Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૯૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
બુદ્ધ બોલ્યા : “દેવદત્ત ! આ નવીન પાંચ નિયમની કાંઈ જરૂર નથી. જેની ઈચ્છા હોય, તેણે અરણ્યમાં જ રહેવું અને ન હોય તેણે ગામની નજીક રહેવું. જેની ઈચ્છા હોય તેણે ભિક્ષા ઉપર જ નિર્વાહ કરવો, અને ન હોય તેણે આમંત્રણ સ્વીકારીને જમવા જવું. જેની ઈચ્છા હોય તેણે ચીંથરાના ચીવર ઉપર નિર્વાહ કરવો. અને ઇચ્છા ન હોય તેણે ગૃહસ્થ આપેલા વસ્ત્રનું ચીવર સીવવાની હરકત નથી. (વરસાદના ચાર માસ બાદ કરીને) આઠ મહિના વૃક્ષ નીચે રહેવાની મેં પરવાનગી આપી છે જ. ભિક્ષાત્ર તૈયાર કરવા માટે જ માછલીઓ મારી છે, એવું જો ભિક્ષુએ જોયું, સાંભળ્યું હોય અથવા તેવી શંકા પડી હોય તો તે માછલીઓનું ગ્રહણ કરવું નહિ, નહિતર ગ્રહણ કરવામાં હરકત નથી.”
આ સાંભળી દેવદત્તને મનગમતું થયું. તેણે રાજગૃહમાં આ વાત જ્યાં ત્યાં પ્રસિદ્ધ કરીને કેટલાએક ભિક્ષુઓને અને ઉપાસકોને પોતા તરફ વાળ્યા. આ વાત જાણીને બુદ્ધના મુખ્ય શિષ્યો સારિપુત્ત અને મોગ્યલાન દેવદત્ત પાસે ગયા. દેવદત્તે પોતાનામાં તેઓ આવ્યા છે એવું માની તેમને ઉપદેશ આપવા કહ્યું અને પોતે નિદ્રા લીધી. આ બંનેએ ઉપદેશથી સંઘ છોડી ગયેલા ૫૦૦ ભિક્ષુઓને ફરીથી સંઘમાં આણ્યા. દેવદત્તને નિદ્રામાંથી કોકલિકે જગાડ્યો ત્યારે તેણે આ સાંભળ્યું. તરત એના મુખમાંથી રક્તસ્ત્રાવા થયો અને પછી મરણ પામ્યો.
અજાતશત્રને પોતાના પિતાનો વધ કરવાથી ઘણો પશ્ચાત્તાપ થયો. તેનું નિવારણ છએ તીર્થિક ન કરી શક્યા એટલે બુદ્ધ પાસે આવ્યો અને તેનો ઉપદેશ સાંભળી બૌદ્ધ થયો.
અજાતશત્રુના રાજ્યારોહણથી 9માં વર્ષે શાક્ય જાતિ દુર્ભાગ્યવશ થઈ. કોશલના રાજા પ્રસેનજિતને કપિલવસ્તુના શુદ્ધોદન રાજા (બુદ્ધના બાપ)ના પછી રાજ પર આવેલ મહાનામા ને ગુલામજાતિની કન્યાથી થયેલ પુત્રી નામે વાસભખ્ખત્તિયાથી વિદુદાભ (સં. વિદુદાભ) નામનો પુત્ર થયો હતો. પ્રસેનજિતુ આ લગ્ન છળકપટથી કરવામાં આવ્યાં હતાં તે જાણવાથી અને તેથી શાક્ય તેને તેમ જણાવી ખીજવવાથી વિદૂદાભે વૈર લેવાનો નિશ્ચય કર્યો. સેનાધિપતિ દીઘ-કારાયનની સહાયથી પોતાના પિતા પ્રસેનજિતને રાજ્ય પરથી ઉઠાડી મૂક્યો આથી પ્રસેનજિતુ શ્રાવસ્તીમાંથી નાસી ગયો ને પછી મરણ પામ્યો. વિદુદાભે કપિલવસ્તુ પર આક્રમણ કરી શાક્ય જાતિનો નાશ કર્યો અને પછી પોતે પણ એકાએક જલનું પૂર આવવાથી પોતાની કોશલ જાતિ સાથે દુ:ખદાયક રીતે મરણ પામ્યો. (એક બીજા બૌદ્ધ ગ્રંથમાં વિદુદાભને બદલે વિરુદ્ધક, તેની માનું નામ માલિકા અને સેનાપતિનું નામ દીર્ઘ-ચારાયણ જણાવેલ છે.)
અંતિમ વર્ષ : પરિનિર્વાણ ૭૯માં વર્ષની વયે બુદ્ધ રાજગૃહ પાસે રહ્યા હતા ત્યારે વૈશાલીના વ્રજી જાતિ સાથે યુદ્ધ કરવાની અજાતશત્રુએ તૈયારી કરી. આ સંબંધે પોતાના બ્રાહ્મણ મંત્રી વર્ષકારની સાથે બુદ્ધને કહેવરાવ્યું, ત્યારે બુદ્ધે કહ્યું કે જ્યાં સુધી વ્રજી સંપથી રહે છે અને ચારિત્રમાં સદ્ગુણી અને ધાર્મિક છે ત્યાં સુધી તેઓની સંપત્તિ વૃદ્ધિગત થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org