Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૧૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
પંચ ભિક્ષુઓ પાસે આવી પોતાને ધર્મજ્ઞાનનો સાક્ષાત્કાર થયાની હકીકત કહી અને તેમને ઉપદેશ કર્યો કે, “હે ભિક્ષુઓ ! પ્રવ્રજિતોએ (દીક્ષિત ત્યાગીઓએ) બે અંતિમ માર્ગનું સેવન કરવું નહીં. તે બે અંતિમ માર્ગમાંનો એક માર્ગ કામે કામસુરબ્રિજાનુયો: એટલે વિષયભોગ – મોજશોખના ઉપભોગમાં લીન રહેવું તે છે. આ માર્ગ ગ્રામ્ય, અનાર્ય અને અનર્થાવહ છે. અજ્ઞાન મનુષ્યો જ એને સેવે છે. બીજો અંતિમ માર્ગ મશિનમથીયT: - કઠિન સાધનાઓ દ્વારા આત્માને કલાન્ત કરી નિયુક્ત રહેવું એટલેકે દેહદમન છે. તે પણ દુઃખકારક, અનાર્ય અને અનર્થાવહ છે.
આ બંને અંતિમ માર્ગ ન ગ્રહણ કરતાં તે બેની વચ્ચેનો મધ્યમ માર્ગ તથાગતે શોધી કાયો છે. કારણકે તે જ્ઞાનચક્ષુ ઉત્પન્ન કરનાર છે – જ્ઞાનોદય કરનાર છે, તેનાથી ૧. આ માર્ગ બુદ્ધદેવે નવીન કાઢ્યો છે એવું સૂક્ષ્મતાથી જોઈએ તો માલુમ પડતું નથી. તેમણે
કેવળ યુક્તિયુક્ત બોધથી તેની વ્યાખ્યા માત્ર શિષ્યોને સમજાવી છે એમ જણાય છે. જુઓ બૌદ્ધાયનસૂત્ર (૭-૨૩-૨૪)ની નીચેની લખેલી પંક્તિઓ :
आहिताग्निरनत्वां च ब्रह्मचारी च ते त्रयः । अनंत एव सिध्यन्ति नैषां सिद्धिरनश्नतः । गृहस्थो ब्रह्मचारी वा योऽनश्नस्तु तपश्चरेत् ।
प्राणाग्निहोत्र लोपेन अवकीर्णीभवेत्तु सः । આ બંને શ્લોક અનશન તપશ્ચર્યાના વિરોધી છે. શ્રીમદ્ ભગવદ્ગીતા (૧૭-૫,૬)માં કહેલું છે કે :
अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः । दंभाहंकारसंयुक्ताः कामरागवलान्विताः । कर्शयन्तः शरीरस्थं भूतग्राममचेतसः ।
मां चैवान्तः शरीरस्थं तान् विद्ध्यासुरनिश्चयान् । તેમજ આગળ કહેલ છે કે -
मूढ ग्राहेणात्मनो यत्पीड्या क्रियते तपः ।
રહ્યોતના વા તત્તામસમુદ્રાતિમ્ II (૧૭-૧૯) ઉપાસનાદિ દ્વારા આત્માને પીડિત કરનારી તપસ્યા નિદિત છે, આ વાત આ શ્લોકથી સ્પષ્ટ જ છે. તો કેવા પ્રકારે સાધના કરવી જોઈએ ?
ગીતા આ સંબંધે ચૂપ રહેતાં કહે છે કે : (૬-૧૬,૧૭) नान्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः । न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ।। युक्ताहारविहारस्य युक्तचष्टस्य कर्मसु । युक्त स्वप्नाववोध योगो भवति दुःखहा ।।
આ પણ મધ્યમ માર્ગ છે. આહારાદિ અધિક કરવા કે ન કરવા, એ બેની મધ્યમાં ચાલવું તે યોગ છે. બુદ્ધદેવની ઉક્તિઓની સાથે આ ઉક્તિઓનું કંઈ જુદાપણું નથી. ગીતાનો આવિર્ભાવ બુદ્ધદેવથી ઘણો પહેલાં થયો છે એમાં કંઈ સંદેહ નથી. આથી કહેવું યોગ્ય છે કે બુદ્ધદેવના આ મધ્યમ માર્ગની વાત નવી નથી.
[મહાભારતમાં જુદા જુદા સમયના સ્તર છે, ભગવદગીતા બદ્ધના સમય પછીની હોય અને આ માધ્યમ માર્ગ બ્રાહ્મણધર્મમાં પણ અપનાવી બૌદ્ધ ધર્મના પ્રભાવ હેઠળ આવવામાંથી. લોકોને દૂર રાખવાનો આશય હોય, કે દરેક જગ્યાએથી ગ્રાહ્ય બાબત અપનાવી લેવાનો. આશય હોય એ શક્ય છે. વાસ્તવમાં આવાં વલણ સર્વત્ર જોવા મળે છે. }
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org