Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૨૭
સિગાલસુત્તમાં ગૃહસ્થધર્મ જે જે આપેલ છે તે લક્ષમાં લેવા યોગ્ય છે તો તે અહીં જણાવવો યોગ્ય થશે : સંતતિ પ્રત્યે માબાપના ધર્મ
૧. પાપમાંથી તેમને નિવારવાં, ૨. કલ્યાણકારક માર્ગમાં તેમને લાવવાં, ૩. કલાકૌશલ્ય શીખવવાં, ૪. યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કરાવવાં, પ. યોગ્ય સમયે તેમને મિલકત સ્વાધીન કરવી. માબાપ પ્રત્યે સંતતિના ધર્મ
૧. તેમનું કાર્ય કરવું, ૨. તેમનું પોષણ કરવું, ૩. કુલપરંપરાગત સત્કાર્ય ચાલુ રાખવાં, ૪. તેમના કહેવા અનુસાર સંપત્તિ વહેંચી લેવી, પ. તેમાંના કોઈ મરણ પામે તો તેના નામે દાનધર્મ કરવું. ગુરુ પ્રત્યે શિષ્યના ધર્મ
૧. ગુરુ પાસે આવે ત્યારે ઊભા થવું, ૨. તે આજારી હોય ત્યારે તેમની સેવા કરવી, ૩. શ્રદ્ધાપૂર્વક તે શીખવે તે સમજી લેવું. ૪. તેમને જેનું કામ પડે તે લાવી આપવું – તેમનું કામ કરવું, પ. તે શખવે તે ઉત્તમ રીતિથી શીખવું. શિષ્ય પ્રત્યે ગુરુના ધર્મ
૧. ઉત્તમ આચાર શીખવવો, ૨. ઉત્તમ રીતિથી કલાકૌશલ્ય શીખવવાં, ૩. જેટલું પોતાને જ્ઞાન હોય તેટલું બધું શિષ્યને શીખવવું, ૪. તેમના સગુણોની પોતાના આપ્તમિત્રમાં સ્તુતિ કરવી, ૫. તે ક્યાંય જાય તો ઉદરનિર્વાહની ચિંતા ન થાય એવી વિદ્યા શીખવવી. આપ્ત મિત્રાદિક પ્રત્યે સ્ત્રીપુરુષના ધર્મ
૧. તેમને યોગ્ય વસ્તુઓ આપવી, ૨. તે ઘેર આવે ત્યારે તેમની સાથે પ્રિય ભાષણ કરવું, ૩. તેનું કામ હોય તે કરવું, ૪. આપણા જેવા જ તેમને ગણવા, ૫. તેમની સાથે નિષ્કપટ વર્તન રાખવું. સામા સાથે આખમિત્રાદિકના ધર્મ
૧. તેમના પર સંકટ આવતાં તેમાંથી તેમનું રક્ષણ કરવું, ૨. તેવા પ્રસંગે તેમની સંપત્તિનું રક્ષણ કરવું, ૩. સંકટ સમયે તે ગભરુ બને ત્યારે ધીરજ આપવી, ૪. વિપત્તિ આવી હોય ત્યારે તેને તજવા નહિ, ૫. તેમની સંતતિ ઉપર પણ ઉપકાર કરવો. બૌદ્ધ ભિક્ષુ પ્રત્યે શ્રાવકના ધર્મ
૧. દેહથી તેમનો આદર કરવો, ૨. યોગ્ય વચનથી આદર કરવો, ૩. મનથી તેમનો આદર કરવો – પ્રેમપૂર્વક તેમનું ભલું વાંછવું, ૪. તેમને જોઈતાં સાધન પૂરાં પાડવાં, ૫. ભિક્ષા લેવા આવે ત્યારે કોઈ અડચણ ન કરવી. શ્રાવક પ્રત્યે ભિક્ષુના ધર્મ
૧. પાપમાંથી તેમને નિવારવા, ૨. કલ્યાણકારક માર્ગે ચડાવવા, ૩. પ્રેમપુર:સર Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org