Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અંતિમ વર્ષ : પરિનિર્વાણ
૨૯૫
અને કફીણ થશે નહિ.” વર્પકારે રાજા જીતી શકશે નહિ એમ બુદ્ધનો સંદેશ અજાતશત્રુને કહ્યો.
એક દિવસે બુદ્ધ શિષ્યોને શીલ, સમાધિ અને પ્રજ્ઞાના લાભ સમજાવ્યા અને પછી અંબાલત્યિકા (રાજગૃહ અને નાલંદાની વચમાં) સર્વ શિષ્યો સાથે જઈ ત્યાંથી નાલંદા, જઈને ત્યાંથી પાટલિપુત્ર તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈ ઉપાસકોને પંચશીલનો ઉપદેશ કર્યો. તે છોડતાં પહેલાં તેમણે અગમચેતી કહી કે એક દિવસે પાટલિપુત્ર મહાનું શહેર થશે, પણ તે સાથે તેને ત્રણ મહાનું જોખમ નામે અગ્નિ અગ્નિ, પાણી, કંપ ? આવશે. (આ વખતે સુનીથ અને વર્ષકાર રાજાની આજ્ઞાથી તેને ફરતો કોટ વ્રજીને અટકાવવા માટે બાંધતા હતા.) ત્યાંથી નીકળતાં જે દરવાજામાંથી પસાર થયા તેને “ગૌતમ દ્વાર’ એ નામ આપવામાં આવ્યું. પછી ગંગા નદી આવી. પાણી છલોછલ હતું અને હડી કે તરવાનું સાધન હતું નહિ એટલે બુદ્ધ સર્વને સાથે લઈ અદશ્ય થઈ સામે તીરે પહોંચ્યા. ત્યાંથી કોટિગ્રામ, નાડિકા, થઈને વૈશાલી આવ્યા અને આમ્રપાલીના આમ્રવનમાં ઊતર્યા.
આમ્રપાલી વેશ્યા બુદ્ધનું આગમન સાંભળી પોતાના પરિવાર સહિત રથમાં બેસી તેમની પાસે આવી અને બુદ્ધને સર્વ સંઘ સાથે બીજે દિવસે પોતાને ત્યાં જમવા આવવાનું આમંત્રણ આપ્યું, જે સ્વીકારવામાં આવ્યું. તે જ દિવસે લિચ્છવી જાતિના રાજકુમારો તેવું જ આમંત્રણ આપવા આવ્યા પણ તેમણે તે વેશ્યાનું આમંત્રણ સ્વીકાર્યું છે એમ કહી જણાવ્યું કે હવે તે સ્વીકારી શકાશે નહિ.' આમ્રપાલીએ બીજે દિવસે ભોજનાતિથ્ય કરી સંઘને પોતાનું વન અર્પણ કર્યું.
વૈશાલીમાંથી નીકળી પાસેના બેલુર નામના ગામમાં છેલ્લું ચોમાસું ગાળ્યું. ત્યાં ભારે માંદગી આવી પણ દેઢ ઇચ્છ,બળથી તેનું નિવારણ, તુરત કર્યું. આ વખતે ૮૦ વપનું વય હતું અને મરણ તેમને નજીક જણાયું. આનંદને પોતે જણાવ્યું કે “જો. પોતે
છે તો એક કલ્પ સુધી એક જ ભવમાં પોતાની ચમત્કારિક શક્તિથી રહી શકે.” પણ આનંદ મારથી અભિભૂત હતોતેથી આ સૂચના સમજી શક્યો નહિ અને કલ્પપત. રહેવા ગુરુને વિનતિ નહિ કરી. આ વખતે મારે પણ બુદ્ધને આ જન્મમાં વધુ વખત નહિ રહેવાને લલચાવ્યા, પણ બધે જણાવ્યું, ‘જ્યાં સુધી પોતાનો ધર્મ દેઢ નહિ થશે ત્યાં સુધી પોતે મરણ નહિ પામે.” ત્યારે મારે કહ્યું, ધર્મ ક્યારનો સ્થાપિત થઈ ગયો છે.' ભગવાને ઉત્તર આપ્યો, ‘સેતાન, સંતુષ્ટ થા. પરિનિર્વાણ સુરતમાં -- આજથી ત્રણ મહિને થશે.”
ત્યાં થી ડો વખત ધર્મ સંબંધે સ ચ કરી મહાવનમાં આવેલા કુટાગારમાં સ્થિત થયા. એ વખતે સારિપુત્ર અને પછી તરત જ મૌદૂગલ્યાયન મરણ પામ્યા.
- બુદ્ધ પાવી જઈ ચુંડા નામના લુહારના આમ્રવનમાં રહ્યા. ત્યાં તે લુહારે પોતાને ઘેર આવી બીજે દિવસે ભોજન લેવા આમંત્રણ કર્યું એટલે તે સ્વીકારી બુદ્ધ ત્યાંથી બીજે દિવસે તુક્કરનું માંસ લઈ આવ્યા. આ પોતે ખાધું અને શિષ્યોએ. બીજો ખોરાક ખાધો. ભોજન કરી બુદ્ધે ચુંડાને કહ્યું કે જે બાકી રહ્યું છે તે તું દાટી, આવ. કારણ કે આવો. ખોરાક તથાગત, સિવાય કોઈપણ પચાવી ન શકે.' આમ છતાં પણ. તરત જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org