગવંતની બજપર્યત પૂજા કરી. રાયણવૃક્ષને પ્રદક્ષિણા કરી પ્રભુના બે ચરણોની (પગલાંની) પૂજાકરી. શ્રી શાંતિનાથ ભગવાનની પૂજા કરીને રાજા રાત્રિમાં ધ્યાન કરતો હતો ત્યારે યક્ષે પ્રગટથઈને આ પ્રમાણે કહ્યું,
હે રાજન ! તારી તીર્થભક્તિથી અને શ્રી શાંતિનાથપ્રભુની ભક્તિથી હું તુષ્ટ થયો છું. અહીં જોવા લાયક રસકૂપિકા છે. આજે દિવસની શરૂઆતમાં તારા માટે રસકૂપિકાને હું મોકળી કરીશ. ( ખુલ્લી કરીશ) તારે તેમાંથી રસ ગ્રહણ કરવો, તેનાથી સોનું થશે. યક્ષે બતાવેલા રસના ક્લામાંથી રાજાએ ઇચ્છા પ્રમાણે રસ લઈને કોટિભાર પ્રમાણ સોનું બનાવ્યું. દાભારપ્રમાણ સોનાના ચોવીશ તીર્થકોનાં ૧૦ બિંબો રાજાએ કરાવ્યા. લાખ બિંબો પાના અને શ્રેષ્ઠ એવા પિત્તલનાં – ૯ – લાખ જિનબિંબો અને – ૯૦ – લાખ બિંબો પાષાણના કરાવ્યાં (અથવા તો ૯૦ બિંબ મણિમય બનાવ્યાં.)
આ પ્રમાણે સિદ્ધગિરિ ઉપર એક કરોડ પ્રમાણ બિંબોની સ્થાપના કરી. રાજાએ ભક્તિથી સંઘની પહેરામણી કરી. તે વખતે ધર્મધન નામના આચાર્ય મહારાજે મનુષ્યોની સન્મુખ કહયું કે હે રાજન ! આ ગિરિ લોકોવડે
કેટીનિવાસ ” નામે કહેવાઓ. ધર્મનંદન રાજાએ અનુક્રમે પોતાના પુત્ર ગજને રાજ્યપર સ્થાપન કરી દીક્ષા લઈ શ્રી શત્રુંજ્યગિરિપર ઘણું તપ ક્યું. ધર્મરાજર્ષિ સંપૂર્ણકર્મનો ક્ષય કરી ક્વલજ્ઞાન પામી ઘણા સાધુઓની સાથે શ્રી શત્રુંજ્યગિરિપર મોક્ષને પામ્યા.
શ્રી કોટિનિવાસ નામ ઉપર ધર્મનંદન રાજાની ક્યા સંપૂર્ણ.
શ્રી લૌહિત્ય નામ ઉપર લૌહિત્યરષિની ક્યા
લૌહિત્ય વગેરે ઘણા મુનિઓને મોક્ષનગરીમાં ગયેલા જોઈને ઇન્દ્ર મહારાજાએ આ સિધ્ધગિરિનું લૌહિત્ય નામ ક્યું.
પદ્મપુર નગરમાં ધનનામનો શેઠ ગુની પાસે ધર્મ સાંભળીને કોઈ કાણે કોઇનું આપ્યા વગરનું તૃણ પણ