Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
હતો તેજ હમણાં મારું રાજ્ય લેવા માટે આવ્યો છે. તે માયાવી કૂડ કપટ આદિ વિધિમાં હોંશિયાર છે. તેના વચનમાં તમારે જરા પણ વિશ્વાસ ન કરવો. પરસ્ત્રીમાંલંપટ તે પુરુષને વિષે બેપત્નીઓ પણ મોહ પામી છે. તે બંનેનો વિશ્વાસ તમારે એક વખત પણ ન કરવો. કપટી શકે તે વખતે સર્વ મંત્રીઓને પોતાને વશ કર્યાં. જેથી તેઓ સાચા શુની દ્રષ્ટિગોચરમાં આવ્યા નહિ. યું છે કે :
ર
आसन्नमेव नृपतिर्भजते मनुष्यं, विद्याविहीनमकुलीनमसंस्तुतं वा, प्रायेण भूमिपतयः प्रमदा लता वा, यत्पार्श्वतो भवति तत् परिवेष्टयन्ति; ॥
अश्वः शास्त्रं शस्त्रं, वीणा वाणी नरश्च नारीच; पुरुष विशेषं प्राप्ता, भवन्त्ययोग्याश्च योग्याश्च ॥
રાજા નજીકના મનુષ્યો જે વિદ્યા વગરના હોય, અક્લીન હોય, અપરિચિત હોય એવા મનુષ્યને સેવે છે. પ્રાય: કરીને રાજાઓ – સ્ત્રીઓ અને વેલડીઓ જે પડખે હોય તેને જ વીંટળાય છે. ઘોડો–શાસ્ત્ર-શસ્ત્ર વીણાવાણી– પુરુષ અને સ્ત્રી-પુરુષવિશેષને પામીને અયોગ્ય અને યોગ્ય થાય છે. જ્યારે પ્રધાનવગેરે કોઇપણ માણસ સાચાશુને જરાપણ માનતા નથી. ત્યારે કે વિચાર્યું કે મારૂં રાજય ગયું. જયારે નસીબ પ્રતિકૂલ હોય ત્યારે કોઇ ઠેકાણે કોઇ પોતાનું થતું નથી. હમણાં મારો સમસ્ત મંત્રીવર્ગ જુદો પડી ગયો છે. ક્હયું છે કે :
तावाच्चन्द्रबलं ततो ग्रहबलं, तावद्बलं भूबलं; तावत्सिद्धयति वांछितार्थमखिलं, तावज्जनः सज्जनः ॥ मुद्रामण्डलमन्त्रतन्त्रमहिमा, तावत्कृतं, पौरुषं, यावत्पुण्यमिदं, महद्विजयते, पुण्यक्षये क्षीयते ॥
ચંદ્રબલ ત્યાં સુધી હોય છે, ગ્રહનું બલપણ ત્યાં સુધી હોય છે. પૃથ્વીનું બલપણ ત્યાં સુધી હોય છે, ત્યાં સુધીજ સઘળાં વાંક્તિઅર્થ સિધ્ધ થાય છે. ત્યાં સુધી જ માણસ સજજન છે. ત્યાં સુધીજ મુદ્રા – મંડલ
-
મંત્ર અને તંત્રનો મહિમા છે. ત્યાં સુધીજ પૌરુષ કરાયેલું છે. કે જ્યાં સુધી આ મોટું પુણ્ય વિજય પામે છે. પુણ્યનો ક્ષય થાય ત્યારે બધું ક્ષય પામે છે.
તે પછી તે નગરમાંથી આકાશમાર્ગે બીજે ઠેકાણે ગયો, ત્યાં તેનું વિમાન સ્ખલના પામ્યું. ત્યારે શુકે વિચાર્યું.
क्षते प्रहारा निपतन्त्यवश्यं, धान्यक्षये स्कूर्जति जाठरोऽग्निः, आपत्सु मित्राणि विसंवदन्ति, छिद्रेष्वनर्थाबहुली भवन्ति, 1