Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૫૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ગયા. અને તે બંનેમાંથી ફલિત થતો આ સિદ્ધાંત છે.
નિર્વાણ વાસ્તવ અવર્ણનીય છે.
બોદ્ધ મતના નિર્વાણ સંબંધે તેનો ખરો સિદ્ધાંત શું છે એ પ્રશ્ન બે હજાર વર્ષ પૂર્વે ગ્રીક રાજા મિલેંડર અથવા મિલિટે એક બૌદ્ધ આચાર્ય નામે નાગસેનને પૂછવો હતો, તેના જવાબમાં તે આચાર્યે કહ્યું હતું કે :
“હું નિર્વાણને કોઈપણ ઉપમા કે દલીલથી સમજાવી શકું તેમ નથી, કારણકે નિવણ જેવું કંઈ પણ નથી.”
ત્યારે મિલિન્દ પૂછયું, “નિર્વાણ જેવી દશા વિદ્યમાન છે, છતાં તેનું સ્વરૂપ, તેનો કાલ, તેની મર્યાદા સમજાવવાનું કાર્ય અશક્ય છે એ હું માની શકતો નથી. આનો ખુલાસો આપની પાસે શું છે ?”
નાગસેને પ્રત્યુત્તર વાળ્યો “હે રાજા ! આ મહાન્ સમુદ્ર જેવી વસ્તુ છે એ ખરુંને ?” રાજા – હા.
આચાર્ય – ધારો કે તમોને કોઈ એવો પ્રશ્ન કરે કે સમુદ્રમાં કેટલું પાણી છે ? અને તેની અંદર કેટલા જીવો વસે છે ? તો તેનો જવાબ શું આપશો ?
રાજા – હું તેને એમ કહીશ કે આવો પ્રશ્ન પુછાવો ન જોઈએ અને તે પ્રશ્ન એમ ને એમ રહેવા દેવાનો છે, કારણકે કોઈપણ વિજ્ઞાનશાસ્ત્રીએ તે રીતે તે સમુદ્રની ગણના કરી નથી અને કોઈપણ પાણીનું માપ કાઢી શકે નહિ અને તેમાં રહેલાં જંતુઓની સંખ્યા ગણી શકે નહિ. આ મારો જવાબ !
આચાર્ય – પરંતુ આપ નામદારે આવો ઉત્તર શા માટે આપવો જોઈએ ? સમુદ્ર તો એવી વસ્તુ છે કે જે વાસ્તવપણે વિદ્યમાન છે. આપે તો તે પ્રશ્ન પૂછનારને એવું કહેવું જોઈએ કે આટલું તેનું પાણી છે અને આટલાં તેમાં વસતાં જલચર પ્રાણીઓ છે.
રાજા – તે અશક્ય છે, કારણકે આવા પ્રશ્નનો આવો ઉત્તર આપવો મનુષ્યશક્તિની બહાર છે.
નાગનેન – તેવી જ રીતે – તેટલા પ્રમાણમાં નિર્વાણદશા વિદ્યમાન છે છતાં તેનું પ્રમાણ, સ્વરૂપ, તેનો આકાર કે કાલ કહેવાં અશક્ય છે. અને કદી કોઈને જાદુઈ શક્તિઓ હોય અને તેથી તે સમુદ્રનું પાણી માપી શકે અને તેમાંનાં જલચર પ્રાણીઓની સંખ્યા બતાવી શકે, પરંતુ નિર્વાણનું સ્વરૂપ, આકાર, કાલ કે પ્રમાણ કદી કહી શકનાર નથી. નિર્વાણનો સાક્ષાત્કાર - તેની પ્રતીતિ
આમ છે તેથી જ્યાં સુધી તે દશાનો અનુભવ થયો નથી ત્યાં સુધી તે નિર્વાણનો ખ્યાલ આવવો અશક્ય છે, માટે તે અનુભવ મેળવવા માટે બુદ્ધના સૂત્રમાં જે સાધનો કહ્યાં છે તે દ્વારા ઉત્સાહમય આગળ વધવાની જરૂર છે. તે માટે બુદ્ધત્વ પ્રાપ્ત કરવા અંત:પ્રેરણા – અંતઃપરીક્ષા પર બૌદ્ધ મત બહુ ભાર મૂકે છે. તેથી નાગાર્જુને નિર્વાણનું વર્ણન કરવા નકારવાચક શબ્દોનો આધાર લીધો છે.
अप्रतीतमसंप्राप्त मनुच्छिन्नमशाश्वतम् । अनिरुद्धमनुत्पन्नमेव निर्वाणमुच्यते । For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International