Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
પાંચ ગુણ રહેલ છે. જેમ કમલ પાણીથી નિર્લેપ રહે છે તેવી રીતે નિર્વાણ ક્લેરથ નિર્લેપ છે. એક તો જલ ઠંડું હોય છે અને તાપને નિવારે છે તેમ નિર્વાણ શાંત છે અને ક્લેશને નિવારે છે, વળી જલ તૃષા છિપાવે છે. તેમ નિવૉણ વિષયરક્તની અને પુનર્જન્મની તૃષા અને તદ્દન નાશની તૃષા છિપાવે છે. જેમ ઔષધ વિષે ચડેલા પુરુષનું શરણ છે, વ્યાધિને નિવારે છે અને અમૃત સમાન છે તેવી રીતે નિવાસ ક્લેશરૂપી વિષ જેને ચડેલ હોય છે તેનું શરણ છે, દુઃખને નિવારે છે અને અમૃત સમાન છે. જેમ સમુદ્ર મડદાંથી રહિત છે, વિશાલ અને અમર્યાદિત છે અને સ નદીઓનાં પાણીથી છલકાતો નથી, અને વિશાલ પ્રાણીઓનું સ્થાન છે તેવી રીતે નિવૉર ક્લેશરૂપી મડદાંથી રહિત છે, વિશાલ અમર્યાદિત છે અને તેમાં પ્રવેશ કરી પ્રાણીઓથી સંપૂર્ણ થઈ જતો નથી, અને મહાન્ આત્માઓનું - અહંતોનું સ્થાન છે. અન્ન જેમ દરેકનું જીવન ટકાવે છે, સર્વ પ્રાણીનું બલ વધારે છે, કાંતિ આપે છે, દુઃખને નિવારે છે, અને ભૂખથી થતી નિર્બળતાને વિદારે છે, તેવી રીતે નિર્વાણ જા અને મરણનો નાશ કરી જીવનને ટકાવે છે, સર્વ પ્રાણીની ઇદ્ધિની શક્તિ વધારે છે. પવિત્રતારૂપી કાંતિ આપે છે, દરેક ક્લેશથી ઉત્પન્ન થતું દુઃખ વિદારે છે અને ભૂખ તેમજ સર્વ પ્રકારના દુઃખથી નીપજતી નિર્બળતાને દૂર કરે છે. આકાશ જન્મતું નથી, વૃદ્ધ થતું નથી, મરતું નથી, પુનઃ જન્મતું નથી, દબાતું નથી, ચોથી લૂંટાતું નથી. આધારનો ખપ રાખતું નથી, પક્ષીઓને ઊડવાનું ક્ષેત્ર છે, અવ્યાબાધ છે અને અનંત છે તેવી રીતે નિર્વાણ જન્મતું નથી, વૃદ્ધ થતું નથી, મરતું નથી, તેને પુનર્જન્મ નોર અજેય છે, ચોર તેને લૂંટી શકતા નથી, કોઈ પણ આધાર નથી રાખતું અને તે અનં છે. કલ્પરત્ન જેમ દરેક ઇચ્છાને તૃપ્ત કરે છે, આનંદ આપે છે અને પ્રકાશથી સ હોય છે તે રીતે નિર્વાણ દરેક ઇચ્છાને તૃપ્ત કરે છે, આનંદ આપે છે અને પ્રકાર પૂર્ણ હોય છે. રક્તચંદન જેમ દુર્લભ છે, સુગંધમાં તેનાં જેવું કોઈ નથી, રાવે લોકોથી વખણાયેલું છે તે પ્રમાણે નિર્વાણ છે. ઘી રંગે સુંદર, વાસમાં સારું, અને મધુર રસવાળું છે તેમ નિર્વાણ સદાચારે સુંદર, સારું અને મધુર મીઠાશવાળું છે. શિખરની પર નિર્વાણ ઉત્ત, અચલ, અને દુઃપ્રાપ્ય છે, અને ગિરિશિખર પર જેમ રો ઊગતાં ન્ય તેમ નિર્વાણમાં ક્લેશ ઉદ્ભવતા નથી અને શિખર જેમ ખુશ કે નાખુશ કરવાનું ઇચ્છાથી મુક્ત છે તેમ નિર્વાણ છે.”
૩૫૪
નિર્વાણ સંબંધે કૃત્રિમ ભેદ
મહાયાનમાં નિર્વાણના ચાર ગુણ માનવામાં આવ્યા છે નિત્યતા, આ સ્વતંત્રતા અને પવિત્રતા.’ જ્યારે હીનયાનમાં તેનાથી ઊલટા ગુણો છે એમ કેટલાક માનવું છે, પંરતુ ઉપર મિલિંદના પ્રશ્નો કે જે હીનયાનનો એક સંમત ગ્રંથ છે તેનાં ત જ ગુણો મળી આવ્યા છે. છતાં કહેવું જોઈએ કે જેમજેમ વખત વીતતો ગયો તેમ તેમ નિર્વાણ સંબંધેના વિચારમાં ફેર પડતો ગયો છે. હીનયાનવાળા એટલી હદે પર આવી ગયા છે કે નિષ્ફલ અપ્રવૃત્તિ એ નિર્વાણ છે અને તેથી માની વર્તમાન કાલમાં હીનયાનવાળા એવી કલ્પના કરે છે કે પ્રવૃત્તિની સાથે શાંતિ હોય નહિ કે જે
લ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org