________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
જ્યારે મન માયાસમાધિથી લઈને બધી સમાધિ કે જે તથાગતની દશાને ધીમે ધીમે પ્રાપ્ત કરાવે છે તેમાં નીચે જણાવેલ પૂર્વસ્થિતિ લાવ્યા પછી લીન થયેલ હોય છે ત્યારે વિજ્ઞાનની વ્યાવૃત્તિ થતાં નિર્વાણ પ્રાપ્ત થાય છે. તે પૂર્વસ્થિતિ આ પ્રમાણે છે : (૧) બાહ્ય ભાવોના અભાવને સ્વચિત્તની કૃતિમાત્ર છે એવી પ્રતીતિ.
(૨) ચતુષ્કોટિક – એટલે (છે, નથી, છે ને નથી, અને છે પણ નહિ અને નથી પણ નહિ) એ ચાર કોટવાળું ‘તથાત્વ’ છે એવી પ્રતીતિ – યથાભૂતાવસ્થાનદર્શન. (૩) દૃશ્ય વસ્તુનો વિચાર અને ચિત્તનો વિકલ્પ ને ગ્રાહ્ય અને ગ્રાહકની ઉપલબ્ધિ જેનાથી થતી નથી એવા (‘છે’ અને ‘નથી’) એ બે કલ્પનાના છેડાનો ત્યાગ. (૪) સર્વ પ્રમાણનું ગ્રહણ અશક્ય છે – કોઈ પણ પ્રમાણ પ્રમાણરૂપે નથી એનું દર્શન – એવો સાક્ષાત્કાર.
૩૫૬
(૫) તત્ત્વને અતત્ત્વ સમાન વ્યામોહરૂપ ગણી તેનું અગ્રહણ.
(૬) આર્ય ધર્મને સર્વ પ્રમાણના આત્મારૂપ ગણવાની પ્રતીતિ. (૭) બે પ્રકારના નૈરાત્મ્યનો અવબોધ.
(૮) બે પ્રકારના ક્લેશ (ભાવનાહેય ક્લેશ અને દર્શનહેય ક્લેશ) અને બે પ્રકારનાં આવરણનો ત્યાગ.
[બે આવરણ તે ક્લેશાવરણ અને જ્ઞેયાવરણ...] આ રીતે બૌદ્ધના નિર્વાણનું સ્વરૂપ છે.
૧. આનું મૂળ જે છે તે આ છે અને તેનો અર્થ કરવો બહુ મુશ્કેલ છે ઃ
अन्ये पुनर्महामते वर्णयन्ति सर्वज्ञ सिंहनादनादिनो यथा स्वचित्त दृश्यमात्राववोधात् बाह्यभावाभावेनाभिनिवेशाच्चातुष्कोटिक-रहित यथाभूतावस्थानदर्शनात् स्वचित्त दृश्य विकल्पस्यान्तद्वय पतनतया, ग्राह्यग्राहकानुपलब्धैः सर्वप्रमाणाग्रहणा प्रवृत्ति दर्शनात्तत्त्वस्य व्यामोहत्त्वादग्रहणन्तत्त्वस्य तद्व्युदासात् सर्व प्रमाणस्व प्रत्यात्मार्यधर्माधिगमान्नैरास्य द्वयाववोधात् कलेश द्वयावरणद्वय विशुद्धत्वात् भूम्युत्तरोत्तर तथागतभूमिमायादि विश्वसमाधि चित्तमेनो विज्ञान व्यावृत्ते निर्वाणं कल्पयन्ति ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org