________________
૩૪૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
થવી તેટલી સહેલી નથી. દરેક મનુષ્ય કે ચીજ અનિત્ય છે. તેની સાથે તેનો સ્વભાવ - તેની સ્થિતિ પણ અનિત્ય છે. આને ‘શૂન્યતા' કહે છે. શૂન્યતાના ઘણા જુદાજુદા અર્થ થાય છે તેથી ઘણા યુરોપીય કે એશિયાના પંડિતો તેનો અર્થ કરતાં ભૂલ ખાઈ ગયા છે. કેટલાક એમ કલ્પના કરે છે કે શૂન્યતા એટલે કંઈ નહિ અથવા આત્યંતિક નાશ, અને તેથી શૂન્યતાવાદીને નાશ – સંહારવાદી (mihilisto) ખોટી રીતે કહેવામાં આવ્યા છે, પરંતુ બૌદ્ધનો શૂન્યતાવાદ જુદા પ્રકારનો છે. તેનો અર્થ એ છે કે આ દશ્યજગતમાં દરેક પગલે જે સ્થાયી ફેરફાર થયા કરે છે તે. નાગાર્જુન પોતાના માધ્યમિક શાસ્ત્રમાં કહે છે કે ઃ શૂન્યતાને લઈને દરેક ચીજ શક્ય છે, તેના વગર સર્વ કોઈની યોજના નથી. પ્રોફેસર ડી. સુઝુકી શૂન્યતા સંબંધે યથાર્થ અને સુંદર રીતે કહે છે કે : “શૂન્યતાનો અર્થ એ જ છે કે સર્વ દેખાતી વસ્તુઓનું ક્ષણિકપણું. તેના ‘અનિત્ય' અથવા ‘પ્રતીત્ય' એ શબ્દો સમાનાર્થક – પર્યાયો છે. તેથી બૌદ્ધના મત પ્રમાણે ‘શૂન્ય થવું' તેનો અર્થ નિષેધક શૈલીથી એ થાય છે કે વિશિષ્ટતાનો અભાવ, જે સ્થિતિમાં વસ્તુઓ છે તે સ્થિતિમાં તે વસ્તુઓ રહેવાનો અભાવ; અને પ્રતિપાદક શૈલીથી એ અર્થ થાય છે કે દેખાતા જગતની સદાકાળ બદલાતી સ્થિતિ, નિરંતર પ્રવાહ માફક બદલાવું, અને કાર્યકારણની નિત્ય પરંપરા. આનો અર્થ નાશ અથવા આત્યંતિકપણે કંઈ નહિ એવો કદી પણ કરવાનો નથી; કારણકે તેવા આત્યંતિક નાશને બૌદ્ધો બીજાની પેઠે માનતા નથી.
આ બધું દશ્ય જગતને સંબંધ છે. વાસ્તવિક – અદશ્ય જગત માટે નિર્વાણ. માટે) નથી. ઉપર જણાવ્યું તેમ જે ખુલાસા આપ્યા છે તે પ્રધાનણે નિષેધક શૈલીએ આપ્યા છે, પ્રતિપાદક શૈલીએ નથી આપ્યા. તો શા માટે બુદ્ધે તેમ કર્યું હશે ? – તેના જવાબમાં એ છે કે બુદ્ધનો આશય જુદું તત્ત્વજ્ઞાન સ્થાપવાનો ન હતો, પરંતુ પોતાને જે પ્રકાશ થયો - બોધિજ્ઞાન થયું અને નિર્વાણમાર્ગ માલમ પડ્યો તે સર્વ પ્રાણીઓને દર્શાવવાનો હતો. તે સર્વ પર દશ્ય જગત એક ભયંકર સ્વપ્નજળ સમાન થયું હતું, તેથી દશ્ય જગતની નિષેધાત્મક સમજણ આપવામાં દશ્ય રૂપ સમુદ્રનાં તોફાન અને મોજાંઓથી વાસ્તવિક સ્થાન – નિર્વાણ ના કિનારા તરફ શાંતિ સ્થળે લઈ જવાનો બુદ્ધનો આશય હોવો સંભવે છે. નિષેધક શૈલીમાંથી પ્રતિપાદક વસ્તુ મળે છે. તે શું નથી ?' એ પરથી “તે શું છે ?” એ મળી આવે છે. આ રીતે અનિત્યતાના સિદ્ધાંત પરથી નિત્યતાનો નિર્વાણનો) સિદ્ધાંત કાઢી શકાય, કારણકે નિર્વાણનો પ્રતિપક્ષ કે જે દશ્ય જગત છે તેને અમાન્ય કરવામાં આવે છે.
બૌદ્ધ ધર્મના ત્રણ ઉપરોક્ત સિદ્ધાંતો દશ્ય – મિથ્યા અને અમિથ્યા એમ બંને જગને અનુક્રમે લાગુ પાડીએ તો આપણને જણાશે કે (૧) “સર્વ અનિત્ય છે' એ સિદ્ધાંત મિથ્યા જગને લાગુ પડે છે. (૨) “સર્વ અનાત્મ છે' એ સિદ્ધાંત બંને – મિથ્યા અને અમિથ્યા જગતુને લાગુ પડે છે અને (૩) ‘નિર્વાણ જ શાંતિમય’ છે એ સિદ્ધાંત ફક્ત અમિથ્યા – સત્ય જગને લાગુ પડે છે.
१. सर्वं च युज्यते तस्य शून्यता यस्य युज्यते ।
सर्वं न युज्यते तस्य शून्यं यस्य न युज्यते ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org