Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ધર્મ
૩૨૯
ઉક્ત ચાર દિવસે ઉપોસથ પાળવાની સગવડ ગૃહસ્થ કે ગૃહિણીને ન હોય તો ગમે તે દિવસે પાળવામાં હરકત નથી. બ્રહ્મદેશમાં ઑફિસ વગેરેના કામને લીધે સવડ ન હોવાથી શનિવારે ઉપોસથ પાળે છે.
કાય, વાચા અને મનનાં મળી જે દશ પાપ – અકુશલ છે તે અગાઉ કહેવાઈ ગયાં છે, તેનો ત્યાગ કરવો તે નિષિદ્ધશીલમાં અંતર્ભાવ પામે છે.
વળી અધિશીલના હાનિભાગી, સ્થિતિભાગી, વિશેષભાગી, અને નિર્વેદભાગી એ ચાર ભેદ કર્યા છે.
હાનિભાગી શીલ – જે અવિદ્વાન મનુષ્ય પાપીઓનો – દુરશીલનો સહવાસ રાખે છે અને શીલવંતનો સમાગમ રાખતા નથી, જે નિયમભંગ કરવામાં દોષ જોતા નથી, મિથ્યાસંકલ્પ વિશેષતઃ કર્યા કરે છે અને ઈદ્રિયોને દાબમાં રાખતા નથી તેઓનું શીલ હાનિભાગી છે.
સ્થિતિભાગી શીલ – જે શીલસંપત્તિથી પ્રસન્ન થાય છે, કર્મસ્થાનનો અનુયોગ એટલે ધ્યાનસમાધિ સાધ્ય કરવાનો વિચાર કર્યા કરે છે, જે શીલથી સંતુષ્ટ થઈ આગળ પ્રયત્ન કરવો છોડી દેતો નથી તે ભિક્ષનું શીલ સ્થિતિભાગી છે.
વિશેષભાગી શીલ – જે શીલસંપન્ન ભિક્ષ સમાધિ સાધવા અર્થે પ્રયત્ન કરે છે તેનું શીલ વિશેષભાગી છે.
નિર્વેદભાગી શીલ – જે ભિક્ષને કેવલ શીલથી તૃપ્તિ થતી નથી અને જે સતત વૈરાગ્યપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તેનું શીલ નિર્વેદભાગી છે.
જોકે આ ચાર ભેદ ભિક્ષુને ઉદ્દેશી છે તથાપિ તે ગૃહસ્થ અને ગૃહિણીને પણ લાગુ પડે છે. આ અને અગાઉ બતાવેલ ત્રણ ભેદ અહીં જણાવ્યા છે તેનું કારણ એ કે આપણું શીલ હીન કે હાનિભાગી ન થવા દેતાં ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ પદ પર ચડાયા તે માટે પ્રયત્ન કરવો. અધિચિત્ત શિક્ષા અથવા સમાધિ
અધિશીલ શિક્ષા સંપાદન કર્યા પછી આ અધિચિત્ત શિક્ષા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો ઘટે છે. શીલ – સંપત્તિ મેળવ્યા વગર સમાધિલાભ થવાનો નથી. આ સંબંધે આર્ય અષ્ટાંગિક માર્ગમાં કહેવાઈ ગયું છે. અધિપ્રજ્ઞા શિક્ષા કિંવા પ્રજ્ઞા
પ્રજ્ઞા બે પ્રકારની છે ? લૌકિક પ્રજ્ઞા અને લોકોત્તર પ્રજ્ઞા. જેથી મનુષ્ય પ્રપંચ મધ્ય અલ્પપ્રયાસથી પરોપકાર કરવા સમર્થ થાય છે કિંવા ખલમનુષ્યના કાવાદાવા ચાલવા દેતો નથી તે લૌકિક પ્રજ્ઞા. જાતકગ્રંથમાં વાર્તારૂપે તેનાં અનેક ઉદાહરણો મળી આવે છે. લોકોત્તર પ્રજ્ઞા એટલે આર્યસત્યો, પ્રતીય સમુત્પાદ ઈત્યાદિનું યથાર્થ જ્ઞાન. આને જ અત્ર અધિપ્રજ્ઞા શિક્ષા અથવા પ્રજ્ઞા કહેલ છે. તે સમાધિ થયા પછી થાય છે. કારણકે કહ્યું છે કે “સમાહિતો થાકૂતિં પતિ, પૂનાનાતિ’ - જેને સમાધિલાભ થયો તે યથાર્થતાથી જોઈ જાણી શકે છે. તે જ રીતે મારા માનવા પ્રમાણે પ્રજ્ઞા હોય તો સમાધિ સુખેથી કરી શકાય છે. આમ અરસપરસ સંબંધ છે. સમાધિથી સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org