________________
૩૪૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
લખવું બંધ થયું પણ તે પત્ર રહે છે તેવી જ રીતે સ્કંધો છૂટાં થયાં ત્યારે કાયો – કર્મો પોતાનું ફલ ભવિષ્યમાં આપવા રહે છે. આંબાના બીજને વાવતાં તે ભૂમિમાં સડે છે, પણ તેનો આંબો ઊગે છે અને તેમાં બીજી કેરીઓ થાય છે, તેમાં વાવેલા બીજનો આત્મા પુનર્જન્મ પામ્યો નથી, પરંતુ તે બીજના રૂપનું ફરી બંધારણ થયું છે અને તેનું લક્ષણ બીજી નવી કેરીઓમાં આવે છે, તેવી જ રીતે મનુષ્ય પુનરવતાર લે છે પણ તેના આત્માનો પુનર્જન્મ નથી. એક માણસ મરણ પામે છે, જયારે તેમાંથી જે પુનર્જન્મ પામે છે તે બીજો જ માણસ છે. આમાં જે પુનર્જન્મ પામે છે તે મિલિન્દ પહ' ગ્રંથ કહે છે કે “નામ અને રૂપ સ્કંધ છે, પણ તે નામ અને રૂપ સ્કંધ એક જ નહિ. એક નામ અને રૂપ કર્મો કરે છે અને આ કર્મોથી બીજાં જ નામ અને રૂપ પુનર્જન્મ પામે છે. એક નામ અને રૂપ મૃત્યુ થયા પછી નાશ પામે છે, જ્યારે જે નામરૂપ પુનર્જન્મ લે છે તે બીજાં જ નામ અને રૂપ છે, પરંતુ તે બીજાં નામ અને રૂપ તે પહેલાં નામ અને રૂપનાં પરિણામો – ફલ છે અને તેથી તે બીજ નામ અને રૂપ તેનાં અશુભ કર્મોથી મુક્ત થતાં નથી.” બુદ્ધઘોષ પણ ‘
વિસુદ્ધિમગ્ગ'માં તેવું જ જણાવે છે કે “જે સ્કંધો ગત ભવમાં કર્મો પર અવલંબીને અસિતત્વ ધરાવતા હતા, તે તો મૃત્યુ પામે છે – નાશ પામે છે; પરંતુ તે જ ભવનાં કર્મોને આધારે બીજા સ્કંધો અસ્તિત્વમાં આવે છે. પૂર્વભવનું એકપણ મૂળતત્ત્વ આ ભવમાં આવતું નથી. આ ભવમાં જે સ્કંધો કમના આધારે અસ્તિત્વમાં આવ્યા તે નાશ પામશે અને ત્યાર પછીના ભાવમાં જુદા નવા જ સ્કંધો ઉભવશે, પણ ગત ભવનું એક પણ તત્ત્વ બીજા ભવમાં પ્રાપ્ત થશે નહિ. જેવી રીતે ગુરુનાં વાક્યો શિષ્ય ઉચ્ચારે છે છતાં તે જ વાકયો શિષ્ય ઉચ્ચારતો નથી, જેવી રીતે એક માણસ પોતાનો ચહેરો અરીસામાં જુએ છે, છતાં તેનો પોતાનો ચહેરો તે અરીસામાંનો ચહેરો નથી, છતાં પણ તે ચહેરા અનુસાર જ – તેને અવલંબીને જ અરીસામાં ચહેરો દેખાય છે, જેવી રીતે એક દીવો બીજા સળગતા દીવાથી સળગાવ્યો હોય તો તે સળગતા દીવાનો પ્રકાશ તેનાથી – તેનો આધાર રાખીને સળગેલા દીવાનો પ્રકાશ નથી, તેમ એકની વાટ બીજાની વાટ થઈ જતી નથી, તેવી જ રીતે ગત ભવની એક પણ વસ્તુ હાલના ભાવમાં આવતી નથી તેમ હાલના ભવની ભવિષ્યના ભવમાં જશે નહિ અને તે છતાં પણ ગતભવના કંધો પર આધાર રાખીને આ ભવના કંધો જન્મેલા છે, અને આ ભવના સ્કંધો પર આધાર રાખીને ભવિષ્ય ભવના સ્કંધો જન્મશે.”
કર્મસિદ્ધાંત
બોધિચર્યાવતારમાં કહ્યું છે કે “3 રખેવ તરાપતિ જિગ્યા યા પરત્વના' એટલે હું તે જ અને એક જ આત્મા છું એ મિથ્યા કલ્પના છે – ભ્રમ છે. ખરી રીતે મનુષ્ય દરેક ક્ષણે મૃત્યુ પામે છે, પરંતુ જ્યાં સુધી સ્કંધો કે જે “આત્મા - વિજ્ઞાનને ઉત્પન્ન કરે છે તેનો સંયોગ એક શૃંખલાબદ્ધ રહે છે ત્યાં સુધી આત્માને એક જ તરીકે જણાવીએ છીએ; બાકી વાસ્તવિક રીતે એક ક્ષણે એક જાતનો આત્મા છે, બીજી ક્ષણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org