Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૮૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
નાનું મહાજનસત્તાક રાજ્ય હતું. ગૌતમના પિતા શુદ્ધોદન અને તેની માતા માયાદેવી કે જેના પિતાનું નામ સપ્રબુદ્ધ હતું તે પણ શાક્યકુલનાં હતાં. માયાદેવીની બહેન નામે મહાપ્રજાપતિ (ગૌતમી) પણ શુદ્ધોદનની બીજી સ્ત્રી હતી. માયાદેવી પ્રસૂતિ માટે પિયર જતાં રસ્તામાં જ લંબિનિ વનમાં પ્રસ્ત થઈ પુત્રનો જન્મ આપ્યો. તે જ બુદ્ધ. તેનું મૂળ નામ સિદ્ધાર્થ પાડ્યું હતું એમ કહેવામાં આવે છે. પરંતુ તિપિટકમાં તે નામ ક્યાંય પણ જણાતું નથી.) આ બોધિસત્વ –- ભાવી બુદ્ધ હતા. તેના જન્મસમયે થયેલા કહેવાતા ચમત્કારોને તિપિટકમાંથી આધાર મળતો નથી.
બોધિસત્વ જમ્યા પછી તેની માતાની સાથે તેને શુદ્ધોદન રાજા પોતાના મહેલમાં લઈ ગયો. અસિત નામના ઋષિએ આવી એવું ભવિષ્યકથન કહ્યું કે “આ કુમાર જંગનો ઉદ્ધારક થશે.” (જુઓ સુત્તનિપાત્ત ગ્રંથ). માયાદેવી પ્રસૂતિ થયા પછી સાતમે દિવસે સ્વર્ગસ્થ થઈ (જુઓ વિનયપિટકનો ચુલ્લવગ્ન નામનો ગ્રંથ). આ પરથી આધ્યાત્મિક દષ્ટિએ એમ કહેવામાં આવે છે કે જ્યાં બોધિ – જ્ઞાન – પ્રકાશનો આવિષ્કાર થાય ત્યાં માયા – અંધકાર રહે જ નહિ. આથી આ કુમારના પાલનપોષણનું કામ તેની બહેન નામે ‘મહાપ્રજાપતિ’ કે જે તેની શોક થતી હતી તેના પર પડ્યું અને તેણીએ આ કામ ભારે ઉલ્લાસ અને પ્રેમથી સ્વીકાર્યું.
બોધિસત્વે ગૃહત્યાગ કર્યો તે પહેલાંની વાત બુદ્ધચરિત આદિ ગ્રંથમાં ચમત્કારિક રીતે વર્ણવી છે. શુદ્ધોદન રાજા પોતાના પુત્ર સંબંધે જોષીએ કથેલા ભવિષ્યથી તેમજ તેના પર પોતાનો વાત્સલ્યભાવ અપૂર્વ હોવાથી તેના પર પુષ્કળ કાળજી અને દેખરેખ રાખવા લાગ્યા. દરેક જાતનાં ભોગ અને ઉપભોગનાં સાધનો તેના માટે ખાસ ત્રણ મહેલ બંધાવી રાખ્યાં, તે ઉપરાંત દાસ-દાસીઓ અનેક રાખી તેને કોઈપણ જાતનાં શોક, ગ્લાનિ કે દુઃખ પેદા ન થાય એવી સમગ્ર સામગ્રી પૂરી પાડી અને ચીવટાઈથી કામ લેવામાં આવ્યું. ગાયનાદિ લલિત કલા, ધનુર્વેદ વગેરે તેના પદને યોગ્ય એવું ઉચ્ચ પ્રકારનું યુદ્ધશિક્ષણ, મૃગયાદિ વિનોદ વગેરે વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી કે જેથી તેનો સર્વકાલ તેની ઇચ્છા પ્રમાણે સુખમાં જાય. આમ રાજમહેલોમાં રહી મોજમજા તે ભોગવતો. આવી સ્થિતિમાં કોઈ પણ કુમાર યથેચ્છ વર્તન રાખનાર મોજશોખી અને ઘણે ભાગે નક્કી થઈ જાય, પરંતુ આ કુમાર પોતાના અલૌકિક અંકુરોને લીધે ઊલટો દઢનિશ્ચયી અને સ્વાશ્રયી બન્યો. પિતાને મને એમ કે એકાદ દુઃખદ પ્રસંગ કુમારને પ્રાપ્ત થતાં તે માત્ર શમશાનવૈરાગ્યનો વિષય ન બનવા ઉપરાંત દઢ વૈરાગ્યનું રૂપ ધારણ કરશે, પરંતુ દુનિયાની વિષમ બાજુનું જ્ઞાન સંતતિને ધીરેધીરે આપવું એ ઔષધ ગણાય છતાં અમર્યાદ પિતૃપ્રેમને લઈ શુદ્ધોદને દુઃખ એ શું છે એનો ખ્યાલ જ ન આવે તે રીતે વિશેષ કાળજી રાખવા લાગ્યા. ૧૬મા વર્ષની વયે કોલીવંશના રાજાની પુત્રી નામે *યશોધરા સાથે તેને પરણાવ્યો અને તે સંયોગે રાહુલ નામનો પુત્ર થયો. વખત જતાં એક વખત અકસ્માત્ તેને બહાર ફરવા જવાની ઈચ્છા થઈ, અને ચા નામના પોતાના ૧. આ નામ ગ્રંથો પરથી જણાય છે, પરંતુ આ જ તેનું ખરું નામ કે નહિ તે ખાતરીથી કહી
શકાય નહિ, કારણકે તેમાં ‘ભદુકા’ – ભદ્રકૃત્યા વા ગોપા એવાં નામ પણ જોવામાં આવે છે. વળી બિંબો અને ક્યાંક યશોવતી એ નામ પણ આપેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org