Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
પ્રથમ પોતાની જાતે દાન આપી. પ્રણામ કરી પચ્ચકખાણ પારે. સુવિહિત સાધુ ના હોય તો દિશાઓની તપાસ કરી પછી જમે. સાધુઓને લ્પી શકે એવું કેમ કરીને કંઈપણ ન અપાયું હોય તો યથોક્ત કરનારા, વિધિપૂર્વક કરનારા–ધીર એવા સુશ્રાવકો તે વસ્તુ ખાતા નથી. કહયું છે કે – વસતિ – શયન – આસન – ભોજન – પાણી – ઔષધ – વસ્ત્ર – પાત્ર – આદિ ઘણું ધન ન હોય તો થોડામાંથી થોડું પણ આપે.
રાજાએ પોતાના પુત્રનો રાજયઉપર અભિષેક કરીને અનુક્રમે મોક્ષસુખની પ્રાપ્તિ માટે આચાર્યની પાસે દીક્ષા લીધી. મદેવરાજા ન્યાયપૂર્વક તેવી રીતે જનતાનું પાલન કરતો હતો કે જેથી પ્રજા સુખી થઈ, અને ધર્મકાર્યમાં અત્યંત મજબૂત થઈ. હયું છે કે – રાજા ધર્મિષ્ઠ હોય તો પ્રજા ધર્મિષ્ઠ થાય, રાજા પાપી હોય તો પ્રજા પાપી બને. પ્રજા રાજાનું અનુકરણ કરે છે. જેવો રાજા તેવી પ્રજા થાય છે. મરુદેવરાજાને ચંદનનામનો પુત્ર થયો. અને ધર્મકર્મમાં રક્ત એવો તે ( રાત-દિવસ ) હંમેશાં જિનપૂજા કરતો હતો.
જિનધર્મમાં રત રાજપુત્રને જોઈને પ્રજા પણ મોક્ષસુખ માટે જૈનધર્મને વિસ્તાર છે. (કરે છે) મરદેવ રાજા પુત્રને રાજયઉપર સ્થાપન કરીને સંયમલક્ષ્મી લઈને ગુરુની પાસે ઘણાં શાસ્ત્રો પ્રયત્નપૂર્વક ભણ્યા. વિનયવાલા અને સર્વશાસ્ત્રોના પારંગત મરુદેવને જાણીને સારાદિવસે આચાર્યપદ આપ્યું. અનુક્રમે શુધ્ધચિત્તવાલા પાંચસો સાધુઓ મરુદેવ આચાર્યના ચરણકમલની સેવા કરે છે. અનુક્રમે વિહાર કરતાં મરુદેવસૂરિસાધુઓ સાથે શત્રુંજયતીર્થઉપર દેવોને નમસ્કાર કરવા માટે ગયા. તે તીર્થમાં મરુદેવઆચાર્ય શુક્લધ્યાથી કેવલજ્ઞાન પામ્યા. તે પછી બીજામુનિઓ પણ કેવલજ્ઞાન પામ્યા. મરુદેવઆચાર્ય ઘણા જીવોને પ્રતિબોધ કરી શ્રી સિદ્ધગિરિઉપર મોક્ષપામ્યા અને બીજાપણ ઘણા સાધુઓ મોક્ષ પામ્યા. ચંદનરાજા તે સિદ્ધગિરિઉપર પિતાનું મોક્ષગમન સાંભળી ઘણા સંઘ સહિત માર્ગમાં ચાલ્યો. અનુક્રમે શત્રુંજયગિરિઉપર જઈને અરિહંતોની પૂજા કરી સ્તુતિ કરી ચંદનરાજાએ પિતાના મોક્ષગમનના સ્થાનઉપર પ્રાસાદ ર્યો. (મંદિર ક્યુ) શત્રુંજયગિરિઉપર પિતાનું મુક્તિગમનનું સ્થાન જાણીને રાજાએ તે તીર્થનું નામ મરુદેવ એ પ્રમાણે આપ્યું. ચંદનરાજા અત્યંત વિસ્તારથી તીર્થની પૂજા કરીને પોતાના નગરમાં આવીને હંમેશાં શ્રી શત્રુંજ્યગિરિનું સ્મરણ કરે છે. ચંદનરાજા પણ દયમાં હંમેશાં શ્રી શત્રુંજયગિરિનું સ્મરણ કરતો પોતાના નગરમાં રહ્યાં ક્યાં પણ ક્વલજ્ઞાન પામી મોક્ષનગરીમાં ગયો.
શ્રી શત્રુંજયનું નામ આપનાર ચંદનરાજાની કથા સંપૂર્ણ
–
–