Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ચાર આર્યસત્ય
૩૧૭
સંસ્કાર
સાંખ્યદર્શનના જગસૃષ્ટિના સિદ્ધાંતમાં પ્રત્યયસર્ગ નામનો શબ્દ છે તે આ પ્રતીય સમુત્પાદ સાથે કંઈ સંબંધ ધરાવતો હોય તેમ લાગે છે, છતાં પણ બૌદ્ધ અને સાંખ્ય બંનેની કારણપરંપરામાં એકબીજા સાથે ગાઢ સંબંધ હોય તેમ નથી. કદાચ આ પરથી એમ માનવાનો સંભવ છે કે સાંખ્ય અને બૌદ્ધ બંનેએ કોઈ પૂર્વના દર્શનમાંથી એક જ જાતનું કંઈ લીધું હોય. આ સિવાય બૌદ્ધ અને સાંખ્ય દર્શનમાં કેટલાક શબ્દો અરસપરસ સજાતીયત્વ ધરાવે છે. તે આ પ્રમાણે : બૌદ્ધ
સાંખ્ય અવિદ્યા.
પ્રધાન
બુદ્ધિ વિજ્ઞાન
અહંકાર નામરૂપ
તન્માત્રાણિ ષડાયતન
ઈદ્રિયો સમાનતા નથી. કેવળ પડાયતન અને છ ઇંદ્રિયો પૂરતી સમાનતા છે.]
આમ બૌદ્ધના ૧૨ નિદાન છે અને તેનો વિશ્વવ્યવસ્થાવિચાર સાથે સંબંધ દર્શાવવા પ્રયત્ન કરીએ તો નીચેના નિર્ણય પર અવાય છે. અવિદ્યા એ અજ્ઞાનદશા છે. નિદ્રામાં હોઈએ તેમ છે. બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે કે
चिरप्रसुप्त इमं लोकं तमस्कंधावगुंठितम् ।
भावान् प्रज्ञाप्रदीपेन समर्थः प्रतिबोधितम् ।। જ્યારે મનુષ્ય નિદ્રામાંથી ઊઠે છે ત્યારે પહેલાં અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. પછી તેના મનમાં અસ્પષ્ટ લાગણીઓ – સંસ્કારોની અસર થાય છે, અને પછી સ્પષ્ટ જાગૃતિમાં આવે છે – વિજ્ઞાનપ્રાપ્ત થાય છે. જ્યારે દશ્ય જગત્ નામરૂપ તેને દેખાય છે, ત્યારે તેની ઈદ્રિયોનો વ્યાપાર ચાલુ થાય છે. ઈદ્રિય અને તેની સાથે બીજા બાહ્ય પદાર્થ (દશ્ય કે કલ્પનામય)ના સ્પર્શથી અમુક જાતની લાગણી – વેદના ઉત્પન્ન થાય છે. વેદનાથી જે ઇચ્છિત વસ્તુ લાગે તે મેળવવાની ઇચ્છા – તૃષ્ણા જાગે છે અને તે તૃષ્ણા ધીમેધીમે પગભર થતી – વૃદ્ધિ પામતી દઢ વળગી રહેવાપણું અને હાલની સ્થિતિ કરતાં જુદી સ્થિતિ લાવવા માટેના પ્રયત્ન રૂપે એટલે ઉપાદાનરૂપે પરિણમે છે. તેથી નવીન સ્થિતિનો આરંભ થાય છે અને તે આરંભનું સંક્રમણ થતાં – ભવમાં
કેટલાક ઉચ્છેદવાદી છે કે જેઓ એમ માને છે કે આત્મા વસ્તુતઃ આ જ ભવમાં છે. જ્યારે બૌદ્ધ આ બંનેથી જુદા પડી એમ માને છે કે આત્મા વસ્તુતઃ આ ભવમાં કે આવતા ભવમાં છે જ નહિ – આત્માની સત્તાને તદ્દન નિષેધે છે આથી પુનર્જન્મને બમણો ફટકો પડે છે. [બૌદ્ધો પ્રમાણે આત્મા નામનો નિત્ય પદાર્થ ભલે ન હોય પણ નામરૂપની સંતતિ છે જે દરેક ક્ષણે નવી જન્મે છે. વિજ્ઞાનસંતતિ માની છે તેથી પુનર્જન્મ નથી માનતા એમ તો ન જ કહેવાય. બલ્ક બૌદ્ધો પુનર્જન્મને માને છે.
कम्मा पुनब्भवो होति । विभंग (विसुद्धिमग्ग, कंखावितरण विसुद्धिनिद्देस) બુદ્ધને પોતાના પૂર્વજન્મોનું સ્મરણ થયું હતું. આ જ્ઞાનને પૂર્વનિવાસાનુસ્મૃતિ કહે છે, જેનો જાતિસ્મરણ કહે છે. મને પણ જાતિસ્મરણ કહે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org