________________
૧. વાચક જોઈ શકશે કે તેમણે બન્ને ધર્મના ઇતિહાસ ને સિદ્ધાન્તોનો સંક્ષેપમાં પરિચય આપવા માટે તે તે વિષયનો દરિયો. ઉલેચ્યો છે. આ ગ્રંથનો વાચનથી. શ્રી મોહનભાઈની લેખનશૈલીનો પણ પરિચય મળે છે. એક વિષયના અનુસંધાનમાં શું શું લખાયું છે તેનો પરિચય મેળવીને વિષયની, સંકલના કરીને તેનું કડીબદ્ધ નિરૂપણ કેવી રીતે થઈ શકે તેનો પણ અંદાજ આપણને મળે છે.”
આચાર્યશ્રી. વિજયપ્રદ્યુમ્નસૂરિજી
5
|
શ્રી મોહનલાલ દ. દેશાઈએ અથાગ મહેનત કરીને આ ગ્રંથ તૈયાર કર્યો છે, જેમાં તેમની, જૈન અને બૌદ્ધ ધર્મની ઊંડી સૂઝ સ્પષ્ટ દેખાય છે. વળી. જૈન ધર્મ-દર્શનને વરેલા. લેખક નવા વિચારો ઝીલવા. એટલા જ ઉત્સુક છે એ સરળતા. અને પ્રામાણિકતા પ્રશંસાને પાત્ર છે.... ૧૯૧૪માં જૈન અને બૌદ્ધ ધર્મો વિષે ખાસ વ્યવસ્થિત લખાયું નહોતું અને બૌદ્ધ ધર્મ-દર્શનની. તો ઘણા ગ્રંથો મળતા પણ નહોતા. એવે સમયે કેટલો પરિશ્રમ કરી શ્રી મોહનલાલ દેસાઈએ આ નિબંધ તૈયાર કર્યો હશે તેની તો કલ્પના જ કરવી રહી.”
ડૉ. એસ્તેર સોલોમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org