________________
જૈન યોગમાર્ગ
તે આયુષ્ય બાકી રહે તે વખતે ‘કેવલીસમુદ્દાત કરે છે ને તે દ્વારા બાકીનાં કર્મોને આયુષ્કર્મ સમાન સ્થિતિમાં લાવી મૂકે છે એટલેકે એ કૈવલીસમુદ્દાત દ્વારા વધારાનાં કર્મો ભોગવીને ફેંકી દે છે. સમુદ્દાત સાત સમયમાં થાય છે. પ્રથમ સમયે દંડ કરે છે, એટલે ઊર્ધ્વ શ્રેણીએ અને અધોશ્રેણીએ લોકાન્તપર્યંત આત્મપ્રદેશને સીધા ગોઠવે છે, બીજા સમયે કપાટ કરે છે એટલે દંડની બંને બાજુએ આત્મપ્રદેશને ગોઠવીને ઊર્ધ્વ અધો અને તિર્યક્ દિશાએ એક પ્રદેશે પૂર્ણ ચૌદ રજ્જૂપ્રમાણ લોક કરે છે, ત્રીજે સમયે પ્રતર કરે છે એટલે વચ્ચે રહેલા આંતરાઓ આત્મપ્રદેશથી પૂરે છે અને આવી રીતે ચોથા પ્રદેશમાં દરેક આકાશપ્રદેશ પર આત્મપ્રદેશ ચૌદે રાજલોકમાં પૂરી તેના પર કર્મવર્ગણાને ગોઠવી તેને ઝટકો મારી ખંખેરી નાખે છે. પમા, ૬ઠ્ઠા, અને ૭મા સમયમાં તેથી ઊલટી ક્રિયા કરી એટલે પ્રતર, કપાટ અને દંડને સંકેલી નાખે છે. આ રીતે ૭ સમયમાં સમુદ્દાત કરી આત્મપ્રદેશથી સર્વ વિશેષ કર્મોને દૂર કરે છે. આ ‘કેવલીસમુદ્ધાત’ અતિ ‘આશ્ચર્ય’ ઉપજાવે તેવી હકીકત છે. તે સયોગી કૈવલ્યજ્ઞાની સર્વજ્ઞને જ થાય છે. અહીં કાયયોગની ઘણી સૂક્ષ્મ સ્થિતિ હોય છે તેથી તેને સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી ધ્યાન કહેવામાં આવે છે. (૪) સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી મનવચનકાયાના ત્રણે યોગનું રૂંધન કરી સર્વ કર્મક્રિયાથી રહિત જીવ થાય તે સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી શુક્લધ્યાન કહેવાય છે. બધી ક્રિયાનો ઉચ્છેદ થાય છે. સયોગી ગુણસ્થાનક થયા પછી છેલ્લો પંચÇસ્વાક્ષર અ ઇ ઉ ઋ ? – બોલાય તેટલો કાળ બાકી રહે ત્યારે અયોગી નામનું ૧૪મું ગુણસ્થાન પ્રાપ્ત થાય. જીવ સર્વ કર્મનો ક્ષય થતાં વિશુદ્ધ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતાં ઊર્ધ્વગમન કરે છે. (આ કેમ થાય તે ‘મોક્ષતત્ત્વ’માં જણાવેલ છે.)
૨૧૭
સધ્યાનના બીજી રીતે ચાર ભાગ પાડ્યા છે – ધ્યેયના ભેદથી. (૧) પદસ્થ તેમાં પંચપરમેષ્ઠી – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના ગુણનું સ્તવન ધ્યાન કરવું. (૨) પિંડસ્થ શરીરમાં રહેલા ઉક્ત પંચ પરમેષ્ઠી રૂપ આત્મા છે અને તેમાં તેના ગુણ રહેલા છે એમ ધ્યાન કરવું તે. (૩) રૂપસ્થ દેહરૂપ ‘રૂપ’ ધારણ કરેલું હોય છતાં આત્મા અરૂપી અને અનંતગુણી છે એ રીતે ધ્યાન ધરવું તે. આ ત્રણ ધ્યાનનો ધર્મધ્યાનમાં સમાવેશ થાય છે. (૪) રૂપાતીત – આત્મા રૂપથી રહિત નિરંજન નિરાકાર સચિદાનંદ છે એ રૂપ એકતાથી ધ્યાન ધરવું તે. આમાં કર્મનો ક્ષયોપશમ ભાવ ટળે છે.
તેથી આ શુક્લધ્યાન છે.
૮. સમાધિ – સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થયાં પહેલાં ચૌદમા અયોગીકેવલી ગુણસ્થાને અયોગી અવસ્થા પ્રાપ્ત થાય છે અને એ શુક્લધ્યાનની અતિ ઉત્કૃષ્ટ દશા છે તેથી અહીં સમાધિની જરૂર રહેતી નથી. સમાધિની જે વ્યાખ્યા પતંજલિએ આપી છે, તેવી સમાધિ તો શુક્લધ્યાનની શરૂઆતથી જ થાય છે. પાતંજલ યોગના ધ્યાન અને સમાધિમાં ફેર બતાવતાં કહે છે કે ધ્યાનમાં ધ્યેયનું અને વૃત્તિનું પૃથક્ ભાન હોય છે અથવા ધ્યાનમાં ધ્યેયાકાર વૃત્તિનો પ્રવાહ વિચ્છિન્ન હોય છે, જ્યારે સમાધિમાં તે અવિચ્છિન્ન હોય છે. આ સ્થિતિ તો ‘એકત્વાવિચાર શુક્લધ્યાન'માં પણ પ્રાપ્ત થાય છે. આથી જૈન યોગકારોએ શુક્લધ્યાનના ચતુર્થવિભાગમાં ધ્યાનની –યોગની ઉત્કૃષ્ટ અવસ્થા સ્વીકારી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org