________________
૨૪૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
પરહિતાર્થકારી – સ્વાર્થ વગર અન્યનું હિત કરનારો, અને ૨૧. લબ્ધલક્ષ – ચંચળ અને કાર્યદક્ષ. શ્રાવકનાં ૧૨ વ્રત
૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ ૪. સ્થૂલ અબ્રહ્મચર્ય વિરમણ ૫. સ્થૂલ પરિગહ વિરમણ. આ પાંચ અણુવ્રત છે. આ ઉપરાંત ત્રણ ગુણવ્રત નામે ૬. દિશા પરિમાણ વ્રત ૭. ભોગોપભોગ પ્રમાણ, ૮. અનર્થ દંડ વિરતિ છે, અને ૪ શિક્ષાવ્રત નામે ૯. સામાયિક, ૧૦. દેશાવકાશિક, ૧૧. પૌષધોપવાસ અને ૧૨. અતિથિ સંવિભાગ છે.
પાંચ અણુવ્રત – શ્રાવકનાં ઉપરોક્ત પાંચ વ્રત અણુ એટલે લઘુ - સાધુના પંચ મહાવ્રતની અપેક્ષાએ – ગણાય છે.
૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ - સ્થૂલ અહિંસા. પ્રમત્તપણાના યોગથી પ્રાણીનો નાશ કરવો તે પ્રાણાતિપાત છે. તે સૂક્ષ્મ અને સ્કૂલ એમ બે પ્રકારે છે. પૃથ્વી વગેરે સ્થાવર (એકેંદ્રિય) જીવોની હિંસા તે સૂક્ષ્મ પ્રાણાતિપાત છે. હદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેદ્રિય (એ ત્રસ) જીવોની હિંસા તે સ્થૂલ પ્રાણાતિપાત છે, અને તેનાથી દૂર રહેવું તે આ પ્રથમ અણુવ્રત છે. સાધુઓ સૂક્ષ્મપ્રાણાતિપાતથી દૂર રહી શકે છે એટલે એકેંદ્રિય (સ્થાવર)ની દયા પણ પાળી શકે છે તેથી તેના આ વ્રતને મહાવ્રત કહેવામાં આવે છે.
આ અણુવ્રતના પાંચ અતિચાર (વિરાધના, દેશભંગ) છે કે જે કરવાથી વ્રતનો અમુક અંશે પણ ભંગ થાય છેઃ (૧) બંધ – દોરી, રસ્સીથી બાંધવું, (૨) વધ – તાડન કરવું, ચાબુક વગેરેથી મારવું (૩) છવિચ્છેદ – કવિ એટલે ચામડી તેનો છેદ એટલે છરી વગેરેથી કાપવું, (૪) અતિભારારોપણ – ઘણો બોજો પ્રાણી ઉપર નાંખવો, (૫) અત્રપાનનિરોધ - અન્ન અને પાણીનો અભાવ કરવો – ન આપવો.
આ અતિચાર જેનું અંતઃકરણ કોધ તથા લોભાદિ કષાયમલથી કલંકિત થયેલું હોય છે અને પ્રાણીઓના પ્રાણને નાશ કરવામાં જે અપેક્ષા રહિત છે તેને લાગે છે, પણ જે બંધ વગેરે કરવામાં અપેક્ષાસહિત એટલે ઢોર વગેરેને બાંધી ઘેર રાખવા માટે બંધ વગેરે કરે છે તેને અતિચાર લાગતી નથી.
૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ – સ્કૂલ સત્ય. સ્થૂલ એટલે મોટા અસત્યનો ત્યાગ કરવો તે. ઉત્તમ પુરુષ તો સર્વદા મૃષાવાદનો ત્યાગ કરે, પણ તેમ જો ન બની શકે તો પાંચ મોટાં અસત્ય તો ન જ બોલે – તેનો ત્યાગ કરે. તે પાંચ ચૂલમૃષાવાદ આ છે : (૧) કન્યાલીક – કન્યાસંબંધે જૂઠું. તેના સંબંધે ઊલટસૂલટું બોલી તેનો બીજા સાથે લગ્નસંબંધ કરી આપે કે જેથી જન્મભર દુઃખ સહન કરવું પડે. માટે તેવું જૂઠું ન કરવું. (૨) ગવાલીક – ગાય આદિના સંબંધે જૂઠું. ગાય સારી છે, દૂધાળી છે, ૧. સરખાવો. શ્રીમદ્ ભાગવત.
अहिंसा लक्षणो धर्मो ह्यधर्मः प्राणिनां वधः । तस्माद्धर्माभिलाषिभिः क्रियते प्राणिनां दया ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org