Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
તત્ત્વજ્ઞાન
બીજી જાતનો આત્મા છે છતાં એ બંને આત્માઓ ચોક્કસ સાંકળથી સંકળાયેલા છે. આમ વિચારની અખંડતાથી આત્માની અખંડતા પ્રતિભાસે છે. આ વિચારની અખંડતાને ‘ચિત્તસંતાન' કહે છે. કર્મનો કર્તા એક છે અને તે કર્મનો ભોક્તા જુદો છે અને આ કર્મના કર્તા અને ભોક્તાનું જે ભિન્નત્વ તેને સાંકળી રાખનાર તે ‘ચિત્તસંતાન’ छे. अन्य एव मृतः अन्य एव प्रजायते મરનાર પણ જુદો, અને પછી જન્મનાર તે પણ જુદો; પણ તેની સાથે ન ચ સૌ, ન ચ બન્નો તે જ પણ નહિ, તેમ તદ્દન અન્ય પણ નહિ. આ બૌદ્ધ કર્મવાદ છે, અને આ કર્મવાદને અનુસારે જ સર્વ વિદ્યમાન વસ્તુઓ ક્ષણિક છે અને નિરાત્મન્ છે એમ બૌદ્ધના સિદ્ધાંતો સમજવાના છે.
:
કેટલાક બૌદ્ધો કર્મ માટે અવનવું સ્પષ્ટીકરણ કરે છે. તેઓ આત્મા પોતે જ બીજો જન્મ લે છે એવું માનતા નથી એ ખરું, પણ તેઓ એક જાતનું વિજ્ઞાન કલ્પે છે અને તેને ‘પ્રતિસંધિ વિજ્ઞાન' કહે છે, અને તેને મરણ પામતા મનુષ્ય અને તે મૃત્યુ પામે કે તરત જ – તે જ ક્ષણે ગર્ભ લેનાર બાળક એ બેની વચ્ચે સાંધનારી સાંકળ વિલક્ષણ રીતે ગણે છે. આવો સિદ્ધાંત સ્વીકારનાર એવું કલ્પે છે કે આકાશને જે મનુષ્ય મરણ પામતો હોય ત્યારે જેના મૃત્યુનું આંદોલન તેને થાય છે અને તે જ ક્ષણે લગભગ નવું જન્મેલું બાળક તેના મૃત્યુ સમક્ષ આવે છે, તેને મૃત્યુનું આંદોલન લાગે છે અને તે નવીન જીવન લે છે; તેનામાં હૃદય, શ્વસનક્રિયા કામ કરવા લાગે છે, અને બુઝાઈ જતો પ્રકાશ નવા દીવામાં ફેરવાઈ જાય તેમ તેઓ જણાવે છે. હવે જણાવવાનું કે આ સિદ્ધાંત બૌદ્ધ ગ્રંથોમાં રહેલ સિદ્ધાંતને અનુકૂળ લાગતો નથી અને તે આ રીતે કે ઃ જો તે પ્રતિસંધિ વિજ્ઞાન ખરેખનું વિજ્ઞાન હોય તો તે ધર્મ, સ્કંધ હોવો જોઈએ અને તે રીતે એક સ્થલથી બીજે સ્થલે જઈ શકે નહિ કારણકે ‘ન વિચિત્ પરોઠું ગતિ' એ પાલિ ગ્રંથમાં જણાવ્યું છે. ત્યારે એક જીવનમાંથી બીજા જીવનમાં શું જાય છે ? એમ જણાય છે કે પ્રતિસંધિ વિજ્ઞાનનો સિદ્ધાંત મનુષ્યને સ્મૃતિ કેમ થાય છે તે સમજાવવા મૂળ દાખલ કરેલો હશે, અને પછી કર્મનો પુનરવતાર સમજાવા માટે એક ભવને બીજા ભવની સાથે જોડનાર સાંકળ તરીકે તેને ઘોંચી દીધો હશે. દરેક વિજ્ઞાન પછીનાં વિજ્ઞાનો પર પોતાની છાપ વાસના મૂકે છે. જોકે વિજ્ઞાનો ક્ષણિક છે, છતાં અરસપરસ સંયોજિત પરંપરામાં એટલે પ્રતીત્ય સમુત્પાદમાં તેઓ ઉદ્ભવે છે. જીવનું હાલનું વિજ્ઞાન તેની તુરત જ પૂર્વના વિજ્ઞાન સાથે ગાઢ રીતે સંબંધ ધરાવે છે તેથી એમ ધારવામાં આવ્યું હોવું જોઈએ કે એક વ્યક્તિનું જન્મ વખતનું વિજ્ઞાન (ઔપપëશિક વિજ્ઞાન) તે જ રીતે બીજી વ્યક્તિના મરણ સમયના (મરણાન્તિક) વિજ્ઞાન કે જે મરણ થતાં નાશ પામે છે તેની સાથે સંબંધ ધરાવતું હતું; પરંતુ આવું ધારવું વાસ્તવિક નથી. બુદ્ધે કહેલ છે કે “ધર્મ એ જ શરણ છે અને પુદ્ગલ (આત્મા) નથી; તત્ત્વાર્થં શરણ છે, નહિ કે શબ્દાર્થ; સૂત્રનો સંપૂર્ણ અર્થ શણ ગ્રાહ્ય છે, નહિ કે તેની અમુક શરતવાળો અર્થ; જ્ઞાન એ ગ્રાહ્ય છે, નહિ કે વિજ્ઞાન.”
૩૪૧
Jain Education International
-
બુદ્ધકથિત કર્મનો સિદ્ધાંત વિશાલ છે; તે જીવોને લાગુ પડે છે, એટલું જ નહિ પણ સમસ્ત સંસારમાં (પ્રપંચમાં) પણ લાગુ પડે છે. જર્મન લોવૈચિત્ર્ય તિ સિદ્ધાત્ । મહાયાનના સિદ્ધાંતો સમજાવતાં મિ. કુરોદ કર્મસંબંધે જણાવે છે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org