Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
ઘણી માનતાઓ કરવાવડે તે રાજાને સારાદિવસે પુત્ર ઉત્પન્ન થયો, તે પ્રાણથી પણ વહાલો હતો. રાજાએ ઘણા ધનનો વ્યયકરી જન્મોત્સવ કરીને સજજનોની સાક્ષીએ પુત્રનું ચંદ્રચૂડ એવું નામ આપ્યું જે જે ધર્મક્તા ને કર્મક્લા છે. તે બધી કલાઓને પંડિતપાસે કુમારે રમતમાત્રમાં શીખી લીધી. હવે પૂર્વના વૈરી એવા કોઈ વિદ્યાધરે કુમારનું અપહરણ કરીને દુ:ખ પમાડવા માટે તેને મોટા અરણ્યમાં – જંગલમાં મૂક્યો. પાણીના અભાવથી પ્રાણોને અપહરણ કરનારી એવી તરસ જેટલામાં લાગી તેટલામાં કોઈક વિધાધરે યત્નથી ઉપાડીને રાજપુત્રને જલાશયમાં પાણી પીવા માટે મૂક્યો. કારણકે વિપત્તિમાં પણ નિચ્ચે પુણ્યશાલીનું પુણ્ય જાગતું હોય છે. કામદેવસમાન, રૂપને ધારણ કરનારો કુમાર જેટલામાં પાણી પીએ છે તેટલામાં વિદ્યાધર તેને ઉપાડીને હણવામાટે આકાશમાં ચાલ્યો. જેટલામાં તે વિદ્યાધર કીરપર્વતના શિખરઉપર તેને અફળાવે છે. તેટલામાં બળવાન એવો એક વિદ્યાધર ત્યાં આવ્યો અને બોલ્યો.
હે દુષ્ટ પાપિષ્ઠ ! વિધાધર ! તું શા માટે આ રાજપુત્રને હણે છે? શું તું પાપથી ભય પામતો નથી? અથવા તો ખરેખર હમણાં તું મદોન્મત્ત થયો છે. આ પ્રમાણે કહીને તે વિદ્યાધરે દુષ્ટ આશયવાલા તે વિદ્યાધરશત્રુને પીઠમાં હણીને મુષ્ટિના પ્રહારથી દઢરીતે કૂબડો ર્યો. ભાંગી ગઈ છે કમ્મર જેની એવો વિદ્યાધર પણ મોટાસ્વરે રુદન કરતો અને આક્રંદ કરતો તે મૃગ – શિયાળ અને રુરુ નામના મૃગોને રડાવવા લાગ્યો. તે વખતે વિધાધરે કહયું કે – હે વિધાધર તું શા માટે રડે છે ? વિદ્યાધરે કહ્યું કે મારા દેહમાં પ્રાણોને હરણ કરનારી વેદના થાય છે. તે વિધાધર ! રાજપુત્રનું હરણ કરવાથી જે પાપ ક્યું તેનું આ બીજમાત્ર ફલ છે. પરલોકનું ફલ નરકપાતરૂપ થશે. ત્યાં જે પીડા છે તે કહી શકાય તેવી નથી. તે દુષ્ટ વિધાધરે કહયું કે મેં ઘણું પાપ કર્યું છે. હવે પછી કુમારની ઉપર દુષ્ટ ચિંતવન નહિ કરું. તે પછી વિદ્યારે વિદ્યાના પ્રભાવથી તેના શરીરમાંથી અત્યંત દુ:ખ આપનારી વેદનાને જલદીથી દૂર કરી. તે પછી તે બન્ને વિદ્યાધરો પરપસ્પર મૈત્રીનો સ્વીકાર કરી અને તે કુમારને આકાશગામિની વગેરે મનોહરવિધા આપી.
આ બાજુ પુત્રને નહિ જોવાથી દુ:ખીએવા રાજાએ અરણ્યમાં – લોકમાં અને નગરીમબે – ચારે બાજુ ગીત–ગાન વગેરે બંધ કરાવ્યું દુ:ખીએવો રાજા જેટલામાં સભાની અંદર બેઠો તેટલામાં બે વિદ્યાધરો સહિત પુત્ર - નિચ્ચે આવ્યો. તે બન્ને વિદ્યાધરના મુખેથી પુત્રને વિધાધારણ કરનારો જાણીને હર્ષિત થયેલા રાજાએ ન્યાયથી શોભતાં પુત્રને રાજ્ય આપ્યું. લક્ષ્મીધર રાજાએ જિનમંદિરોમાં આઠ દિવસનો ઉત્સવ કરીને ધરસૂરીશ્વર પાસે આનંદવડે સંયમ ગ્રહણ ર્યો. હંમેશાં આદરથી તીવ્રતપ કરતાં લક્ષ્મીપરમુનિ એક વખત ગુરુ સાથે શ્રી શત્રુંજય તીર્થઉપર ગયા. આ તરફ ઘણા સંઘસહિત ચંદ્રચૂડ રાજાએ પણ ત્યાં આવીને હર્ષપૂર્વક સંઘ સંબંધી કાર્યો ક્ય. ત્યાં શુક્લધ્યાન કરતાં લક્ષ્મીધરમુનિને સમસ્ત જગતને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે પછી દેવોવડે કરાતા લક્ષ્મીધર મુનિના કેવલજ્ઞાનના ઉત્સવને સાંભળીને સમસ્ત સંઘ આવ્યો. વલી ભગવંતે દેવોવડે બનાવેલા સુવર્ણકમલઉપર બેસીને શ્રી સંઘની આગળ આ પ્રમાણે ધર્મોપદેશ આપ્યો.
दिवसनिसाघडिमालं - आऊ सलिलं जणस्स पित्त्णं। चंदाइज्ज बइल्ला, काल रहटटं भमाडंति ॥२९॥