Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
જર
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
અષ્ટોત્તર શતકૂટ નામપર વીરરાજાની કથા
ઘણાં પાપોને કરનારા એવા વીરનામના રાજાએ શ્રી સિધ્ધગિરિનું અષ્ટોત્તરશતકૂટ એ પ્રમાણે નામ હર્ષવડે
આપ્યું.
વીર નગરીમાં વીરનામનો રાજા નિરંતર પાપને કરતો દેવ ગુરુ માતાને પિતાને પણ કોઇ ઠેકાણે માનતો નથી. શિકાર – પરસ્ત્રી – ધનહરણ વગેરે પાપોને હંમેશાં કરનાર નિવારણ કરવા છતાં પણ ક્ષણવાર રાજા (પાપથી) અટક્તો જ નથી. એક વખત બીજાનું ધનહરણ કરીને જ્યારે પોતાના ઘરે આવતો હતો ત્યારે વનના માર્ગમાં આ શ્લોક સાંભલ્યો.
धर्मादधिगतैश्वर्यो - धर्ममेवनिहन्ति य: । कथं शुभायतिः स्वामि-द्रोहकस्येह तस्य तु ॥ ५॥
ધર્મથી પ્રાપ્ત કર્યું છે ઐશ્વર્ય જેણે એવો જે ધર્મને જ હણે છે. તે સ્વામિદ્રોહ કરનારનું આ લોકમાં શુભભાવી કેવી રીતે થશે ? આ શ્લોક્ના અર્થને જાણીને રાજા હૃદયમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો કે ઘણું પાપ કરનારો એવો મારો છૂટકારો થશે નહિ. તે પાપનો છેદ કરવા માટે અગ્નિ અથવા પાણીમાં પ્રવેશ કરૂં. એમ વિચારતો રાજા નગરીની બહાર જેટલામાં નિકળ્યો તે વખતે અસ્માત ઘણાં મનુષ્યોને હણતી (મારતી ) ગાય આવી. તે વીરરાજાએ નિર્દયપણે તે ગાયને તલવારવડે હણી. તે વખતે હાથમાં કાતરને ધારણ કરતી કોઇક સ્ત્રીએ આવીને ક્હયું કે – હે રાજા ! તારાવડે ફોગટ આ ગાય કેમ હણાઇ ? પાપની શુધ્ધિનો આરંભ કરનારા તારા વડે શસ્ત્રવગરની ગાય હણાઇ છે. જો તારી કોઇ શક્તિ હોય તો મારી સાથે યુધ્ધ કર.. સ્ત્રીએ હેલું ોર વચન સાંભળીને રાજાએ તલવારને ઉપાડતા મોટેથી સ્ત્રીને ક્હયું. તું કોઇ કેળનાં પાંદડાં સરખી કોમળ સ્ત્રી છે, અને હું શસ્ત્ર ને શાસ્ત્રમાં વિશારદ શૂર ક્ષત્રિય છું. સ્ત્રીએ યું કે જો તારી શક્તિ હોય તો મારીસાથે યુધ્ધ કર. તે વખતે તે સ્ત્રીને રાજાએ ખડગવડે – નિર્દયપણે દઢપ્રહાર કર્યો. ત્યારે તે દેવીથઈને મનુષ્યની ભાષાવડે હેવા લાગી. હે રાજા! તું ગાય અને સ્ત્રીના વધરૂપ પાપથી કેમ છૂટશે ? ક્હયું છે કે :
ત્યાં સુધી બલ છે, ત્યાં સુધી તેજ છે. ત્યાં સુધી અખંડિત કીર્તિ છે કે જયાં સુધી પૂર્વેકરેલું પુણ્ય – મ્લાન ન થાય. ( ઓછું ન થાય ) પ્રાણીઓને શુભકર્મવડે પુણ્ય હોય તેજ પ્રમાણ છે. ક્ષીણતેજવાળો સૂર્ય કેટલો કાળ તપે ? પુણ્યવડે હંમેશાં સર્વભાવિ સુખદાયક સંભવે છે. હીનપુણ્યવાલાને તે ઝેરની જેમ દુ:ખદાયક થાય છે.