Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૪૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
“જગતુકર્તા નથી તેમ સજિત પદાર્થ નથી, તેમ મનુષ્ય વાસ્તવિક આત્માઓ નથી. તેઓ અમુક અનુકૂળ સંયોગોમાં કર્મો હોય છે તેથી જન્મ પામે છે, કારણકે મનુષ્યો પંચ સ્કંધોના ક્ષણિક સમૂહ સિવાય બીજું કંઈ નથી. તે સ્કંધોના સંયોગની શરૂઆત એ મનુષ્યનો જન્મ છે; તેઓનું વિખેરાઈ જવું – છૂટું થવું તે તેનું મરણ છે. જ્યાં સુધી સ્કંધોનો સંયોગ ચાલુ રહે છે ત્યાં સુધી સારાં અને નરસાં કાર્યો થાય છે, ભવિષ્યના સુખ અને દુઃખનાં બીજ વવાય છે અને આ રીતે જન્મમરણના હેરાફેરા અનંત ચાલ્યા જાય છે. બધા જીવોનાં કર્મોની એકત્રતાથી જુદીજુદી જાતનાં પર્વતો, નદીઓ, દેશો વગેરે ઉભવે છે, અને તેઓ બધાનાં કર્મોના સરવાળાથી થાય છે તેથી તેઓને ‘અધિપતિફલ’ – એકત્રિત ફલ તરીકે કહેવામાં આવે છે.
કર્મનો આ બૌદ્ધ સિદ્ધાંત બ્રાહ્મણોના પુનર્જન્મથી તદ્દન ભિન્ન છે. બ્રાહ્મણધર્મમાં નિત્ય આત્મા માનેલ છે, જ્યારે બૌદ્ધો કર્મોની પરંપરા માત્ર માને છે. બ્રાહ્મણધર્મ પ્રમાણે મનુષ્યનો આત્મા છે ગતિ (ષડ્રગતિ)માં એક પછી એક જેવી રીતે એક ઘરથી બીજે ઘર જઈએ તે રીતે મનુષ્યમાંથી અન્ય પ્રાણીમાં, ત્યાંથી નરકમાં કે સ્વર્ગમાં એમ જાય છે. આવું એક અથવા બીજા એવા દશ લોક' નામે સ્વર્ગ, નરક, દેવ, રાક્ષસ, મનુષ્ય, પ્રાણી, શ્રાવક, પ્રત્યેકબુદ્ધ, બોધિસત્ત્વ, બુદ્ધ (બૌદ્ધ ધર્મમાં જણાવેલ)માં પરંપરાએ જવાય છે. બૌદ્ધ શાસ્ત્રમાં એવા ઉલ્લેખ છે, પરંતુ આ ઉપરથી એમ અર્થ નથી કે કંઈપણ આ લોકમાંથી બીજા લોકમાં જાય છે. કારણકે તે ઘડમનું તોળાતુ પરત્નો છત’ એવું એક બૌદ્ધ સૂત્ર કહે છે. બૌદ્ધની માન્યતા પ્રમાણે પુનર્જન્મ એ માત્ર કાર્યકારણનો આવિભૉવ છે. કાર્ય અને કારણથી માનસિક દશ્ય (નામ) શારીરિક રૂપો (રૂપ) સાથેનું ઉદ્ભવે છે અને તેથી એક પછી એક ભવ ઉત્તરોત્તર થયા કરે છે, અને ઉત્તરોત્તર ભવ કેવા થશે તે માનસિક દશ્યના સત્ અને અસત્-પણા પર આધાર રાખે છે. બુદ્ધે જે ‘
દલોક' એ શબ્દનો ઉપયોગ કર્યો છે તે માત્ર સામાન્ય મનુષ્યને (પૃથજનને) કર્મનો પુનર્જન્મનો સિદ્ધાંત દાંતથી સમજાવવા માટે છે જયારે ‘દશલોક વાસ્તવિક રીતે જીવની દશ માનસિક અવસ્થાઓ છે. ' બૌદ્ધધર્મ નિયતિવાદી છે ?
બૌદ્ધધર્મ ભાગ્ય પર અવલંબન રાખવાનું કહેતો નથી. ભાગ્યવાદ દરેક વસ્તુ – મનુષ્યની ઇચ્છા પણ અગાઉથી નિર્મીત થઈ હોય છે એવું જણાવે છે. આથી એમ થાય છે કે એવી કોઈ બાહ્ય સત્તા છે કે જે મનુષ્યની ઇચ્છાની નિયામક છે અને તેથી મનુષ્યનું વર્તન જ્ઞાન આપવાથી સુધરી શકતું નથી. બીજી બાજુએ બૌદ્ધ ધર્મ એમ ઉપદેશે કે મનુષ્ય પોતે કારણોનું કાર્ય છે, તેથી તેની ઈચ્છાશક્તિ તે કારણો થયા પહેલાં અસ્તિત્વમાં રહી શકે નહિ. વળી કર્મને અધીન થવું તે અંધતાથી નહિ પરંતુ વિવેકપુર:સર થવાનું છે. કર્મ એ મનની રચના છે, અને મને કમને (મનોવાકય કર્મને) પોતાને મૃત્યુપસ્થાન – ભાવનાનું સ્થાન બનાવે છે. આ અનુસાર મનુષ્યની ઇચ્છાઓ કારણોથી નિયંત્રિત છે છતાં મનુષ્ય પોતાનાં કર્મો માટે પોતે જવાબદાર છે. સર્વ અશુભ કર્મોના ત્યાગથી અને ‘પારમિતા'ના આચરણથી મનુષ્ય નિર્વાણ મેળવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org