Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ચાર આર્યસત્ય
આ ઉ૫૨થી પ્રાણીઓ અવિદ્યાથી તૃષ્ણાબદ્ધ થતાં અહીંતહીં સુખ માટે ભટકે છે અને તેથી ફરી નવો જન્મ લે છે; અને લોભ, દ્વેષ અથવા મોહથી કરવામાં આવેલાં કર્મો પક્વ થતાં તેનું ફળ તે આ ભવમાં કે આવતા ભવમાં ભોગવે છે. અવિદ્યા દૂર થતાં કર્મ નિર્મૂળ થાય છે અને તેથી નવીન ભવ લેવો પડતો નથી. આ પ્રમાણે બૌદ્ધો કર્મવાદ સ્વીકારે છે, પરંતુ અન્ય દર્શનોથી લઈ તેને પોતાના સિદ્ધાંતાનુસાર મરડીને રચેલો તેમનો કર્મવાદ છે કે જે આપણે હવે પછી જોઈશું.
આ પ્રમાણે બુદ્ધ નિષેધનો, નાશનો ઉપદેશ કરે છે. તે નાશ શેનો ? તો લોભ, દ્વેષ અને મોહનો નાશ તેમજ જુદી જાતનાં દુઃખનો, અકુશલ ચિત્તનો નાશ એટલે તૃષ્ણાનો નાશ. તૃષ્ણાના સર્વતોભાવથી પરિત્યાગ કરવાથી જ દુઃખનો નિરોધ થાય છે અને આ તૃષ્ણાના નાશનું નામ જ ‘નિર્વાણ’ છે. આથી નિર્વાણનું એક નામ ‘તૃષ્ણાક્ષય’ છે અને બીજું ‘અનાલય’ છે.
૨. બીજું અંગ સમ્યક્ સંકલ્પ આ ત્રણ પ્રકારનાં છે : (૧) નૈષ્કર્માં સંકલ્પ જગત્ની રીતોના ત્યાગનો વિચાર એટલે એકાંતવાસ સુખનો સંકલ્પ (સાધુજીવનનો વિચાર)
(૨) અવ્યાપાદ સંકલ્પ = કોઈ પ્રત્યેના અનિષ્ટ વિચાર ન કરવા શુભ વિચાર દરેક પ્રત્યે રાખવા એટલે પ્રાણીમાત્ર પર શુદ્ધ પ્રેમની ભાવના રાખવી. (૩) અવિહિંસા સંકલ્પ બીજાને તેમજ પોતાને ત્રાસ ઉત્પન્ન ન થાય એવી ઇચ્છા (ક્રૂરતાથી દૂર રહેવાનો વિચાર).
આ ત્રણ સંકલ્પને સમ્યક્ સંકલ્પ કહેવામાં આવે છે. આ સંકલ્પ બરાબર પરિણમવાથી બૌદ્ધ દીક્ષા ગૃહસ્થ અંગીકાર કરે છે એટલે ગૃહનો ત્યાગ કરી સગાંસહોદરને તજી, કેશને કાપી, પીત અંગવસ્ત્ર ધારણ કરી, અનાગાર જીવન ગાળવા પ્રયાણ કરે છે.
-
=
૩. ત્રીજું અંગ સમ્યક્ વાચા
(૧) અસત્ય ન બોલવું. જાણ્યું કે પોતાના કે બીજાના લાભ અર્થે કે કોઈપણ લાભ અર્થે જૂઠું બોલવાથી - મૃષાવાદથી દૂર રહેવું. (૨) ચાડી ન ખાવી – પૈશુન્યનો ત્યાગ કરવો એટલે જે પોતે સાંભળેલું હોય તે ક્લેશ ઉત્પન્ન થાય તે માટે ફરી વાર
૧. બુદ્ધદેવનો આ વિચાર નવો નથી. તેની અતિ પૂર્વે ભારતમાં આ તત્ત્વ પ્રકાશિત થઈ ચૂક્યું હતું. આના પ્રમાણમાં બે ઉદાહરણ આ છે
:
यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि स्थिताः । अथ मर्त्यो मृतो भवत्यत्र ब्रह्म समश्नुते ||
Jain Education International
૩૧૯
विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः । निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥
(બૃહદારણ્યક ૪-૪૭; કઠ. ૬-૧૪)
For Private & Personal Use Only
(ગીતા, ૨-૭૧)
www.jainelibrary.org