Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ચાર આર્યસત્ય
૩૧૩
કેટલાક એવા પ્રશ્નો છે કે જેનો ઉત્તર શોધવા જેવો નથી. ઉત્તર શોધતાં દષ્ટિ સમ્યક્ રહે નહિ. જેવા કે જગતુ નિત્ય કે અનિત્ય છે, સાન્ત કે અનંત છે ? આત્મા દેહથી ભિન્ન છે કે અભિન્ન છે, બુદ્ધ મરણ પછી વિદ્યમાન રહે છે કે અવિદ્યમાન ? વગેરે. આનું કારણ બૌદ્ધ શાસ્ત્ર એવું આપે છે કે જેમ એક માણસ શલ્યથી વીંધાયો હોય તે વખતે તે શલ્ય કોણે માર્યું, તેનું નામ અને કુલ શું, તે ઊંચો છે કે ઠીંગણો છે એ પ્રશ્નોના ઉત્તર મેળવવામાં વખત કાઢવા કરતાં તેણે તે શલ્ય દૂર કરવાના પ્રયત્ન કરવાની જરૂર છે. પણ જ્યાં સુધી તે પ્રશ્નોના ઉત્તર ન મળે ત્યાં સુધી તે મનુષ્ય પોતાનું શલ્ય કાઢવા પ્રયત્ન ન કરે તો તે મરણ પામે, તેવી રીતે જગતું નિત્યાનિત્ય છે વગેરે પ્રશ્નોમાં ઊતરવાની જરૂર નથી, પરંતુ જેનાથી દુઃખ થાય છે તેનાથી વિરમવાની, તેને દૂર કરવાની જ જરૂર છે.
સમ્યગ્દષ્ટિના બે પ્રકાર છે : ૧ લોક્ય સમ્યગ્દષ્ટિ ૨. લોકોત્તર સમ્યગ્દષ્ટિ. લોકોત્તર સમ્યગ્દષ્ટિ નિવણમાર્ગમાં સમાવિષ્ટ થયેલા વ્યક્તિના ચાર ભેદ નામે સ્રોતાપત્ર (સીતાપન્ન), સકૃદાગામી (સક્કાગામી), અનાગામી અને અહં (અરહા)માં હોય છે. આ ચારેમાં તફાવત જોવા આપણે દશ સંયોજન એટલે બંધનનો વિચાર કરીએ. દશ સંયોજન
સંયોજન એટલે જેનાથી જન્મ સાથે જોડાવું રહે છે તે. તે દશ છે : ૧. સત્કાયદષ્ટિ (સક્કાયદિઠિ) એટલે આત્મા એ ભિન્ન પદાર્થ હોવાથી તે નિત્ય છે એવી દૃષ્ટિ. આમાં ઉચ્છેદ અથવા વિભવદષ્ટિ એટલે આ દરય જીવન છે તે આત્મા છે કે જે દેહનો નાશ થાય કે તરત જ નાશ પામે છે એવી માન્યતા, અને શાશ્વત અથવા ભવદષ્ટિ એટલે આત્મા દેહથી સ્વતંત્ર છે અને તે દેહનો નાશ થતાં નિત્ય રહે છે એવી માન્યતા – એમ બંને માન્યતાનો સમાવેશ થાય છે. ૨. વિચિકિત્સા (વિચિકિચ્છા) એટલે બુદ્ધ, ધર્મ અને સંઘ એ ત્રણ રત્ન વિષયે શંકા કિંવા અવિશ્વાસ, ૩. શીલવ્રત પરામર્શ (સીલબ્ધત પરામાસ) - સ્નાનાદિ વ્રત અને ક્રિયાઓથી મુક્તિ મળે એવો વિશ્વાસ, ૪. કામરાગ એટલે કામવાસના, ૫. પટિઘ એટલે ક્રોધ, ૬. રૂપરાગ એટલે બ્રહ્મલોકાદિની પ્રાપ્તિની ઈચ્છા, ૭. અરૂપરાગ એટલે અરૂ૫ દેવલોકની પ્રાપ્તિની ઇચ્છા, ૮. માન એટલે અહંકાર, ૯. ઔદ્ધત્ય (ઉદ્ધચ) એટલે બ્રાંતચિત્તતા અને ૧૦. અવિદ્યા (અવિજ્જા).
આમાંના પહેલા ત્રણમાંથી મુક્ત રહેનારને શ્રોતાપત્ર (એટલે અહપદના સ્ત્રોત - પ્રવાહની પ્રાપ્તિ કરનાર) કહે છે. તે થયા પછી જ્યારે તેનું મૃત્યુ થાય ત્યારે તે દેવલોક અને મનુષ્યલોકમાં વધુમાં વધુ સાત વખત જન્મ લે છે અને એ છેલ્લા – સાતમા ભવમાં તેને મોક્ષ અવશ્ય મળવો જ જોઈએ. પહેલાં ત્રણ સંયોજનનો નાશ કરી ચોથું અને પાંચમું સંયોજન સ્થૂલ રૂપે દૂર થયાં અર્થાત્ કામરાગ, દ્વેષ અને મોહ
Jain Education International
-For Private & Personal Use Only
www.jainelibrary.org