Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ચાર આર્યસત્ય
૩૦૯
નિવણ છે. જમ્બુખાદક નામના પરિવ્રાજકે સારિપુત્રને નિર્વાણ એ શું છે એવો પ્રશ્ન પૂછતાં તેણે જવાબ આપ્યો હતો કે “થો વો સવસો રવિયો તોસવરવયો મોરવરવયો રૂઢ વૃતિ નિબ્બા !' લોભ, દ્વેષ અને મોહનો ક્ષય તે નિર્વાણ. (જુઓ જમ્બુખાદક સંયુત્ત – સંયુત્તનિકાય.) એટલે વાસનાનો જેને ક્ષય થાય તે મહર્ષિને નિર્વાણનો સાક્ષાત્કાર થાય છે. અભિધમ્મઠ સંગ્રહમાં લખેલ છે કે
पदमच्च्युतमञ्जन्तं असंघातमनुत्तरं ।।
___ निव्वाणमिति भासन्ति वानमुत्ता महेसयो । – જેની વાસનાનો ક્ષય થયો છે તે મહર્ષિ નિર્વાણ છે, અય્યપદ છે, અનંત છે, અત્યંત પરિશુદ્ધ (અસંસ્કૃત) છે અને તે લોકોત્તર છે એમ કહે છે. આ જ જન્મમાં તેમજ અન્ય જન્મમાં નિર્વાણની પ્રાપ્તિ થઈ શકે છે.
અહેતુ – (અરહમુ) જેની શાંતિ જગની કોઈ પણ વસ્તુથી પરાભૂત થઈ શકતી નથી, જે પવિત્ર અને દુઃખરહિત છે, અને જેણે તૃષ્ણાથી મુક્તિ મેળવી છે તે અહંતુ જન્મ અને જરાનો સમુદ્ર તરી ગયો છે. જેવી રીતે પર્વત વાયુથી અચલ રહે છે તેવી રીતે રૂપ, શબ્દ, ગંધ, રસ, ને સ્પર્શ, તેમજ ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુ તેને ચલાયમાન કરી પાકતાં નથી. તેનું મન દઢ – નિશ્ચલ છે અને તેણે આ જન્મમાં મુક્તિ મેળવી છે. આ રીતે આ જન્મમાં જ તૃષ્ણાનું નિર્વાણ એટલે નાશ થાય છે તેને “ક્લેશપરિનિર્વાણ” કહે છે કે જે અહંતુપદની જે ક્ષણે તે જ જન્મમાં પ્રાપ્તિ થાય છે તે જ ક્ષણે થાય છે એટલે નિવણનો સાક્ષાત્કાર થાય છે, તથાપિ સર્વ દુઃખનો નિઃશેષતઃ નાશ નથી થતો. લોભ,
, મોહજન્ય માનસિક પીડા તે જ વખતે નષ્ટ થાય છે, પરંતુ શારીરિક દુ:ખ આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી રહે છે. બુદ્ધને ૩૯મા વર્ષે નિર્વાણપદનો સાક્ષાત્કાર થયો હતો તે વખતે તેનું લોભપાદિજન્ય માનસિક દુઃખ નષ્ટ થયું, પરંતુ શીતોષ્ણ રોગાદિજન્ય શારીરિક દુઃખ પૂર્ણ રીતે નષ્ટ ન થયું. દેહાવસાને તે દુઃખ નષ્ટ થયું. તે અહંતુ તે જન્મ પસાર કરી મૃત્યુ પામે છે - તે શરીરનો ત્યાગ કરે છે ત્યારે તેનાં કર્મ અને સ્કંધનું નિવાણ એટલે નાશ થાય છે અને તેને કંધપરિનિર્વાણ” કહે છે. અહીંના મરણને ‘પરિનિર્વાણ” કહે છે. તેનું કારણ એ કે તેના મરણથી શારીરિક દુઃખનો અંત આવે છે. પરિનિર્વાણ પછી અહતુ કઈ સ્થિતિમાં હોય છે તેનું વર્ણન ક્યાંય જોવામાં આવતું નથી. તે સ્થિતિ અનિવર્શનીય છે. બુદ્ધ ભગવાનના પરિનિર્વાણને મહાપરિનિર્વાણ' કહે છે. ચોથું આર્યસત્ય – દુઃખનિરોધગામિની પ્રતિપત્ (માર્ગ) :
મધ્યમ પ્રતિપતું – મધ્યમ માર્ગ – ગૌતમ બુદ્ધ આષાઢી પૂર્ણિમાને દિને પેલા
એમ પણ કોઈ કહી શકશે, કારણકે પુણ્યવિચારની (કુશલ સંસ્કારની) ક્રિયા મને પસંદ છે, તેથી તેવી ક્રિયા કરવી, તેને પૂર્ણતા પર લઈ જવી એવો હું ઉપદેશ કરું છું તેથી મને કિયાવાદી કહેવામાં આવે તો ખોટું નથી. (મહાવગગ્રંથ). આ સંવાદ પરથી બુદ્ધ અભાવ માત્રનો ઉપદેશ કર્યો છે તે સ્પષ્ટ નથી. કિયાદીનો અર્થ Realist કરતાં નૈતિક અને આધ્યાત્મિક ક્રિયામાં માનનાર એવો વધારે યોગ્ય લાગે છે. એ જ રીતે અકિયાવાદી એટલે નૈતિક અને આધ્યાત્મિક ક્રિયામાં નહિ માનનાર.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org