Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ધમી
૩૨૫
આમાંની મૈત્રીભાવના બૌદ્ધધર્મમાં સુપ્રસિદ્ધ અને અતિ રમણીય છે, પરંતુ તે બુદ્ધદેવની ઉદ્ભાવિત નથી. વેદની સંહિતાઓના સમયથી આ ભાવ ચાલ્યો આવે છે :
- મિત્રચાહું સર્વાગ મૂતાનિ સનીલે ! (વાજસનેયિ સંહિતા)
[‘મિત્રનો અર્થ અહીં સૂર્ય જણાય છે. (?)] ચાર અરૂધ્યાયતન
ઉપરોક્ત ચાર ધ્યાનમાંનાં કેટલાંક ધ્યાનમાં જે સ્થિતિ ક્રમે ક્રમે થાય છે તે બતાવે છે :
અનેકતાનો વિચાર કરતાં રૂપસ્કંધનો, સંજ્ઞાસ્કંધનો તદ્દન નાશ કર્યા પછી અનંત આકાશનો વિચાર કરતાં (૧) અનંત આકાશના આયતન – સ્થાનમાં જવાય છે, અને તે વિચારને દૂર કરી અનંત વિજ્ઞાનનો વિચાર કરતાં (૨) અનંત વિજ્ઞાનના આયતનમાં જવાય છે અને તે વિચારને દૂર કરતાં શૂન્યતાનો વિચાર કરવામાં આવતાં (૩) શૂન્યતાના આયતનમાં જવાય છે. તે છતાં પણ જે કંઈ વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન રહે તે એટલે તે સર્વ દૃશ્યને ધ્યાન ધરનાર ક્ષણિક (અનિત્ય), દુઃખમય (દુઃખ), આત્મારહિત મિથ્યા (અનાત્મા) ગણે છે અને તેમાંથી પછી પોતાનું મન સદા સ્થાયી એવી વસ્તુ નિર્વાણ) પ્રત્યે આ રીતે વાળે છે. આ શાંતિ છે, આ ઉચ્ચ આદર્શ છે, સર્વ ભવનો નાશ, દરેક જાતના જન્મથી મુક્તિ, તૃષ્ણાનો નાશ, લોભથી વિમુક્તિ – નિર્વાણ' છે અને આ દિશામાં તે નિર્વાણનો સાક્ષાત્કાર કરે છે. આ ત્રણ પસાર કર્યા પછી નિર્વાણ પ્રાપ્ત થાય તો ચિંતા નહિ, કારણ કે ત્યારપછી તે એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે અને એવા સ્થળે પહોંચે છે કે જ્યાંથી તેને નિર્વાણ જ મળે – બીજી વાર જન્મ લેવો જ ન પડે. નિરોધ – સમપત્તિ અથવા શૂન્યતાનું આયતન તદ્દન દૂર કર્યા પછી (૪) અર્ધ – સંજ્ઞાનું આયતન પ્રાપ્ત થાય છે (આ ચાર અરૂપી આયતન ચતુર્થ ધ્યાનની અવસ્થાઓ છે અને લોકોત્તર સ્થિતિઓ છે. એવું અભિધર્મમાં કહેલું છે.)
છેવટે આ અર્ધ-સંજ્ઞાને – આયતનને તદ્દન દૂર કર્યા પછી એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે કે જ્યાં વેદના ને સંજ્ઞાનો આત્યંતિક નિરોધ – નાશ હોય છે. સરખાવો જૈન ધર્મમાં અયોગી ગુણસ્થાન. આ ઉચ્ચ આદર્શ છે – નિર્વાણ છે.
ધર્મ
પૌરાણિક પંથમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણને મુખ્ય દેવતા ગણેલ છે, જૈન ધર્મમાં સદ્દદેવ, સદ્ગુરુ અને સધર્મ એ ત્રણને સત્તત્ત્વ ગણે છે અથવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર એ ત્રણને ત્રણ રત્ન (રત્નત્રય) ગણેલ છે, તેમ બૌદ્ધ ધર્મમાં બુદ્ધ, ધર્મ અને સંઘ એ ત્રણને શ્રેષ્ઠત્વ આપ્યું છે. આમાંના ધર્મનું સ્વરૂપ તે અગાઉ વર્ણવી ગયા તે આર્યઅષ્ટાંગિક માર્ગ છે. અને તેને બીજી રીતે વહેંચીએ.
सब्ब पापस्स अकरणं कुसलस्स उपसंपदा । सचित्तपरियोदपनं एतं बुद्धानसासनम् ।।
- ધમ્મપદ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org