________________
ચાર આર્યસત્ય
૩૦૩
નિરોધનો માર્ગ વગેરે વિષયોનું યથાયોગ્ય તત્ત્વજ્ઞાન થાય, કામતૃષ્ણા, ભવતૃષ્ણા, અને અવિદ્યારૂપ આસવોથી ચિત્ત નિવૃત્ત થાય ત્યારે જ તે જાણી શકે કે જન્મનો ક્ષય થયો છે, બ્રહ્મચર્યાવાસની પ્રાપ્તિ થઈ છે અને કર્તવ્ય સંપૂર્ણ થયું છે. ત્યાર પછી તેને કરવા જેવું કંઈ રહેતું નથી. આગળ ચાલતાં બુદ્ધદેવે જણાવ્યું કે જે ભિક્ષુઓ (બૌદ્ધ સાધુઓ એ નામે ઓળખાય છે) આ તત્ત્વજ્ઞાન મેળવે છે, અને તેનો અનુભવ કરે છે તેઓને એવો પ્રશ્ન કરવાનો અવકાશ જ નથી રહેતો કે “જીવ એ જ શરીર હશે કે જીવ અને દેહ જુદાજુદા હશે ?”
આવી જ રીતે પૂર્વે કહ્યો તે શિષ્ય નામે પોઠપાદને પોતાના કોઈ પ્રશ્નનો ઉત્તર જ્યારે બુદ્ધદેવે ન આપ્યો ત્યારે છેવટે તેણે એક પ્રશ્ન કર્યો કે “હે ભગવનું ! જ્યારે આપ કાંઈ ઉત્તર મારા પ્રશ્નના સમાધાન અર્થે આપતા નથી ત્યારે આપ બીજું કાંઈ કહેવા માંગો છો ?' તેના ઉત્તરમાં એ જ જણાવ્યું કે – “આ દુઃખ છે એમ હું કહું છું. આ દુઃખનાં કારણો છે એમ હું કહું છું, દુઃખનો નિરોધ છે એ પણ હું કહું છું અને દુઃખના નિરોધનો માર્ગ એ પણ હું કહું છું.” (ચાર આર્યસત્ય).
શા માટે આપ તે કહો છો ?”
કારણકે એથી પ્રયોજનસિદ્ધિ થાય છે. ધર્મસિદ્ધિ થાય છે; બ્રહ્મચર્યસિદ્ધિ થાય છે. તેમજ તે દ્વારા નિર્વેદ - વિરાગ – નિરોધ – ઉપશમ, સંબોધ તેમજ નિર્વાણ પણ થવા યોગ્ય છે; એટલા જ માટે હું તે વિશે બોલું છું.”
આ સંબંધે એક બૌદ્ધકથામાં જણાવવામાં આવ્યું છે કે એક માણસને તીર લાગ્યું હોય, વ્યથિતના દેહમાંથી લોહી વહેતું હોય તેવે વખતે તીર કોણે માર્યું, તીર કેવું છે એ વગેરે પ્રશ્રો ઉપર ચર્ચા ચલાવવા કરતાં દુઃખી મનુષ્યના શરીરમાંથી તીર ખેંચી કાઢવું એ જ વધારે ઉત્તમ છે. તેવી જ રીતે દુઃખનાં કારણો દૂર કર્યા વિના જીવ તથા દેહ વિશેના વિકટ - ગૂઢ – જટિલ પ્રશ્નોની મીમાંસામાં – માથાકૂટમાં ઊતરી માનવજીવનનો મુખ્ય લક્ષ્ય સિદ્ધ કરવાથી વંચિત રહેવા કરતાં પ્રથમ દુઃખથી નિર્મુક્ત થઈ ઉક્ત પ્રશ્નોનો સ્વયં નિર્ણય લાવવો ઉત્તમ છે.
આ પ્રકારે દુઃખના નિરોધના ઉપાયો દર્શાવી અને આત્મા – જીવ તથા લોક – સંસાર આદિ પ્રથો તે એક બાજુએ મૂકી બુદ્ધદેવનું દર્શન પ્રવર્તિત થયું છે, તેમાં જ અન્ય દર્શનોની અપેક્ષાએ તેનું એક ખાસ વિશેષત્વ છે એમ કહેવું જોઈએ. જ્યારે જૈન ધર્મે એ પ્રશ્નોને બૌદ્ધ ધર્મ પેઠે એકબાજુએ ન રાખતાં અન્ય દર્શનો પેઠે ઉકેલ્યા છે તે ઉપરાંત તેણે પણ અહિંસામય પ્રેમધર્મનો જ ઉપદેશ કર્યો છે.
આટલું કહી તેના મુખ્ય સિદ્ધાંતો પર આવીશું.
ચાર આર્યસત્ય બુદ્ધને કાશીમાં મૃગવનમાં આવેલ ઇસિપતન (ઋષિપત્તન)માં સંપૂર્ણ બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યારે તેમણે ચાર આર્યસત્ય શોધી કાઢયાં :
૧. દુઃખ છે, ૨. દુઃખનું કારણ છે, ૩. દુઃખનો નાશ પણ છે, અને ૪. તે Jain Education International For Private & Personal Use Only
. www.jainelibrary.org