Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૩૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
રહેલો ઘટ બીજા સ્થાનને વિષે રહેલાં એવાં અનંત દ્રવ્યથી વ્યાવૃત્ત હોવાને લીધે તેના પરપર્યાય અનંત છે.
કાલથી તે સુવર્ણઘટ નિત્યરૂપે તે સ્વદ્રવ્યથી હતો, છે, અને રહેશે (કારણ કે પુદ્ગલના પરમાણુ નિત્ય છે અને કદીપણ નાશ પામતા નથી) એટલે આ ઘટ કહીંથી પણ વ્યાવૃત્ત નથી, પણ તે જ પાછો આ યુગમાં રહેલા રૂપે વિવક્ષિત થાય છે તેથી તે રૂપે છે, તે ભૂત અને ભવિષ્યના યુગમાં રહેલા રૂપ નથી. આ યુગમાં પણ આ વર્ષ સંબંધે તે છે, ભૂત અને ભવિષ્યાદિ સંબંધે નથી. આ વર્ષમાં પણ વસંતઋતુ સંબંધે છે, અન્ય ઋતુ સંબંધ નથી, તેમાં પણ નૂતનત્વ રૂપે છે, પુરાણત્વરૂપે નથી, તેમાં પણ વર્તમાન ક્ષણ રૂપે છે, અન્ય ક્ષણ રૂપે નથી. એમ કાલથી સ્વપર્યાય અસંખ્ય છે કારણકે એક જ દ્રવ્ય અસંખ્ય કાલમાં સ્થિતિ રહે છે. અનંતકાલમાં રહેવાપણાથી તે અનંત પણ કહેવાય. પરપર્યાય પણ અનંત છે કારણકે વિવક્ષિત કાલ કરતાં બીજા કાલમાં રહેલા અનંત દ્રવ્યથી વ્યાવૃત્તિ છે.
હવે ભાવથી જોઈએ. સુવર્ણઘટ પીતવર્ણથી છે, નીલાદિ વર્ણરૂપે નથી. પીળો છતાં અમુક પીળા દ્રવ્ય કરતાં એક ગણો પીળો, બીજા કરતાં બમણો, કેટલાક કરતાં ત્રણ ગણો પીળો છે ઇત્યાદિ – આ પ્રમાણે પીળાપણાથી અનંત સ્વર્યાય થયા: અપીતવર્ણવાળા એવા દ્રવ્યના જૂનાધિકત્વને લઈ અનંતભેદવાળાં એવા નીલાદિ વર્ણ થકી વ્યાવૃત્તિરૂપ પરપર્યાય પણ અનંત છે. એ પ્રમાણે રસ, ગંધ, સ્પર્શની અપેક્ષાએ સ્વપર્યાય અને પર્યાય અનંત છે. વળી શબ્દથી, સંખ્યાથી, સર્વ સાથે સંયોગ – વિયોગથી, પરિમાણથી (નાનું મોટું), પરત્વ-અપરત્વ (પર્સર) થકી, દિશાવિદિશા થકી, જ્ઞાન થકી, કર્મ (જલાપહરણ, અન્ય સ્થાન પ્રાપણ ઇત્યાદિ)થી, સામાન્યથી, વિલેપથી, સંબંધથી (આધારાધેયભાવ ઇત્યાદિ) ઘટના સ્વધર્મ અને પરધર્મ – સ્વપર્યાય અને પર્યાય અનંત અનંત થાય. તેમાં પણ ઉત્પત્તિ, વિનાશ, સ્થિતિ પુન:પુનઃ અનંતકાલમાં અનંત વાર થઈ, થાય છે અને થશે તેથી તેની અપેક્ષાએ પણ વસ્તુના ધર્મ અનંત
આમ સ્વપર્યાયથી વિદ્યમાન (સ્તિ) અને પરણ્યાંયથી અવિદ્યમાન (નાસ્તિ) દરેક વસ્તુ છે.
હવે આ બંને પર્યાય યુગપતું (સમાન કાલે) કહેવાઈ ન શકાય, કારણ કે જે જે કહેવું થાય છે તે શબ્દથી થાય છે અને શબ્દથી જે કહેવાય તે ક્રમથી જ કહી શકાય. છે. આથી વસ્તુના ધર્મ વિવાળે છે એટલે પ્રત્યક્ષેત્ર કાળભાવાદિ પ્રત્યેક પ્રકાર અવક્તવ્ય ધર્મ અને અન્ય દ્રવ્ય થકી વ્યાવૃત્ત હોવાથી અવક્તવ્ય પરધર્મ પણ અનંત
આ જ રીતે – જેમ એક ઘટનું અનંતધર્મત્વ બતાવ્યું. તેમ આત્માદિ સર્વે વસ્તુમાં પણ ઘટાવવું.
હવે અહીં કોઈ એમ કહેશે કે જે સ્વયોય છે તે તો અમુક વસ્તુના સંબંધી હોય તો તે દીક છે, પંરતુ પરણ્યાંય તો તેથી ભિન્ન વસ્તુને આશ્રિત છે એટલે તે પ્રકૃત વસ્તુના જ યોય તરીકે કેમ કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org