Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉત્તર જીવન
૨૮૯
ઉત્તર જીવન અનાથપિંડિક - વિશાખા
રાજા શુદ્ધોદનને પુત્રના બુદ્ધત્વની ખબર પડતાં તેણે તેમને કપિલવસ્તુ આવવા ખાસ નિમંત્રણ મોકલ્યું અને છેવટે તેના બાલમિત્ર સમવયસ્ક કાલોદાયીને નિમંત્રણ કરવા રાજગૃહ મોકલ્યો કે જે બુદ્ધને મળતાં ભિક્ષુ થયો. કાશીથી આવ્યા પછી પાંચ માસ થયા હતા. અને પછી શાક્યોની ભૂમિ – કપિલવસ્તુ આવ્યા. સર્વ શાક્યો તેમને પગે પડ્યા. રાજાએ ભિક્ષા ત્યાગી રાજ્યપદ ફરી લેવા વિનંતી કરી ત્યારે બુદ્ધે કહ્યું ‘તમારો વંશ રાજાનો છે, પણ મારો બુદ્ધનો વંશ છે. સર્વ બુદ્ધોએ ભિક્ષાનો માર્ગ ગ્રહણ કર્યો છે.” પછી રાજા પણ ઉપદેશ સાંભળી શ્રોતાપન્ન થયો અને છેવટે મૃત્યુ થતી વખતે અહંદુ પણ થયો.
બુદ્ધને સર્વ સ્ત્રીઓ વંદના કરવા આવી હતી. પરંતુ યશોધરા શરમને લઈ આવી ન હતી. તેથી પોતે તેણીની પાસે ગયા. પછી પોતાનો ભાઈ નંદ કે જે તે વખતે પરણવાની તૈયારીમાં હતો તે ન પરણતાં બુદ્ધનો શિષ્ય – ભિક્ષુ થયો. પછી રાહુલને શ્રમણેર પ્રવજ્યા સારિપુત્રે આપી. પછી બુદ્ધ રાજગૃહ જવાનો માર્ગ લીધો. તે રાજગૃહ પહોંચે તે દરમ્યાન મહાનાનો ભાઈ અનુરદ્ધ, ભદ્રિય, આનંદ, ભગુ, કિંબિલ અને દેવદત્ત તેમજ ઘણાઓએ બૌદ્ધ પ્રવજ્યા ગ્રહણ કરી. આ વખતે પ્રખ્યાત થયેલ ઉપાલિ નામનો હજામ પણ ભિક્ષુ થયો. પછી તે બધા બુદ્ધ પાસે આવ્યા, બુદ્ધ રાજગૃહ આવ્યા પછી શ્રાવસ્તીથી સુદત્ત અનાથપિંડિક નામનો શ્રીમંત વેપારી રાજગૃહ આવ્યો હતો. તેણે બુદ્ધનો ઉપદેશ સાંભળી તેમને અને સંઘને શ્રાવસ્તી આવવા આમંત્રણ કહ્યું. ત્યાં બુદ્ધ આવ્યા, તે પહેલાં જેત નામના રાજકુમાર પાસેથી જેતવન અઢળક દ્રવ્ય આપી ખરીદી સંઘને અર્પણ કર્યું. આ વખતે કોશલાધિપતિ પ્રસેનજિત્ રાજ્યધાની શ્રાવસ્તીમાં રાજ્ય કરતો હતો. અહીં મિગાર નામનો શ્રીમંત જૈન શ્રેષ્ઠી વસતો હતો તેની પુત્રવધૂ વિશાખાએ પોતાના સસરાને બૌદ્ધ ધર્માનુયાયી કર્યો કે જેથી વિશાખા “મિગાસ્માતા’ કહેવાય છે. વિશાખાએ બીજો વિહાર પૂર્વારામ' નામે શ્રાવસ્તીમાં બંધાવી બૌદ્ધ સંઘને અર્પણ કર્યો. આ વિહાર અનાથપિંડિકના વિહારથી માત્ર ઊતરતો હતો.
વૈશાલીમાં આમ્રપાલી (આમ્રપાલિકા) નામની એક પ્રસિદ્ધ વેશ્યા રહેતી હતી એ પર મગધાજ બિમ્બિસારનું લક્ષ ગયું અને તેવી વેશ્યા પોતાના રાજ્યમાં પણ હોય તો એક શોભા છે એમ જાણી સાલવતી નામની વેશ્યા રાજ્યમાં રાખી. તેણીને રાજાના કુમાર નામે અભયથી એક પુત્ર થયો અને તેનું નામ જીવક પાડ્યું. આ તક્ષશિલા જઈ વૈદક શાસ્ત્રમાં પારંગત થઈ આવ્યો અને રાજાએ રાજવૈદ્ય તરીકે તેને રાખ્યો. જીવકે ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોતના અને બિમ્બિસારના રોગને નિવાર્યા હતા. બુદ્ધને અપચો થતાં જીવકે ઔષધ આપી તે રોગને દૂર કર્યો હતો. પછી જીવકે પ્રદ્યોત રાજા પાસેથી બે અમૂલ્ય વસ્ત્રો રોગનિવારણની ભેટ તરીકે મળ્યાં હતાં તે બુદ્ધને અર્પણ કર્યા. એ તેમણે સ્વીકાર્યા અને ભિક્ષુઓને પણ ઉપાસકો જે વસ્ત્રો અર્પે – ચીંથરાં જેવું વસ્ત્ર પણ અર્પે તો તે સ્વીકારવાની આજ્ઞા આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org