________________
उ४४
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
(ખ) ક્ષણિક અનિત્યતા.
(ગ) ઔપાધિક (Conditional) વસ્તુઓના આત્મસ્વભાવની અનિત્યતા – શૂન્યતા.
(ક) જીવન-કાલની અનિત્યતા - એટલે શું ? જડવસ્તુનો અવિનાશ (Indestructibility of matter and Conservation of energy) 241 Q વૈજ્ઞાનિક સિદ્ધાંતો નિર્વિવાદ રીતે સિદ્ધ થયેલ છે. આ બંને નિયમો આંતર જગતમાં કાર્ય કરે છે, અને ધર્મોની આંતર (Neumenal) અદશ્ય સ્થિતિની નિત્યતા વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણે કાલમાં રહે છે એમ સર્વાસ્તિત્વવાદી માને છે. પણ દશ્ય જગતમાં જે સર્વ દેખાય છે તે સર્વ અનિત્ય છે. ધમ્મપદમાં કહેલ છે કે : “જે નિત્ય દેખાય છે તે નાશ પામશે, જે ઉચ્ચ છે. તેનો અધ:પાત થશે, જ્યાં સમાગમ છે ત્યાં વિયોગ છે, જ્યાં જન્મ છે, ત્યાં મરણ આવવાનું છે” – મરણાંત હિ જીવિતમ્ – મરણ એ જીવનનો અંત છે. વિજ્ઞાનવાદ (Idealistic school)ના સ્થાપક અસંગનું તેના ‘મધ્યાન્તાગમ શાસ્ત્રમાં એ જ વક્તવ્ય છે. કે : “સર્વ વસ્તુઓ કારણો અને કાર્યોથી બનેલ છે અને તેઓને સ્વતંત્ર આંતરસ્થિતિ નથી. જ્યારે સમૂહ છૂટો થાય છે, ત્યારે નાશ થાય છે. જીવતા પ્રાણીનું શરીર પૃથ્વી, જલ, અગ્નિ ને વાયુ એ ચાર મહાભૂતોના સમૂહનું બનેલું છે. અને જ્યારે આ સમૂહ તેના તે ચાર ભૂતમાં વિભક્ત થાય છે, ત્યારે નાશ ઉદ્ભવે છે. આ સમૂહાત્મક વ્યક્તિની અનિત્યતા કહેવાય છે.”
ઘણા લાંબા સમય સુધી એમ મનાતું કે આર્ય અસંગ જ વિજ્ઞાનવાદના સંસ્થાપક હતા. પણ વધુ સંશોધન થતાં એમ જણાવ્યું કે બૌદ્ધોની પરંપરા છે કે તુષિત સ્વર્ગમાં ભવિષ્ય બુદ્ધ મૈત્રેયની કૃપાથી અસંગને અનેક ગ્રંથો સૂઝી આવ્યા તેમાં ઐતિહાસિક તથ્યનાં બીજ છે. મૈત્રેય કે મૈત્રેયનાથ એ ઐતિહાસિક વ્યક્તિ હતા જેમણે યોગાચારની સ્થાપના કરી અને અસંગને આ મતની દીક્ષા આપી. મૈત્રેયે અનેક ગ્રંથો સંસ્કૃતમાં રચ્યા પણ બે ગ્રંથો સિવાય બીજા ગ્રંથોનો પરિચય તિબ્બતી કે ચીની અનુવાદો દ્વારા જ મળે છે. તેમના ગ્રંથો આ છે : (૧) “મહાયાન સ્ત્રાલંકાર' (નામ. પરિચ્છેદ), (૨) “ધર્માધર્મતા ત્રિભંગ' અને (૩) “મહાયાન ઉત્તરતંત્ર' (જે બન્નેની તિબ્બતી અનુવાદ જ પ્રાપ્ત છે), (૪) મધ્યાન્તવિભંગ’ કે ‘મધ્યાન્ત વિભાગ' (કારિકાઓ જેની વિસ્તૃત વ્યાખ્યા આચાર્ય વસુબંધુએ કરી અને આ ભાષ્યની ટીકા વસુબંધુના શિષ્ય આચાર્ય સ્થિરમતિએ લખી), (૫) “અભિસાલંકાર' (જેમાં પ્રજ્ઞાપારમિતાનું પ્રતિપાદન આઠ પરિચ્છેદમાં છે અને તેના પર સંસ્કૃત તથા તિબ્બતી ૨૧ ટીકાઓ ઉપલબ્ધ છે.)
અસંગના ગ્રંથો : (૧) “મહાયાન સંપરિગ્રહ' (માત્ર ત્રણ ચીની અનુવાદ ઉપલબ્ધ છે.) (૨) “પ્રકરણ આર્યવાચા', (૩) “યોગાચાર ભૂમિશાસ્ત્ર' (તેના પરિચ્છેદોનું નામ ‘ભૂમિ છે. આવી ૧૭ ભૂમિ છે, જેવી કે વિજ્ઞાનભૂમિ વગેરે), (૪) ‘મહાયાન સૂત્રાલંકાર' (આ ગ્રંથ વિદ્વાનોમાં વિશેષ પ્રસિદ્ધ છે. તેમાં ૨૧ અધિકાર – પરિચ્છેદ છે. કારિકા મૈત્રેયનાથની છે, પણ વ્યાખ્યા અસંગની છે.)
અસંગનો ‘મધ્યાન્નાનું ગમશાસ્ત્ર' નામનો ગ્રંથ જાણ્યામાં નથી. |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org