Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૨૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
– સર્વ પાપોથી વિરત -- દૂર રહેવું (શીલ), કુશલ (પુણ્ય)નો સંચય કરવો (સમાધિ) અને સ્વચિત્તનું દમન કરવું (પ્રજ્ઞા) એ બુદ્ધનું અનુશાસન છે, અર્થાત્ શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ ધર્મમાર્ગનાં મુખ્ય પગથિયાં છે અને તેને અધિશીલ શિક્ષા, અધિચિત્ત શિક્ષા અને અધિપ્રજ્ઞા શિક્ષા કહે છે. આમાં આર્યઅષ્ટાંગિક માર્ગનાં આઠ અંગ અંતર્ગત થાય છે. અધિશીલ શિક્ષા
અધિચિત્ત શિક્ષા અધિપ્રજ્ઞા શિક્ષા
સમ્યક્વાચા, સમ્યક્ કમત, સમ્યફ આજીવન
સમ્યક્ટષ્ટિ સમ્યક્સકલ્પ
સમ્યધ્યાયામ સમ્યસ્મૃતિ સમ્યક્સમાધિ આ બધાનો ઉપસંહાર કરી જઈએ : અધિશીલ શિક્ષા
બૌદ્ધ સમાજમાં પુરુષોના ચાર ભેદ છે નામે ગૃહસ્થ, ઉપાસક, શ્રામણેર અને ભિક્ષુ, તેવા જ સ્ત્રીના ગૃહિણી, ઉપાસિકા, બ્રામણેરી, અને ભિક્ષુણી એ ચાર ભેદ છે. તે પૈકી ભિક્ષુણી અને શ્રામણેરીનો વર્ગ હાલમાં વિદ્યમાન નથી, બાકીના છ બ્રહ્મદેશ, સિલોન વગેરેમાં છે. આમાંના ભિક્ષુ અને શ્રામણેરને અધિશીલ શિક્ષાનો જે ભાગ લાગુ પડે છે તે સમ્યક્વાચાદિ આગળ કહેવાઈ ગયેલ છે અને ગૃહસ્થ અને ગૃહિણીને જે ભાગ લાગુ પડે છે તેના બે ભેદ છે : વિહિતશીલ એટલે બુદ્ધે આપેલી છૂટ પ્રમાણે અનુસરવું, અને નિષિદ્ધશીલ એટલે તેણે જેનો ત્યાગ કરવાનું કહેલ હોય તેનો ત્યાગ કરવો. વિહિતશીલ માટે મંગલસુત્ત અને સિગાલસુત્તમાં જણાવેલ છે તે પરથી ખ્યાલ આવે તેમ છે. મંગલસુત્તમાં અનેક જુદીજુદી રીતે મંગલ કહે છે તો તેમાં એક દેવતા બુદ્ધ પાસે આવી ઉત્તમ મંગલ કયું એવો પ્રશ્ન પૂછતાં બુદ્ધ જવાબ આપે છે કે :
મૂખની સંગતિથી દૂર રહેવું, પંડિતની સંગતિ કરવી અને પૂજ્યની પૂજા કરવી. યોગ્ય દેશમાં વસવું, પુણ્યસંચયરૂપ મિલકત ભેગી કરવી અને મનને સન્માર્ગમાં દૃઢ રાખવું, પુષ્કળ વિદ્યા ભણવી, કલા શીખવી, સદ્વર્તનની ટેવ પાડવી અને સમયોચિત બોલવું, માબાપની સેવા કરવી, સંતતિનું યોગ્ય પાલન કરવું, અને અનાકુલ થઈ કાર્ય કરવું. દાનધર્મ કરવાં, ધાર્મિક આચરણ હોવાં, સ્વજન પર ઉપકાર કરવાને પ્રશસ્ત કાર્ય કરવાં, પાપધર્મથી કંટાળી તેથી દૂર રહેવું, મદ્યપાનનો ત્યાગ, અને ધર્મકાર્યોમાં અપ્રમાદ સેવવો. પુરુષોનું ગૌરવ વધારવું, નમ્રભાવથી વર્તવું, સંતુષ્ટ અને કૃતજ્ઞ થવું, અને વખતોવખત ધર્મશ્રવણ કરવું. ક્ષતિ (સહન કરવું), સત્ય બોલવું, શ્રમણોનાં દર્શન અને ધાર્મિક વિષય પર વારંવાર સંભાષણ કરવાં. તપ, બ્રહ્મચર્ય, ચાર આર્યસત્યનું જ્ઞાન અને નિર્વાણનો સાક્ષાત્કાર કરવો. (લાભ, હાનિ, યશ, અપયશ, નિંદા, સ્તુતિ, સુખ અને દુઃખ એ આઠ) લોકના સ્વભાવ સાથે સંબંધ થતાં ચિત્ત કંપવું નહિ, શોકરહિત, નિર્મલ અને સુખરૂપ રહેવું.
આ સર્વ ઉત્તમ મંગળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org