Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉત્તર જીવન
૨૯૧
એક શ્રેષ્ઠીએ ઊંચા વાંસના પર એક ચંદનનો કકડો એક પાત્રમાં રાખી ઉક્ત તીર્થિકમાંના દરેકને કહ્યું કે તે ઉપરથી લઈને આવે એવી ચમત્કારિક શક્તિવાળો શ્રમણ કે બ્રાહ્મણ છે કે ?' છએ તે પ્રયોગ કરી જોયો પણ કોઈપણ તેમ કરી શક્યું નહિ. પછી મોગલ્યાયન અને પિંડોલ – ભારદ્વાજ (બુદ્ધના શિષ્યો) એ બંનેએ તે પાત્ર જોયું અને પિંડોલ – ભારદ્વાજે પોતાની સિદ્ધિથી ઊંચે ઊડી તે પાત્ર નીચે લાવી આપ્યું. આ વાતની બુદ્ધને ખબર પડતાં ઠપકો આપી જણાવ્યું કે “આવી શક્તિનો કદી પણ ઉપયોગ કરવો નહિ, કારણકે તેથી ધર્મમાં મનુષ્યો વધુ લાવી શકાય છે એમ બનતું નથી, તેમ બીજો કંઈ લાભ નથી.' (આથી બુદ્ધ તેવી શક્તિનો ઉપયોગ ન કરે તેમ સિદ્ધ થતું નથી.) તે તીર્થિકો નિરાશા પામી બિમ્બિસાર રાજા પાસેથી ઉત્તેજન ન મળતાં શ્રાવસ્તીમાં પ્રસેનજિતુ રાજા પાસે ગયા. બુદ્ધે પોતાની શક્તિથી ત્યાં આકાશમાર્ગે જઈ અનેક ચમત્કાર રાજા અને તીર્થિકો તેમજ લોક સમક્ષ બતાવ્યા. આથી છએ તીર્થિકો મુગ્ધ થયા. તેથી બુદ્દે જણાવ્યું કે જ્યાં સુધી સૂર્ય પ્રકાશતો નથી ત્યાં સુધી આગિયો ચળકાટ મારે છે પણ જ્યારે સૂર્ય ઊગે છે, કે તે આગિયો કિરણોથી અંજાઈ જઈ ચળકાટ બિલકુલ મારી શકતો નથી. આથી પૂરણ કાશ્યપે કૂવામાં ડૂબી આત્મઘાત કર્યો. ૧
પછી બુદ્ધ સ્વર્ગમાં જઈ પોતાની માતા માયાને અભિધર્મ સમજાવ્યો. ત્યાં ત્રણ માસ રહી વિશ્વકર્મા દ્વારા બનાવેલી નિસરણીથી સંકાશ્ય નામના સ્થળે ઊતર્યા. અને ત્યાંથી શ્રાવસ્તી આવ્યા. તીર્થિકોએ તેની કીર્તિથી અસહશીલ થઈ તેની વિરુદ્ધ આક્ષેપ – માનહાનિ થાય તેમ કરવાની યુક્તિ રચી. ચિંચા નામની એક તરુણી જે પોતાની ધમનુયાયી હતી તેને ઊભી કરી. તેણીએ બુદ્ધ પર પોતાની સાથે આડો વ્યવહાર રાખવાનું આળ નાખ્યું પણ તેમાં તે ફાવી શકી નહિ. તેમણે આઠમું ચાતુર્માસ ભગંદેશમાં ગાળ્યું. નવમું કૌશામ્બીમાં ગાળ્યું. આ વખતે સંઘમાં કલહ થયો. એકે અમુક નિયમનો ભંગ કરતાં બીજાએ તેને ઉઘાડો કર્યો. આ કલહ વધી પડતાં બુદ્ધ વચમાં પડ્યા પણ શમ્યો નહિ. પછી બુદ્ધ ચાલી ગયા. કેટલોક વખત વીત્યા બાદ ફરી વાર તે બાબત પર નિર્ણય આપવાનું કહેવામાં આવતાં તેમણે તે કલહ પતાવ્યો.
અગિયારમું ચાતુર્માસ રાજગૃહ પાસે થયું. એકદા એક ખેતર પાસેથી બુદ્ધ જતા હતા. ત્યાં એક બ્રાહ્મણ ખેતીનું કામ મજૂર પાસે કરાવતો હતો તે બોલ્યો “અરે ! શ્રમણ ! હું ખેડીને વાવું છું અને તેમ કરી આજીવિકા ચલાવું છું. તું પણ ખેડી-વાવી તે પર નિર્વાહ ચલાવ.” બુદ્ધે કહ્યું “અરે ! બ્રાહ્મણ ! હું પણ ખેડીને વાવું છું અને તેમ કરી મારો ખોરાક કમાઉં છું.” બ્રાહ્મણે આશ્ચર્યચકિત થઈ કહ્યું, હું તો તેમ જોતો નથી, કારણકે તમારી પાસે નથી હળ કે બળદ, તો પછી કેમ કરો છો ?' બુદ્ધે કહ્યું, “શ્રદ્ધા એ બીજ છે કે જે હું વાવું છું, ભક્તિ તે વરસાદ છે, વિનય તે હળનો સળિયો છે, મન તે ધૂંસરીનું બંધન છે, સાવધાનતા તે મારું હળ છે. સત્ય તે બાંધવાનું હથિયાર ૧-૨. આ વાત સત્યથી વેગળી લાગે છે. છએ તીર્થિકો ભેગા થાય છે અને છેવટે બુદ્ધ
અભિમાનયુક્ત કથનો કહે વગેરે માની શકાય તેમ નથી. આ ઉપરાંત ત્યાર પછીનાં કથન પણ કલ્પનામાં આવી શકે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org