Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ચાર આર્યસત્ય
જન્મને લીધે જરા, વ્યાધિ આદિ સૌ પ્રાપ્ત થાય છે અને તે દુઃખો માત્ર ઇચ્છા કરવાથી દૂર થાય તેમ નથી. ઇચ્છિત ન મળે તે જ દુઃખ છે. પ્રિય વસ્તુનો વિયોગ એ દુઃખકારક છે. મતલબમાં પાંચે ઉપાદાનસ્કંધ દુઃખકારક છે.
આ જીવન દુઃખમય છે અને તેથી તે જીવન શું છે તે જાણ્યા પછી તે કેવી રીતે દુઃખમય છે એ જાણવાની જરૂર છે તેથી જીવનનું સ્વરૂપ જોઈએ.
જીવન-સ્વરૂપ
દરેક જીવ નામ અને રૂપનો બનેલ છે. નામથી સર્વ માસિક આંતરિક દાખવાય છે અને તેમાં પાંચસ્કંધમાંથી રૂપસ્કંધ સિવાયના ચાર સ્કંધનો સમાવેશ થાય છે નામે વેદના, સગ્ગા (સંજ્ઞા), સંખાર (સંસ્કાર) અને વિજ્ઞાણ (વિજ્ઞાન). આ સાથે રૂપસ્કંધ કે જે દૈહિક વ્યાપાર સૂચવે છે તેને ભેળવતાં સર્વ મળી પંચ સ્કંધ થાય છે, એટલે નામરૂપમાં પાંચે કંધોનો સમાવેશ થાય છે.
-
રૂપસ્કંધમાં 'ચાર મહાભૂત – ધાતુ નામે પથવી-ધાતુ (પૃથ્વી), અપો-ધાતુ, તેજોધાતુ, અને વાયો-ધાતુ (વાયુ), અને તેમાંથી નીપજતાં દરેક રૂપનો સમાવેશ થાય છે. પૃથ્વી-ધાતુમાં શરીરનો નક્કર ને સખત ભાગ જેવો કે વાળ, નખ, દાંત, ચામડી, માંસ, હાડકાં, મેદ, આંતરડાં, હોજરી, ફેફસાં, વગેરે સમાવેશ પામે છે. અપો-ધાતુમાં જે શરીરનો પ્રવાહી ભાગ છે જેમકે લોહી, પરુ, પ્રસ્વેદ, આંસુ, રસી, થૂંક, લીંટ, મૂત્ર વગેરેનો સમાવેશ થાય છે. તેજો-ધાતુમાં શરીરનો જે અગ્નિમય – પ્રકાશમય ભાગ છે જેમકે શરીરની ગરમી, ખાધું જે અગ્નિથી પચે છે તે આદિનો અને વાયુધાતુમાં જે શરીરનો વાયુ પદાર્થ છે તે એટલે કે શ્વાસોચ્છ્વાસ, શરીરની અંદર રહેલ હવા, વગેરેનો સમાવેશ થાય છે. આ સર્વ – હાડકાં, લોહી, ગરમી, શ્વાસ વગેરે ચારે ધાતુઓ માાં નથી; તે હું નથી. હું (અત્તા આત્મા) તે નથી. આને વિશેષ સમજવા માટે વિસુદ્ધિમગ્ગ (વિશુદ્ધિમાર્ગ) નામના બૌદ્ધ ગ્રંથમાં કહેલ છે કે જેવી રીતે રથ એ માત્ર પૈડાં, ધરી, તે પર લાકડાં વગેરે સામગ્રી માત્ર છે કે જે અમુક રીતે ગોઠવવાથી થાય છે, પરંતુ તે છૂટાં પાડીએ તો તે થ નથી એટલે પારમાર્થિક દૃષ્ટિએ જોઈએ તો રથ તે રથ નથી, – જેમ ઘર તે લાકડાં માટી, પાણા વગેરેનો સમૂહ અમુક રીતે ગોઠવાઈ થયેલ છે. પણ પારમાર્થિક દૃષ્ટિએ તે ઘર નથી, તેવી જ રીતે જેને આપણે જીવ કહીએ છીએ તે પાંચ સ્કંધનો સમૂહ છે – તે દરેક સ્કંધ છૂટું પડતાં અમુક ‘હું’ તે ‘હું' તેમાં નથી એટલે પારમાર્થિક દૃષ્ટિએ ‘આત્મા’ નથી, અને શરીર તે હાડકાં અને સ્નાયુથી બનેલ એક મર્યાદિત જગ્યા છે.
-
૩૦૫
-
Jain Education International
૧. આ ચારેનો અર્થ અનુક્રમે વિજ્ઞાન દૃષ્ટિએ Inertia, Cohesion (બંધનલક્ષણ), Radiation and Vibration (ચલન-લક્ષણ) થઈ શકે. આ ચાર પરસ્પર-મિશ્રિત બલોથી સર્વ વસ્તુઓ પોતાની હયાતી ધરાવે છે એમ બૌદ્ધ ધર્મ જણાવે છે. શરીરનાં ૨૪ ગુણ-લક્ષણો આના પર આધાર રાખે છે ઃ નામે ચક્ષુ, કર્ણ, નાસા, જિલ્લા, શરીર, રૂપ, શબ્દ, ગંધ, સ્વાદ, પુરુષત્વ, સ્ત્રીત્વ, બલ, હૃદય, શરીરનાં ઇંગિત, વાણી, પોલા ભાગ (જેવા કે કાન, નાકના), ચંચલતા, સ્થિતિસ્થાપકતા, અનુરૂપ થવાની શક્તિ, વૃદ્ધિ, અંતર, જરા, ભિન્નતા, મૂલમાં ફેરફાર. (આની ટીપ અને પિરભાષા જોઈએ તો જુઓ વિમિગ્ગ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org