________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
વિજ્ઞાનસ્કંધ – જો ચક્ષુ સાજી હોય અને તેની દૃષ્ટિમર્યાદામાં બાહ્ય વસ્તુઓ રૂપ આવે તો તેનો સંયોગ થાય છે અને પછી સમજ જ્ઞાન વિજ્ઞાન થાય છે, તેથી વિજ્ઞાનની ઉત્પત્તિ કેટલાંક કારણો પર આધાર રાખે છે અને તે વિજ્ઞાન જે કારણ પર આધાર રાખે છે તે કારણના નામથી તે વિજ્ઞાન ઓળખાય છે. ચક્ષુ અને રૂપ પર આધાર રાખનાર વિજ્ઞાન તે ચક્ષુર્વિજ્ઞાન, શ્રોત્ર અને શબ્દ પર આધાર રાખનાર વિજ્ઞાન તે શ્રોત્રવિજ્ઞાન, ઘ્રાણ (નાક) અને ગંધ પર આધાર રાખનાર વિજ્ઞાન ઘ્રાણવિજ્ઞાન, જીભ અને સ્વાદ (રસ) પર આધાર રાખનાર વિજ્ઞાન જિાવિજ્ઞાન, શરીર અને શરીરસ્પર્શ પર અવલંબનાર વિજ્ઞાન કાયવિજ્ઞાન અને મન અને વિચારો પર આધાર રાખનાર વિજ્ઞાન મનોવિજ્ઞાન કહેવાય છે.
વિજ્ઞાન તે સ્પષ્ટ જ્ઞાન પ્રતીતિ છે અને તેમાં આપણે જેને સત્-અસત્ પારખવાની શક્તિ – વિવેક કહીએ છીએ તેનો પણ સમાવેશ થાય છે.
બોદ્ધગ્રંથ નામે ધમ્મ-સુત્તમાં વિજ્ઞાનાદિ ચાર આંતરિક સ્કંધોની વ્યાખ્યા લગભગ નીચે પ્રમાણે આવે છે :
વિજ્ઞાન એટલે અંતરમાં જે સ્પષ્ટ જ્ઞાન થાય તે.
વેદનાસ્કંધ વિજ્ઞાન અને રૂપસ્કંધના સંબંધથી ઉત્પન્ન થતો સુખદુઃખાદિ પ્રત્યયનો પ્રવાહ.
સંજ્ઞાસ્કંધ ગૌ ઇત્યાદિ શબ્દને સૂચવનાર વિજ્ઞાનપ્રવાહ એટલે આથી કોઈ પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કે જેથી તે પદાર્થને ઓળખી શકીએ. સંજ્ઞા - સવિકલ્પક અવધારણાત્મક નિશ્ચયાત્મક જ્ઞાન, વિજ્ઞાન - નિર્વિકલ્પક નિર્વિચાર વિષયાકાર જ્ઞાન ઉપરાંત, સામાન્યતઃ ચૈતન્યવાચી.
સંસ્કારસ્કંધ – વેદના સ્કંધ ઉપર આધાર રાખનાર રાગદ્વેષાદિ ક્લેશ, મદમાનાદિ ઉપક્લેશ, ધર્મ અને અધર્મ તે. [સંસ્કારસ્કંધ – એ વાસના છે; તેમાં ઇચ્છા વગેરેનો પણ સમાવેશ થાય છે. પ્રાણી
આ પાંચે સ્કંધના સમૂહથી પુદ્ગલ – પુગ્ગલ કે જેને આપણે જીવ (individual) કહીએ તે થાય છે. જીવનનો ખુલાસો આ પાંચ સ્કંધ છે એમ બૌદ્ધો કહે છે અને જણાવે છે કે આ સિવાય અન્ય કોઈ પણ આ ભવમાંથી જવા અને અન્ય ભવમાં પ્રવેશવાનો ખુલાસો નથી.
૩૦૬
૧. આ પ્રમાણે બૌદ્વેતર ગ્રંથ નામે સર્વદર્શન સંગ્રહમાં વેદના આદિ સ્કંધની વ્યાખ્યા આપવામાં આવી છે પરંતુ તે શબ્દોમાં રહેલી અસ્પષ્ટતાને લઈને ખરી વ્યાખ્યા કરવી દુર્ઘટ છે. પાલિસૂત્રોમાં સંજ્ઞા, વેદના એ બંનેને જુદા સ્કંધ તરીકે ગણવા ઉપરાંત બંનેને સંસ્કારસ્કંધના પેટાભાગ ગણેલા છે. આ ન્યાયપુરઃસર તથા સમજી શકાય તેમ નથી. સંસ્કારને વિવેક તરીકે ઓળખીએ તો એમ થાય.
-
૨. પુદ્ગલ એ મૂળ જૈન શબ્દ છે. તેનો વ્યુત્પત્તિ અર્થ પુરન ગલન એટલે ખરવાનો ગળવાનો જેનો સ્વભાવ છે તે. આ વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે જ જૈનો તેને જડ પદાર્થને (કર્મ આદિને) લગાડે છે. આ પરથી તેમજ ડૉક્ટર હર્મન યાકોબીએ જણાવેલા આસ્રવ શબ્દથી પુરવાર થાય છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે અને જૈન ધર્મમાંથી પુદ્ગલ અને આસવ શબ્દપરિભાષા બૌદ્ધે લઈ પોતાને યોગ્ય લાગતા અર્થમાં વાપરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org