Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૬૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
નીતિમય રહી પોતપોતાના યોગ્ય ધમાં બજાવે છે, પવિત્ર સંતોને યોગ્ય રક્ષણ અને આશ્રય આપે છે, ત્યાં સુધી વજીનો પરાભવ થવાની આશા ન રાખી શકાય, પણ, તેઓની ચડતી જ સંભવે. પછી તેમણે સંદેશવાહક પ્રધાનને જણાવ્યું કે “જ્યારે હું વૈશાલી (
વજી જાતની રાજ્યધાની)માં હતો ત્યારે તેઓને તેમના કલ્યાણના ઉપરોક્ત માર્ગે મેં ઉપદેશ્યા હતા અને જ્યાં સુધી તેમને આ ઉપદેશ મળ્યો છે અને સન્માર્ગને તેઓ વળગી રહેશે અને નીતિમય જીવન ગાળશે ત્યાં સુધી તેમનો જય છે. તે પ્રધાન ચાલ્યો ગયો. ત્યાર પછી ભિક્ષુઓને પણ એકઠા કરી તેવા જ પ્રકારનો બોધ આપ્યો કે “ભિક્ષુઓ ! જ્યાં સુધી સંઘનાં માણસો હમેશ એકત્રિત થઈ સંપથી કામ લેશે અને સંપથી સંઘનાં કાર્યો કરશે, જ્યાં સુધી તેઓ સતું વસ્તુનો ત્યાગ નહિ કરે, અને દરેક બાબત તેની કસોટી લઈ સ્વીકારશે, જયાં સુધી તેમાં વૃદ્ધ છે તે ન્યાયથી વર્તશે, અને બીજા વૃદ્ધને માન આપી તેઓ પ્રત્યે પૂજ્યભાવ દાખવશે અને તેમનું કથન સાંભળશે,
જ્યાં સુધી તૃણાને અધીન તેઓ નહિ થાય પરંતુ ધર્મભાવનામાં આનંદ પામશે કે જેથી સાધુ પુરુષો તેમને ત્યાં આવી શાંતિથી રહેશે, જ્યાં સુધી પ્રજ્ઞાવાનું રહી સત્યની શોધ કરશે ત્યાં સુધી સંઘની અવનતિ નહિ થશે, પરંતુ ઉન્નતિ જ થવાની. માટે ભિક્ષુઓ ! શ્રદ્ધાથી પૂર્ણ, હૃદયથી વિનયી, પાપથી ભીરુ, જિજ્ઞાસુ, શક્તિમાં બળવાનું, મનથી દઢ અને પ્રજ્ઞાવાન બનો.”
ભિક્ષુઓનો સંયમ ઉપર કહ્યા પ્રમાણે બુદ્ધનો ઉપદેશ મોજમજાનો ત્યાગ, અને ઉગ્ર તપશ્ચર્યા પ્રત્યે અનાદર રાખવા પ્રત્યે છે અને મોજમજા અને તપશ્ચર્યા વચ્ચેનો માર્ગ ગ્રહવા કહે છે તેથી ભિક્ષુઓએ કેવું વર્તન રાખવું જોઈએ એ સમજી શકાય તેમ છે. તેમનો વૈરાગ્ય માત્ર જીવનના બંધનથી છૂટા થવામાં નથી પરંતુ અહંભાવ તદ્દન તજવામાં છે. મસ્તકના કેશ કાઢી નાંખવાથી, પત વસ્ત્ર પહેરવાથી ભિક્ષુતા પ્રાપ્ત થતી નથી પરંતુ ચિત્તને વિષયવાસના અને અહંકાર, હેપ ને લોભથી મુક્ત રાખવાથી પ્રાપ્ત થાય છે. ધમ્મપદ નામના એક બૌદ્ધ પવિત્ર ગ્રંથમાં કથેલ છે કે હસ્ત, પાદ, વાચાને જેણે સંયમમાં રાખ્યાં છે, સંયમીમાં સંયમી જે છે અને જે ભાવનાશીલ, શાંત, સંતોષી, એકાંતવાસી છે તે જ ખરો ભિક્ષુ છે.” છતાં ભિક્ષુ એ તાપસ નથી. તેનો ખોરાક અતિશય હોતો નથી, પણ પોતાને આરોગ્યમય અને બળવાનું રાખે તેટલો ખોરાક તે લે છે. તે પુષ્પમાળા, સુગંધી પદાર્થો, લેપ કે અલંકારનો ઉપયોગ ન કરે, પણ સ્વચ્છ અને સુંદર તો રહે. તેનાં પીતવસ્ત્રો સુંદર અને મનોહર ન હોય પણ સ્વસ્થતા આપે તેવાં હોવાં જોઈએ. તેને રહેવા માટે મહેલો નહિ પણ પવન ન લાગે તેવું છાપરું જોઈએ, તેને ઉચ્ચ યા વિશાલ અધ્યાપલંગ નહિ પણ સાદું બિછાનું તો જોઈએ. તે નૃત્ય, સંગીત કે નાટકમાંથી દૂર રહે, પણ તેથી સમાજના પરિચયથી મુક્ત ન થાય. એકાંતવાસ ગુજારે છતાં દરેક સ્ત્રીપુરુષ તેના સમાગમનો લાભ લઈ શકે કે જેઓ ધર્મચર્ચાથી તેમની પાસે શીખી શકે. તે ખોરાક માગીને ન લે, તેમજ પોતાને અમુક જોઈએ છે એમ બીજાને ન કહે, છતાં તે બીજો આપે ત્યારે જ લઈ શકે. આનું કારણ તેનો પ્રમાદ નથી, પરંતુ બૌદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org