Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અંતિમ વર્ષ : પરિનિર્વાણ
આથી તેઓ સંમત થયા. દ્રોણે આઠ સરખા ભાગ સર્વના કહેવાથી કરી આપ્યા. પોતે એક તેમનું પાત્ર રાખી તે પર સ્તૂપ કરાવ્યો.
આ પછી પિપ્પલિવનના મૌર્યોએ એક ભાગ માગ્યો, પણ કંઈ બાકી ન હતું તેથી તે નિર્વાણભૂમિના કોલસાથી સંતોષ માની તે પર એક સ્તૂપ તેમણે બંધાવ્યો. આ રીતે આઠ સ્તૂપ થયા હતા. ૧. રાજગ્રહમાં, ૨. વૈશાલીમાં, ૩. કપિલવસ્તુમાં, ૪. અલ્લકપ્પમાં, ૫. રામગ્રામમાં, ૬. વેથદીપમાં ૭. પાવામાં અને ૮. કુસિનારામાં. આ ઉપરાંત દ્રોણે અને મૌર્યોએ સ્તૂપ કર્યાં તે જુદા.
આ રીતે દંતકથા અને ચમત્કારમિશ્રિત બુદ્ધની ચિરત્રકથા પૂરી થાય છે. આમાં અલંકાર અને કલ્પનાથી મિશ્રિત ઐતિહાસિક તત્ત્વો ' અવશ્ય છે અને સૂક્ષ્મતાથી _વિચારતાં તે પ્રતીત થાય તેમ છે, છતાં તે વીણીને બરાબર યથાર્થરૂપે એકપણ પુસ્તકમાં એકત્રિત કરવામાં આવ્યાં નથી તેથી પ્રથમ તે ૫૨ મદાર બાંધી તે લખવા વિચાર હતો તોપણ આવી કથાથી સંતોષ માનવો પડ્યો છે. આશા છે કે ઇતિહાસપ્રિય સજ્જનો આમાંથી અનેક ઐતિહાસિક બાબતો પ્રાપ્ત કરી શકશે.[૧]
૨૯૭
[૧. ‘Gotama Buddha.'-Hajimo Nokamuta (1977, 1987) (Buddhist Books International, Los Angeles - Tokyo) ઉપયોગી થાય તેમ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org