Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૬૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
અવતાર છે; કદી પણ મરતો નથી; તેનું શરીર વચમાં વચમાં નવું નિર્મિત થાય છે. બૌદ્ધ ધર્મની આ વાતોએ હિંદુ ધર્મમાં પણ ન્યૂનાધિક્ય રૂપે સ્થાન લીધું છે.'
ભારતમાંથી બૌદ્ધ ધર્મના લોપનાં કારણ (૧) જે મહાનુ રાજા અશોકનો બૌદ્ધ ધર્મને પ્રબલ આશ્રય હતો અને જેના આશ્રય વડે તેનો ઉદય પ્રકાશમાન થયો તેવા મૌર્યસામ્રાજ્યનો લોપ થવાનું કારણ ખાસ જાણવા યોગ્ય છે.
(ક) અશોક જોકે સઇ ધમોને સમાન ગણતો હતો, અને તેના રાજત્વમાં સઘળા ધર્મ – મતો વાંધા વિનાના હતા; તથાપિ તેનાં કેટલાંક અનુશાસનો એથી વિરુદ્ધ ભાવના જણાય છે. “Early History of India’ નામના પુસ્તકના રચનાર પ્રસિદ્ધ વિદ્વાન્ વિન્સેટ સ્મિથ જણાવે છે કે અશોકે કેવળ પાટલિપુત્રમાં પશુવધ બંધ કર્યો હતો, પરંતુ તેના રાજ્યના બીજા અનેક પ્રદેશોમાં બલિદાનનો નિષેધ કરવામાં આવ્યો હતો, એમ તેનાં અનુશાસનો ઉપરથી સ્પષ્ટ જણાય છે. તે સમયના બ્રાહ્મણોમાં બલિદાનનો પ્રચાર ઘણો હતો અને તેથી જ અશોકે તેમના વિરુદ્ધ તેવી આજ્ઞા કરી હતી. બ્રાહ્મણોની પરાપૂર્વથી ચાલી આવેલી પ્રથાને એક શૂદ્રરાજા બંધ કરે, અને તે તેમને અસહનીય થઈ પડે એમાં આશ્ચર્ય નથી. (ખ) પ્રાચીનકાળથી ભારતવર્ષમાં ધર્મને લગતી સઘળી બાબતોમાં બ્રાહ્મણોનું એકાધિપત્ય હતું. જો કોઈ માણસ ધર્મ અથવા સમાજથી બહિર્મુખ થતો તો બ્રાહ્મણો તેને પ્રાયશ્ચિત્ત કરાવતા અને તેની પાસેથી બ્રાહ્મણ-ભોજન લીધા પછી જ તેના અપરાધીને ક્ષમા મળતી હતી, પરંતુ અશોકે ધર્મની વ્યવસ્થા કરનારી મંડળીઓ ઊભી કરી, બ્રાહ્મણોનો એ અધિકાર છીનવી લીધો. અને તે અપમાન બ્રાહ્મણો શાંત ભાવે સહન કરે તેવા ન હતા. (ગ) આ સિવાય બ્રાહ્મણોના ક્ષોભનું એક મોટું કારણ એ હતું કે અશોકે રાજત્વમાં, દંડસુમતામાં અને વ્યવહાસમતામાં પોતાની મરજી મુજબ ફેરફાર કર્યો હતો – એટલે તેણે દંડ અને ન્યાયના સંબંધમાં ઊંચ-નીચનો ભેદ તદ્દન કાઢી નાંખ્યો હતો. આ પહેલાં બ્રાહ્મણોનો અપરાધ ગમે તેવો મોટો હોય તે છતાં તેમને કોઈપણ પ્રકારનો શારીરિક દંડ અથવા ફાંસી દેવામાં આવતી ન હતી. તેમને માટે મોટામાં મોટો દંડ દેશનિકાલનો હતો અને સૌ કરતાં અપમાનકારક દંડ ‘શિખાછેદન'નો હતો. ન્યાયના દરેક કાર્યમાં તેમનું સંમાન જાળવવામાં આવતું હતું. તેમને સાક્ષી આપવી પડતી ન હતી, છતાં કોઈ બ્રાહ્મણ પોતાની ઇચ્છાથી સાક્ષી આપવા જતો, તો ન્યાયાધીશ કેવળ તેનું કહેલું લખી લેતો હતો અને ફરીથી તેને કંઈ પૂછી શકાતું ન હતું. આવી સ્થિતિમાં અનાર્યોની સાથે એકત્ર કારાવાસ ઈત્યાદિ દંડ ભોગવવાની કલ્પના જ બ્રાહ્મણોને અત્યંત દુઃસહ થાય એમાં આશ્ચર્ય જેવું નથી.
૧. મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી, એમ.એ.ના પ્રવાસીમાં આવેલા લેખ પરથી.
[વિશેષ માટે જુઓ વૌદ્ધનીમાંસા (પૃ. ૩૧૧-૩૪૨), આચાર્ય બલદેવ ઉપાધ્યાય | (ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી), ૧૯૭૮.] Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org