Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
બજદાન આદિકાર્યો મહોત્સવસહિત કરતાં દંડવીર્યરાજાએ મુક્તિગમનને ઉચિત કર્મ ઉપાર્જન કર્યું. તે સંઘ ત્યાં રહ્યો હતો ત્યારે સાતકોડ મનુષ્યો અને સ્ત્રીઓ કેવલજ્ઞાન પામ્યાં. અને અનુક્રમે મોક્ષમાં ગયાં. તે વખતે મનુષ્ય વગેરે મોક્ષમાં ગયા ત્યારે રાજાએ આ તીર્થનુંનામ સિધ્ધક્ષેત્ર આપ્યું. રાજા યાત્રા કરીને પોતાના નગરમાં આવ્યો. પોતાના પુત્રને રાજ્ય આપીને સંયમરૂપી લક્ષ્મી ગ્રહણ કરી. અનુક્રમે આચાર્યપદવી અને વલજ્ઞાન પામી દંડવીર્યરાજા શત્રુંજયગિરિઉપર મોક્ષે ગયા.
સિક્ષેત્ર નામ ઉપર દંડવીર્ય રાજાની કથા સંપૂર્ણ
૨૦
-
=
શ્રી પુંડરીકગિરિના નામ ઉપર – શ્રી ઋષભદેવપ્રભુના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામીની કથા
આ અવસર્પિણીના ત્રીજા આરાને અંતે હમણાં યુગલીકપણાવડે શોભતાં સાત કુલકરો થયા. તે આ પ્રમાણે :– પહેલાં વિમલવાહન, બીજાચક્ષુષ્માન, ત્રીજા યશસ્વાન, ચોથા અભિચંદ્ર, તે પછી પ્રસેનજીત, પછી મરુદેવ અને નાભી (આ સાત કુલકારેનાં નામ છે. ) ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા,અને મરુદેવી એ સાત કુલકરોની પત્નીઓનાં નામો છે.
નાભી કુલકરની મદેવા નામે પ્રિયા હતી, તે બન્નેને ઋષભ નામે પુત્ર થયો, તે પ્રથમ તીર્થંકર થયા, તેને સુમંગલા નામની પ્રિયા હતી, તે સુમંગલાએ ભારતી ( બ્રાહમી )યુક્ત ભરતને યુગલીઆ ( જોડલા ) તરીકે જન્મ આપ્યો, અને પછી ૪૯ – પુત્રયુગલને જન્મ આપ્યો. ♦ પછી ઋષભદેવની પ્રિયા સુનંદાએ પુત્રબાહુબલી અને પુત્રીસુંદરીને યુગલિઆ ( જોડલા ) રુપે સારાદિવસે જન્મ આપ્યો.
–
ભરત રાજાનો પ્રથમપુત્ર પુંડરીક નામે થયો, તે પછી અનુક્રમે બીજા કરોડની સંખ્યાવાલા પુત્રો થયા, શ્રી ઋષભદેવપ્રભુએ યુગલિકધર્મ નિવારીને સઘળો વ્યવહારમાર્ગ પ્રકાશિત કરીને ઘણાં સમયસુધી રાજ્ય કર્યું. ( ઇત્યાદિ સઘળું સ્વરૂપ બીજા શાસ્ત્રોમાંથી પોતાની જાતે જાણી લેવું)
શ્રી આદિનાથ પ્રભુએ અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું. બીજા પુત્રોને જુદા જુદા દેશો વહેંચણી કરીને આપ્યા. શ્રી ઋષભદેવપ્રભુએ ચારિત્ર લઇ ક્વલજ્ઞાન પામી ભવ્યજીવોને પ્રતિબોધ કરવા માટે પૃથ્વીતલઉપર