Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ચાર આર્યસત્ય
જોઈએ અને આમ કરતાં ઇંદ્રિય ઉપર સામ્રાજ્ય મેળવવું જોઈએ. આથી આંતિરક આનંદ સ્ફુરે છે. (૨) પહનપ્પધાન વહન પ્રહાળ] -- જે કુવિચારો લોભ, દ્વેષ કે મોહથી ઉત્પન્ન થયા હોય તેનો નાશ કરવાનો પ્રયત્ન. આ કરવાની પાંચ રીત છે. (અ) તે કુવિચારનો પ્રતિપક્ષી સુવિચાર તે વખતે કરવો. (બ) તે કુવિચારોની અધમતા પર વિચાર કરવો કે તે અશુભ‚ અકલ્યાણકર છે અને દુઃખ આપનાર છે. (ક) તે પ્રત્યે લક્ષ નહિ આપવું. (૩) તે વિચારનું તેનાં સર્વ અંગોમાં પૃથક્કરણ કરવું, (ઇ) દાંત પીસીને ને જીભને બરાબર તાળવા સાથે દાબીને આ કુવિચારોને મનથી દબાવી દેવા. અને આમ કરવાથી કુવિચારો છૂટા પડી અદૃશ્ય થશે અને મન શાંત, દૃઢ અને સમાધિમય બનશે. (૩) ભાવનાષ્પધાન જે સુવિચારો મનમાં ઉત્પન્ન ન થયા હોય તે ઉત્પન્ન કરવાનો પ્રયત્ન. આમ કરવામાં પોતાની શક્તિનો ઉપયોગ કરી મનમાં સુવિચાર ઉઠાવવા ઘટે છે. આથી બોધાંગો નામે સ્મૃતિ, ધર્મવિચય, સમાધિ આદિ ઉદ્ભવે છે. (૪) જે સુવિચારો મનમાં ઉત્પન્ન થયા હોય તેને વૃદ્ધિંગત કરી પૂર્ણતાએ લઈ જવાનો પ્રયત્ન. આમાં એવો વિચાર રાખવાનો છે કે મારાં હાડકાં, માંસ, મજ્જા, લોહી વગેરે સુકાઈ ક્ષીણ થઈ જાય તો ભલે પરંતુ જે ધીરજ, શક્તિ અને પ્રયત્નથી ઇષ્ટ વસ્તુ મળી શકે છે તે જ્યાં સુધી મને મળે નહિ ત્યાં સુધી હું મારા પ્રયત્નો તજીશ નહિ.
આ રીતે સમ્યક્ વ્યાયામ છે.
=
૩૨૧
૭. સાતમું અંગ સભ્યસ્મૃતિ
તેનાં ચાર સ્થાન છે કે જેને સ્મૃતિપ્રસ્થાન (સતિપટ્ઠાન) કહે છે ઃ (૧) કાયસ્મૃતિ (૨) વેદનાસ્મૃતિ (૩) ચિત્તસ્મૃતિ અને (૪) ધર્મસ્મૃતિ. આ ચારથી મનુષ્ય પિવત્ર બની શોકપરવેદના પરાભૂત કરી દુઃખથી મુક્ત થાય છે અને માર્ગ મેળવી નિર્વાણ પામે છે.
(૧) કાયસ્મૃતિ – ભિક્ષુ વનમાં જઈ વૃક્ષ નીચે કે કોઈ એકાંત સ્થલે પદ્માસને શરીર ટટાર રાખી અને મન સ્વસ્થ અને એકાગ્ર રાખી શરીર સંબંધેની ભાવના કાયસ્મૃતિ કરે છે.
Jain Education International
અનાપાનસ્મૃતિ પ્રથમ થાય છે એટલે કે એકાગ્ર વૃત્તિથી શ્વાસ લે છે અને બહાર કાઢે છે. આવી રીતે દીર્ઘ અને અલ્પ, ધીમે અને ઉતાવળે શ્વાસોચ્છ્વાસ લઈ શ્વસનિક્રયા કેળવે છે, અને તેથી ધ્યાનનો પ્રારંભ થાય છે. પછી પોતાના શરીર સંબંધે ચિંતના કરે છે. સ્વ અને પર શરીર કેમ જન્મે છે, કેમ અંત પામે છે એ વિચાર ભાવે છે. શરીર એ ચાર મૂળ ધાતુનું અને તે સિવાય બીજાં તત્ત્વોનું (આંખ વગેરેનું) બનેલું છે. આના સ્પર્શથી વિજ્ઞાન ઉદ્ભવે છે. અને વિજ્ઞાનાદિ પાંચ સ્કંધ નામરૂપ ઉત્પન્ન થાય છે – નામે નામ (માનસિક અવસ્થા) એટલે વેદનાસ્કંધ, સંજ્ઞાસ્કંધ, સંસ્કારસ્કંધ, વિજ્ઞાનસંધ અને રૂપસ્કંધ. આ બધાં ભેગાં મળીને નામરૂપ તરીકે શરીર થાય છે. વળી પોતાના શરીરના આસન તથા શરીરની સર્વક્રિયા કરવામાં જાગ્રત અને અપ્રમત્ત હોય છે. ઉપરાંત શરીરની અશુચિતા ૫૨ ભાવના ભાવે છે કે જેને ‘અશુભભાવના' કહે છે
For Private & Personal Use Only
www.jainelibrary.org