Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ભ્રમણજીવન : શોધ : તત્ત્વપ્રાપ્તિ : દીક્ષા
૨૮૭
આળાર કાલામ અને ઉદ્રક રામપુત્ર સાથેનો પરિચય થયો.
(૩) કાલામ અને ઉદ્રકને છોડી બોધિસત્ત્વ મંદિરવાસી સાધુઓને મળ્યા. ત્યાં તેઓ યજ્ઞથી હિંસા કરતા હતા તેથી તેમને ઉપદેશ આપ્યો કે “આ ધર્મ નથી. મૈત્રીભાવ સર્વ પ્રત્યે રાખવો એ જ ખરો ધર્મ છે. પ્રાણહાનિ કરી પાપનો નાશ કદી થતો નથી તો નૈતિક પવિત્ર જીવન ગાળવું એ જ ઉત્તમ છે.'
(૪) ત્યાર પછી ઉપરોક્ત પાંચ ભિક્ષુઓ પાસે આવ્યા. ત્યાં તેમને તપ કરતા અને ઈદ્રિયનું દમન કરતા જોયા; તેથી પોતાના મનમાં તેમ કરવાનો ઉત્સાહ આવ્યો. છ વર્ષ સુધી ઉગ્રમાં ઉગ્ર તપશ્ચર્યા કરી ધ્યાનરત થયા. પણ તે તપ નિર્વાણપદને માટે આવશ્યક નથી એમ ઉપર જણાવ્યા પ્રમાણે તેનો નિર્ણય થયો. નિરંજના (હાલની ફલ્યુ) નદીમાં સ્નાન કરી પાછા ફરવાનું કર્યું પરંતુ દેહ દુર્બળ થવાથી ચાલી શકાયું નહિ એટલે મૂર્છા આવી. પાસે જતી સુજાતા નામની ગોવાળની કન્યાએ વૈશાખ શુદિ પૂર્ણિમાને દિને ખીર આપતાં તેમને ભાન આવ્યું. આથી તપશ્ચર્યા એ શરીર તેમજ મનના બળને હાનિ પહોંચાડનાર છે એમ સમજી તપનો ત્યાગ કર્યો અને ધ્યાન અને આત્મનિરીક્ષણની ક્રિયા આરંભી. ઉક્ત ભિક્ષુઓ તેમને તજી ગયા.
હવે માર (સેતાન)ની સાથે થયેલ યુદ્ધનો પ્રસંગ આવે છે કે જેમાં તેણે આપેલ પ્રલોભનોને -- તૃષ્ણા, અરતિ, અને રાગને જીતી તેનો પરાભવ કરે છે; અને એક અશ્વત્થ (બોધિ)વૃક્ષ નીચે બેસી ધ્યાનવિચારમાં પડતાં પૂર્વજન્મોનું જ્ઞાન થયું અને સંસારના દુઃખનો ઉદ્ધાર થવાનો માર્ગ તેમને પ્રગટ થયો. બોધિસત્ત્વ બોધિ-સંબોધિ (સ્વબોધન) પ્રાપ્ત થતાં બુદ્ધ થયા. સત્ કે જેની શોધ પાછળ ભગીરથ પ્રયત્ન સેવ્યો હતો તે પ્રાપ્ત થયો. (આ વૃક્ષને તેથી ‘બોધિવૃક્ષ' કહેવામાં આવે છે.) બુદ્ધ થયા પછી તેને સંબુદ્ધ, તથાગત, સુગત, ધર્મરાજ, મારજિત્ જિન આદિ સંજ્ઞા આપવામાં આવેલ છે. પૃથકજન (સામાન્ય બુદ્ધિના મનુષ્ય) આ સત્ય કદી પણ પ્રાપ્ત ન કરી શકે. તે પ્રાપ્ત થતાં પોતે તેનો ઉપદેશ સર્વજગતને કરવો આવશ્યક છે એમ સમજી તેમ કરવાનો નિશ્ચય કર્યો. આ ધર્મમાર્ગ તે ચાર આર્યસત્ય છે, કે જેની અંદર આર્ય અષ્ટાંગિક માર્ગ, અને પ્રતીય સમૂત્પાદનો સમાવેશ થાય છે.?
- સાત દિવસ સુધી ત્યાં જ તે પ્રકાશનો અનુભવ કર્યો. તેટલામાં ઉત્કલ (ઓરિસ્સા)થી નીકળી મધ્યદેશ તરફ તપુસ્મ અને ભક્લિક નામના બે વેપારીઓ રસ્તે જતાં મળ્યા. તેમણે બુદ્ધનો ઉપદેશ સાંભળ્યો એટલે તેઓએ તેમનું શરણ ગ્રહ્યું અને બુદ્ધ અને ધર્મમાં શ્રદ્ધા રાખી તેના અનુયાયી થયા, ઉપાસક થયા. કારણકે આ વખતે સંઘ'ની ઉત્પત્તિ થઈ ન હતી.
પહેલાં કોને ઉપદેશ આપવો એ વિચાર કરતાં આધાર કાલમ અને ઉદ્રક રામપુત્ર ૧. આધ્યાત્મિક દૃષ્ટિએ આને માનસિક વિકૃતિ કહી શકાય. ૨. આ તેમજ આની પછીનું વિસ્તૃત વર્ણન જોવું હોય તો જુઓ મહાવચ્ચ કે જેનું અંગ્રેજીમાં
ભાષાંતર “રોકેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ’ એ ગ્રંથમાલાના ૧૩ અને ૧૭મા વૉલ્યુમમાં થયેલ છે. 3. આ સંબંધે સિદ્ધાંતો તરીકે આગળ કહેવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org