Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પાદલિપ્તસૂરિ
૨૩
સંવતના પ્રારંભ પછી લગભગ તેમને મુકાય. પરંતુ અન્યત્ર – પ્રજ્ઞાપના ટીકામાં એમ જણાવેલું છેકે “શ્રી આર્ય મહાગિરિના બે શિષ્યો – યમલભ્રાતા બહુલ અને બલિષહ થયા. તેમાં બલિષહના શિષ્ય તત્ત્વાર્થાદિ ગ્રંથકાર ઉમાસ્વાતિ વાચક થયા; તેના શિષ્ય શ્યામા પ્રજ્ઞાપનાના કરનાર શ્રી વીરાતુ ૩૭૬માં દિવંગત થયા, તેના શિષ્ય સ્કંદિલ જીતમર્યાદના કરનાર થયા.” જો આ માનીએ તો ઉમાસ્વાતિ વીરાત્ ૩૭૬ની પહેલાં થયેલા સંભવે.
આ તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં દશ અધ્યાય છે. પહેલામાં મોક્ષમાર્ગમાં સાધનરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ રત્નપત્ર બતાવી તેની પ્રાપ્તિનાં સાધન તરીકે ૭ તત્ત્વો, ૪ નિક્ષેપ, પ્રમાણ, નય, નિર્દેશ અને અનુયોગદ્વાર બતાવી, જ્ઞાન, અજ્ઞાન અને નયનું સ્વરૂપ બતાવે છે. બીજામાં અધ્યવસાયો, તેના ભેદ અને લક્ષણ, ઈદ્રિયો, ગતિ, યોનિ, શરીર અને આયુષ્ય આદિ સ્પષ્ટ કરેલ છે. ત્રીજામાં નારકભૂમિ, ત્યાંના જીવોની દશા, મનુષ્ય ક્ષેત્ર તેમજ મનુષ્ય અને તિર્યંચનો અધિકાર છે. ચોથામાં દેવનો અધિકાર તથા જુદાજુદા જીવોના આયુષ્યનું વર્ણન છે. આ ચાર અધ્યાયમાં જીવસ્વરૂપ બતાવી પાંચમામાં અજીવ, તેના ભેદો, દ્રવ્યની વ્યાખ્યા, લક્ષણ આદિનું સ્વરૂપ છે. છઠ્ઠામાં યોગ બતાવી આઠ કર્મના પરિણામનું ચિત્ર દોર્યું છે. સાતમામાં પંચ મહાવ્રત, તેની ભાવના, બાર અણુવ્રત, તેના અતિચાર સ્પષ્ટ કરી બે પ્રકારના ધર્મ (ગૃહસ્થ અને ત્યાગ)નું સ્વરૂપ સમજાવ્યું છે. આઠમા અધ્યાયમાં બંધતત્ત્વની આઠ કર્મોની કમપ્રકૃતિઓની, તેના વિપાકની અને પ્રદેશબંધની ચર્ચા કરી છે. નવમામાં સંવર અને નિર્જરા સંબંધી કહેતાં ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશ પ્રકારનો ત્યાગધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહ બતાવવા ઉપરાંત પાંચ પ્રકારનાં ચારિત્ર અને બાર પ્રકારના તપનું સ્વરૂપ કહી પાંચ પ્રકારના નિગ્રંથનું વર્ણન કરેલ છે. દશમામાં મોક્ષતત્ત્વ – કેવલજ્ઞાનપ્રાપ્તિથી શરૂ થતી દશા સૂચવી સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષદશા બતાવી છે.
આ તત્ત્વાર્થસૂત્ર પર અનેક ટીકાઓ રચાઈ છે, અને તે વાત તે તત્ત્વજ્ઞાનનો આકરગ્રંથ છે એમ સિદ્ધ કરે છે. ઉમાસ્વાતિએ પાંચસો પ્રકરણ રચ્યાં હતાં તેમાં ઉક્ત સૂત્ર ઉપરાંત પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, પૂજા પ્રકરણ, જંબૂદીપ સમાસ પ્રકરણ, ક્ષેત્રવિચાર આદિ ઉપલબ્ધ ગ્રંથો સમાય છે.
પાદલિપ્તસૂરિ વિક્રમ (શકારિ) ઉજ્જયિનીની ગાદીએ આવ્યો. તેનો સંવત વીરાત્ ૪૭૦થી ચાલ્યો ગણાય છે. તેના સમય લગભગ આર્ય મંગુ, વૃદ્ધવાદી, સિદ્ધસેન દિવાકર અને પાદલિપ્તસૂરિ થયાની પરંપરા છે.
પાદલિપ્ત તરંગવતી નામની અભુત સુંદર કથા પ્રાકૃતમાં રચી તેમજ જૈન, નિત્યકર્મ, જૈન દીક્ષા, પ્રતિષ્ઠાપદ્ધતિ તથા શિલ્પ પર નિર્વાણલિકા નામની સંસ્કૃતમાં પુસ્તિકા રચી. પાદલિપ્ત યા પાલિત્ત કવિ ગાથાસત્તસઈના સંગ્રાહક પ્રસિદ્ધ મહારાષ્ટ્રીય કવિ નૃપતિ સાતવાહન યા હાલના સમકાલીન જૈનાચાર્ય હતા.
તે પાદલિપ્તસૂરિના નામ પરથી હાલનું પાલીતાણા સ્થપાયું છે એમ પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org