Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૭૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ભાષામાં ઈ.સ. પ૫૭-૫૬૯માં અવતરિત થયું છે. તેણે બહુસંખ્યક કિંમતી ગ્રંથો રચ્યા અને તેનો તર્કશાસ્ત્ર નામનો ગ્રંથ બૌદ્ધ સાહિત્યમાં ન્યાય પરનો શ્રેણીબદ્ધ ગ્રંથ કહેવાય
આચાર્ય દિગ્ગાગ – (ઈ.સ.૫૦૦ની આસપાસ) આંધ્ર (હાલનું મદ્રાસ ઇલાકાનું તેલિંગન) દેશમાં કાંચી નગર પાસે સિંહવત્રમાં જન્મ્યા હતા. તે વસુબંધુના શિષ્ય થયા અને પછી નાલંદના વિદ્યાલયમાં બ્રાહ્મણ સુદર્જયને અને બીજા વાદીને વાદમાં હરાવી બૌદ્ધ કર્યા. આથી ‘તર્કડુંગવ'નું બિરુદ મેળવ્યું. ઓરિસામાં રાજાના કોશાધ્યક્ષ ભદ્રપાલિતને બૌદ્ધ ધર્મમાં લાવ્યા. વિશાલ વિદ્વાનું અને પ્રજ્ઞાવાનું તે હતા. પલ્લવ વંશના બૌદ્ધ રાજા (કે જે આંધ્રના નાશ પછી – ૪૩૬ સન પછી સત્તાધીશ થયા અને પછી જેને તેના વેગીના રાજ્યમાંથી પૂર્વના ચાલુક્યવંશીય કુન્જ વિષ્ણુવર્ધને હાંકી કાઢયા. ઈ.સ. ૫૫૨-૫૮૦માં પલ્લવરાજાની રાજધાની કાંચી પશ્ચિમના ચાલુક્યવંશીય રાજા વિક્રમાદિત્ય પહેલાએ લઈ લીધું)ના વખતમાં દિગ્ગાગ થયા. તે પરથી જણાય છે કે તે પ૦૦ સનની આસપાસ હતા. કવિ કાલિદાસ પોતાના કાવ્યને દિગ્ગાગના સ્થૂલહસ્તથી દૂર રાખવાનું કહે છે (મેઘદૂત ગ્લો. ૧૪) તેમજ બીજા ગ્રંથકારો – વેદાંતી અને જેનો તેની સામે થયા છે. તેમના ગ્રંથો પ્રતિભાથી પૂર્ણ છે. નામે પ્રમાણસમય, ન્યાયપ્રવેશ, હેતુચક્ર હર્મરૂ; તે સિવાય તેમણે પ્રમાણસમુચ્ચય વૃત્તિ, પ્રમાણશાસ્ત્રપ્રવેશ, આલંબનપરીક્ષા અને તેની વૃત્તિ, ત્રિકાલ-પરીક્ષા વગેરે ગ્રંથો રચ્યા છે.
ધર્મપાલ (ઈ.સ. ૬૦૦–૬૩૫ આસપાસ) – તે નૈયાયિક દ્રાવિડ દેશના કાંચીપુર (મદ્રાસમાં હાલનું કાંજીવરમ)નો રહેવાશી અને મંત્રીપુત્ર હતો. તેની યુવાનવયે રાજા અને રાણીએ પોતાને ત્યાં નોતર્યો હતો. ત્યાં દુઃખ અને શોકથી પીડાતાં એકદમ ભિક્ષુનાં વસ્ત્ર પહેરી ચાલી નીકળ્યો. જન્મથી જ તેનામાં બુદ્ધિચાપલ્ય હતું. નાલંદાના વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ પામી મહાનું પદ મેળવ્યું. તેણે ભતૃહરિ સાથે પાણિનિના વ્યાકરણ પર ભેદાવૃત્તિ લખી છે. તે યોગાચાર દર્શનને માનતો. તેના ગ્રંથો આલંબન-પ્રત્યય-ધ્યાનશાસ્ત્ર વ્યાખ્યા, વિજ્ઞપ્તિમાત્રતા સિદ્ધિશાસ્ત્ર વ્યાખ્યા ને શતશાસ્ત્ર વૈપુલ્ય વ્યાખ્યા છે.
આચાર્ય શીલભદ્ર (સન ૬૩૫ આસપાસ) - તે સમતટ (બંગાલ)ના રાજાના વંશનો અને બ્રાહ્મણકુલનો હતો. ધર્મપાલનો શિષ્ય અને નાલંદાના વિશ્વવિદ્યાલયમાં પછી મુખી થયો હતો. તે ન્યાય અને શાસ્ત્રમાં નિપુણ હતો.
આચાર્ય ધર્મકીતિ (સન ૬૩૫ – ૬૫૦ આસપાસ) – ચુડામણિ દેશમાં (ઘણું કરી ચોડ કે ચોલ દેશ કે જે પૂર્વ દક્ષિણ પ્રાંતમાં આવેલ છે), બીજાના કહેવા પ્રમાણે ત્રિમય દેશમાં (બંને એક જ દેશ લાગે છે) બ્રાહ્મણકુળમાં જન્મ પામી ૧૬ વર્ષની ઉંમરે તો સર્વ દર્શનોના તત્ત્વજ્ઞાનમાં નિષ્ણાત થયો હતો, પરંતુ બૌદ્ધોના સહવાસથી તેના ધર્મ પર વળતાં બૌદ્ધ ઉપાસકનો વેશ લીધો અને બ્રાહ્મણોએ જાતિ બહાર કર્યો. ત્યાંથી મધ્યદેશ (મગધ)માં આવતાં આચાર્ય ધર્મપાલે સંઘમાં લીધો અને અને તિપિટકનો અભ્યાસ પૂર્ણ રીતે કર્યો. પ00 સૂત્રો અને ધારણીઓ મુખપાઠ કર્યો. અન્ય દર્શનોનો અભ્યાસ કરવા ગુલામનો વેશ લઈ કુમારિલ નામના તીર્થિકને ત્યાં જઈ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org