Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી ભગીરથ નામઉપર-સગરાક્રવર્તિના પુત્ર ભગીરથની થા
૩૭
સગરરાજાના પુત્ર ભગીરથે યાત્રા કરીને આ તીર્થનું શ્રેષ્ઠ ઉત્સવપૂર્વક ભગીરથ નામ આપ્યું.
અયોધ્યા નગરીમાં બીજો ચક્રવર્તિ રાજા સગર થયો. તેને રૂપવાલો ભગીરથ નામે પુત્ર થયો. તે ચક્વર્તિન બીજાપણ ૬૦ હજાર પુત્રો સમસ્ત વિદ્યારૂપીસમુદ્રના પારંગત થયા.
સગરચક્વર્તિએ શ્રી અજિતનાથસ્વામિ પાસે તીર્થનું માહાત્મ્ય સાંભળીને આદિવનું દેદીપ્યમાન મંદિર કરાવ્યું. અનુક્રમે ઘણા સંઘને ભેગાકરીને સગરચક્વર્તિએ શત્રુંજયઆદિ તીર્થોને વિષે વિસ્તારથી યાત્રા કરી. એક વખત ભગીરથ શ્રી શત્રુંજયગિરિઉપર યાત્રા કરવા માટે ગયો. સંઘપતિ એવા તેણે વિધિપૂર્વક સર્વકાર્યો કર્યા. ત્યાં ઘ્યાન કરતાં એવા કરોડો મુનિઓને જગતને પ્રકાશઆપનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અનુક્રમે આયુષ્યનો ક્ષય થવાથી તેઓની મુક્તિ થઇ, દેવતાઓએ ગીત અને નૃત્યપૂર્વક તેઓના સિદ્ધિગમનનો ઉત્સવ ર્યો. જે સ્થાનમાં આયુષ્યનો ક્ષય થવાથી સાધુઓ મોક્ષ પામ્યા. ત્યાં ભગીરથે કોટાકોટીનામનું મંદિર કરાવ્યું. અને તે જિનાલયમાં સગરચક્વર્તિના પ્રથમપુત્ર મૂલનાયક તરીકે શ્રી અજિતનાથ સ્વામીને સુંદર ઉત્સવપૂર્વક સ્થાપન કર્યા. ભગીરથે શ્રી આદિનાથ પ્રભુનો પ્રાસાદ કરાવીને પાંચ ક્રોડ સોનામહોર ખર્ચી રત્નમય બિંબ સ્થાપન કરાવ્યું. અનુક્રમે ભગીરથ તીર્થની રક્ષા માટે દંડસ્તવડે પૃથ્વીને ખોદીને સમુદ્રના પ્રવાહને ત્યાં લાવ્યો. તે વખતે ઇન્દ્રે ત્યાં આવીને ક્હયું કે હે ભગીરથ ! સમુદ્રથી વીંટળાયેલા તીર્થઉપર નમસ્કાર કરવા માટે ક્યો માણસ જશે ? ઇન્દ્રવડે નિવારણ કરાયેલો ભગીરથ સમુદ્રને આગળ ન લઇ ગયો. તેથી આજે પણ મનુષ્યવડે સમુદ્રમાં પાણી દેખાય છે. તેથી કરીને પૂર્વદિશામાં સમુદ્રનું પાણી તે તીર્થને વીંટળાઇને રહેલું હંમેશાં સ્તંભનતીર્થ સુધી દેખાય છે. તે પછી ભગીરથે તે તીર્થમાં જઈને શ્રી ઋષભદેવપ્રભુનું ભગીરથ નામનું જિનમંદિર કરાવ્યું. તે પછી ત્યાં આવેલા દેવોએ જુદા જુદા ઉત્સવો કરવાથી તે તીર્થનું ભગીરથ એવું નામ આપ્યું. ભગીરથ પણ (ત્યાં) તપોબલથી સંપૂર્ણકર્મો ખપાવીને શ્રી શત્રુંજયગિરિપર મોક્ષમાં ગયા અને બીજારાજાઓ પણ મોક્ષમાં ગયા.
૬ શ્રી અષ્ટાપદતીર્થમાં પણ રક્ષણ કરવા માટે ખાઇ કરતા સગરચક્વર્તિના ૬૦ હજારપુત્રો બળી મર્યા તે ભગીરથ અને આ ભગીરથ બન્ને જુદા જાણવા. હજારો પુત્રો હોવાથી એક નામના બીજા પુત્રો પણ સંભવી શકે છે.
ભગીરથ નામ ઉપર ભગીરથની કથા સંપૂર્ણ