Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો
૩૫૫
કલ્પના બુદ્ધના પોતાના ચરિત્ર પરથી નિર્મૂળ કરે છે, કારણ કે તેમણે અતિશય પ્રવૃત્તિમય જીવન ગાળવા સાથે શાંતિ રાખી છે. આમ થવાથી, લંકા, બ્રહ્મદેશ અને સિયામના બૌદ્ધ સાધુઓ પોતાના મહાનું બુદ્ધના ચરિત્ર પ્રમાણે પરમાર્થ જીવન રાખવા અને બીજાનું જીવન ઉન્નત કરવાને બદલે જાદુ આદિ મલિન વિદ્યા ચલાવે છે, ભવિષ્યવાદ કહે છે અને તે પર પૈસા મેળવી પોતાનું ગુજરાન કરે છે. લગ્નની કે જન્મની વખતે જુદીજુદી ક્રિયાઓ કરી અમુક શબ્દો બોલી દ્રવ્ય લે છે. સિંહાલીઝમાં સૂત્રના મંત્રો બોલી લોકોને મોક્ષ આપતા હોય નહિ તેમ કહે છે, જયારે પોતે તે સત્ર સમજતા નથી. આમ બોલવા કરતાં એક ગ્રામોફોનની ચૂડી પર તે સૂત્રવાક્યો ચડાવી તેમાંથી બોલાવતા હોય તો પછી આ બધું બોલવાની માથાકૂટ મટી જાય તેમ છે એમ એક વિદ્વાનું કહેવું છે. આવું લંકા, બ્રહ્મદેશ આદિમાં હીનયાનવાળા સાધુઓ નિવાંણનો જુદો – વિર ખ્યાલ કરી કહે છે તે છતાં તેને માટે હીનયાનને દોષ આવવાનો નથી. તેમાં નિવણ સ્વરૂપ આત્યંતિક નાશ છે એમ કદી નથી એવું સ્પષ્ટ જણાવેલ છે. આ
નિર્વાણનો ખરો અર્થ – નિર્વાણ અને સંસાર એક જ છે એવો નાગાર્જુનનો મત આગળ કહેવામાં આવેલ છે. વસ્તુતઃ સંસાર નિર્વાણની સાથે જે સંબંધ રાખે છે તે મોજું પાણીની સાથે જે સંબંધ રાખે છે તેના જેવો છે. બૌદ્ધ તત્ત્વજ્ઞાનની પરિભાષામા નિવણનો ખરો અર્થ તેના લંકાવતાર સૂત્રમાં સારી રીતે દર્શાવેલો છે : ૧. પ્રાચીન પુસ્તક નામે લંકાવતાર સૂત્રમાં કહેલ છે કે
तत्र केचित्तावन्महामते तीर्थकराः - स्कंधधात्वायतननिरोधाद्रियय वैराग्यन्त्रिलं वैधर्म्यदर्शनाच्चित्तचैत्तकलापो न प्रवर्तते. अतीतानागत प्रत्युत्पन्न विषयाननुस्मरणात दीपवीजानलवदपादानो परमादप्रवृत्तिर्विकल्पस्येति' वर्णयति । अतस्तेषां निर्वाणबुद्धिर्भवति, न च महामते विनाश दृष्ट्या निवार्यते ।।। કેટલાક તીર્થકર-મતવાળા કહે છે કે સ્કંધ, ધાતુ, અને વતનના નિરોદ - ધી વે પય પર વૈરાગ્ય આવવાથી, પદાર્થોમાં રહેતા વૈધમ્મ ઉપર ધ્યાન રાખવાથી વિચાર અને વિચારની અમૂલ દૂર થાય છે –- પ્રવતતો નથી; ભૂત, ભવિષ્ય અને વર્તમાન વિષયોને આ એ ન થવાથી જેમ દીપ બુઝાઈ જાય છે, બીજ નાશ પામે છે અને અને લવાઈ જાય છે તેમ ઉપાદ , અટકતાં વિકલ્પ પ્રવૃત્તિ થતી નથી. આ નિવો સંબંધેનો ખ્યાલ તેમનો છે, પરંતુ છે. મહામતે ! વિનાશદષ્ટિથી એટલે સર્વનો વિનાશ થવા પછી ઉત્પન્ન થતું નિવારણ – એ ખ્યાલ
સત્ય નથી ! ૨. આ જ વાત નાગાર્જુન બીજી રીતે કહે છે.
य आजवंजवीभाव उपादाय प्रतीत्व वा सोऽप्रतीत्यानुपादाय निर्वाणमुपदिश्यते ।।
- પાધ્યમિક શાસ્ત્ર [‘આ જ વાત માધ્યમિકકારિકામાં નાગાર્જુને અન્ય રીતે કરી છે.
अग्रहीणसम्प्राप्तमनुच्छिन्नमशाश्वतम् ।
अनिरुद्धमनुत्पन्नमेतन्निर्वाणमुच्यते ।। - જે કારણ અને કાર્યની પરંપરાની અસર નીચે “સંસાર' છે તે કારણકાની સત્તાની મુક્ત થયે નિવાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org