________________
બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો
૩૫૧
|| - ] ! એની કલ્પના બલ્કની નાની નથી કારણ કે તે ભગવદ્ગીતાનો 4 -
અર્જુન ને ઉપદેશ કરે છે તેમાં પણ તે કલ્પના આવે છે . એક દષ્ટિએ તથાગતગર્ભ વેદાંતીઓના પરમ માની સાથે સમાનતા ધરાવે છે. વેદો પરનામામાંથી સર્વ જગત્ ઉત્પન્ન થયેલું માને છે. આ પરમાત્મા શબ્દ બૌદ્ધો જતા હતા. પરંતુ બૌદ્ધ અને વેદાંતીના પરમાત્મા સંબંધના વિચારો ભિન્ન છે. લંક દેવતાર સૂત્રમાં નીચેનો બુદ્ધ અને તેના એક બોધિસત્ત્વ નામે મહામતિ સાથેનો ર. વાદ છે તે પરથી જણાશે કે બુક તે વાત પર બહુ ભાર મૂકે છે.
મહામતિ બોધિસત્વે પૂછવું હે ભગવન્ ! તથાગતગર્ભ એ કંધ, ધાતુ અને આરતનથી, ન જેમ મલથી ઢંકાયેલું હોય તેમ, ઢંકાયેલું દરેક પ્રાણીના શરીરમાં રહે છે એમ આપે જણાવ્યું. વળી તે સ્થાયી, નિત્ય, આનંદમય અને સનાતન છે એમ આપે વાવેલ છે. તો તથાગતગર્ભની આ સિદ્ધાંત અન્ય તીર્થકરી” – દર્શનો કે જે એમ માને છે કે આત્મા કર્યા છે, નિત્ય સ્થાયી છે, સર્વવ્યાપી, અવિનાશી અને નિર્ગુણ છે. તેના તે આત્મવાદ જેવો શું નથી ?'
આના ઉત્તરમાં ભગવાને મહામતિને જણાવ્યું – “ઓ મહામતિ ! તથાગતગર્ભનો મારા સિદ્ધાંતમાં અને અન્ય તીર્થકરો – દર્શનના આત્મવાદમાં ઘણો તફાવત છે. પરંતુ તથાગતોએ શૂન્યતાભૂતની કોટીમાં આવતો સનિર્વાણ, નિર્જન્મ (અનુત્પાદ), અનિમિત્ત, અપ્રતિહિત (કલ્પના – વિચાર વગરનો) તથાગતગર્ભ ઉપદેશીને તથાગતો – અહંતો સમ્યક સંબુદ્ધ એવા બાલોને – મંદધીને નૈરાગ્યના ત્રાસમાંથી દૂર રાખવાને નિર્વિકલ્પ, નિરભાસગોચર (વિચાર અને વિકલ્પ રહિત) એવા પ્રકારનો તથાગત ગર્ભ ઉપદેશ છે. મહામતિ ! અત્ર અનાગત (ભવિષ્યના) અને પ્રત્યુત્પન્ન (હવેના) બોધિસત્ત્વોએ -- મહાસત્ત્વો એ આત્મામાં અભિનિવેશ કરવા યોગ્ય નથી. અને જેવી રીતે કુંભાર માટીના પરમાણુના એક ઢગલામાંથી વિવિધ વાસણ હસ્તશિલ્પ, દંડ, પાણી, દોરો અને પ્રયત્નના યોગ વડે બનાવે છે, તેવી રીતે તથાગતો સર્વવિકલ્પ લક્ષ્મણથી નિવૃત્ત – મુક્ત એવા ધર્મના દિગ્ય જગન્ના) નરામ્યનો પ્રજ્ઞા અને કૌશલ્યથી, કોઈ વખત તથાગતગર્ભના ઉપદેશથી અથવા કોઈ વખત નેરાના ઉપદેશથી કુંભકારની માફક ચિત્રવિચિત્ર પદવ્યંજનપર્યાયથી ઉપદેશ કરે છે. આ કારણથી મહામતિ ! તીર્થકરો (દર્શનો)નો આત્મવાદોપદેશ જેવો મારો તથાગતગર્ભોપદેશ નથી; વળી આવી રીતે તથાગતગર્ભોપદેશ આત્મવાદમાં. અભિનિવિષ્ટ એવા તીર્થકરોને આકર્ષવા માટે તથાગતો કરે છે, કારણ કે તેમ ન થાય તો તેઓ કે જે આત્મા નથી છતાં આત્મા છે એવા વિકલ્પમાં પડેલા છે અને ત્રણ જાતના વિમોક્ષમાં જેના આશયો પડી રહેલા છે તે અત્યંત અનુત્તર (લોકોત્તર) એવી મ્યુક્સબોધિ કેમ જાણી શકે ? એટલા માટે છે, મહામતિ ! તથાગતી – અહેન્તી સમ્યક્સબુદ્ધને તથાગતગર્ભનો ઉપદેશ કરે છે અને તે તીર્થકરના આત્મવાદ તુલ્ય નથી. તે માટે તે તીર્થકરની દષ્ટિને દૂર કરવા માટે તથાગત નૈરાત્મગર્ભને અનુસરવું તારે ઇટ છે.” ૩. નિર્વાણ શાંતિમય છે - નિર્વા શાસ્તમ્
નિર્વાણનો સિદ્ધાંત – અનિત્યવાદ અને વૈરાગ્યવાદ એ બંને વિશે આપણે કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org